Home Blog Page 807

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી, હજુ પારો ૪૨ ડિગ્રીએ પહોંચશે

0

ગુજરાતમાં  ઉનાળાની શરૂઆત થતાં આકરા તાપની પણ શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે હિટવેવને લઇને કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪ દિવસનું યલો એલર્ટ આપ્યું છે. આગામી ચાર દિવસ  હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને ગીર સોમનાથમાં સીવિયર હીટ વેવની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહીછે. રાજકોટમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રીને પાર પહોંચ્યો છે.

Weather, 60% OFF | gbu-presnenskij.ruહવામાન વિભાગે પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય જૂનાગઢ અને કચ્છમાં પણ  આગ ઝરતી ગરમી પડશે. અમદાવાદમાં ૪૩ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. ૧૧ શહેરોમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રીને પારને પહોંચ્યો છે. હીટવેવની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ આપ્યું છે. જેને લઈ સરકારે તમામ DEOને જરૂરી પગલા લેવા આપી સૂચના આપી છે.  DEOએ સ્કૂલ આચાર્યોને પરિપત્ર જાહેર કર્યો છે.

રાજ્યના આ શહેરોમાં તાપમાન પહોંચ્યો ૩૮ પાર

  • અમરેલીમાં તાપમાન (૩૯.૮)ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં તાપમાન  (૩૯.૫) ડિગ્રી તાપમાન
  • કેશોદમાં તાપમાન  (૩૯.૦) ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગરમાં તાપમાન (૩૮.૯) ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં તાપાન (૩૮.૯) ડિગ્રી તાપમાન
  • વડોદરામાં તાપમાનનો પારો (૩૮.૬) ડિગ્રી તાપમાન
  • ભૂજમાં તાપમાનનો પારો (૩૮.૫) ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં તાપમાન  (૩૮.૦) ડિગ્રી તાપમાન
  • ડીસામાં તાપમાન (૩૭.૬) ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં તાપમાન (૩૭.૬) ડિગ્રી તાપમાન
  • મહુવામાં પણ તામાનનો પારો (૩૭.૨) ડિગ્રી તાપમાન

ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન ૩૯-૪૦ ડિગ્રી રહેવાની શક્યતા છે. ૨૨ થી ૨૪ માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હિટવેવની આગાહી છે. તો ૨૫ થી ૨૬  માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. આગામી દિવસોમા ૧ થી ૨ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

સુરતમાં ભગવતી કન્સ્લટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું

ગુજરાતમાં બોગસ સરકારી કચેરીનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. સુરતના કાપોદ્રામાં નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાં બોગસ કચેરી અને બોગસ અધિકારી ઝડપાયા હતા. બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓની ડુપ્લિકેટ સહિ અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.

સુરત મામલતદારે પોલીસ સાથે રેડ કરી હતી. જલારામ કોમ્પ્લેક્ષમાં આવેલા ભગવતી કન્સ્લટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયુ હતું. અધારકાર્ડ ,પાનકાર્ડ ,રેશનકાર્ડ ,આવક ના દાખલ સહિત ની વસ્તુ ડુપ્લીકેટ બનાવતો હતો. ડુપ્લીકેટ લાઈટ બિલ અને ડુપ્લીકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે.

પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઈસ, થમ્બ ડિવાઈઝ, પ્રિન્ટર, ૮૦ નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, આઠ નંગ હિસાબી ચોપડા, ૬૯ નંગ આરટીઈના ફોર્મ, ૨૩ નંગ રેશનકાર્ડ, બિન અનામત- આવકના દાખલા નંગ ૪૫, પાનકાર્ડ નંગ-૩ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબ્જે લેવામાં આવી છે.

કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે આરોપીની હાલ ધરપકડ કરી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીએ હમણાં સુધી કેટલા આવા બોગસ આધાર પુરાવા લોકોને બનાવી આપ્યા છે તેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ સિવાય કોમ્પ્યુટર અને લેપટોપમાંથી પણ વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં કોર્ટમાંથી ૨૬ માર્ચ સુધીના આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

આપના વધુ એક ધારાસભ્ય ગુલાબ યાદવને ઘરે EDના દરોડા

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્યપહોંચી હોવાની ચર્ચા શરૂ થઈ છે. EDની ટીમ શનિવારે સવારે મટિયાલાથી ધારાસભ્ય ગુલાબ યાદવને ત્યાં છાપેમારી કરવા પહોંચી છે. પાર્ટીએ કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યા છે.  ગુલાબ સિંહ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે. ૨૦૧૬માં લાંચના એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ કાર્યવાહી કયા કેસમાં થઈ રહી છે, તેની જાણકારી મળી શકી નથી.

EDની ટીમ શનિવારે સવારે મતિયાલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ યાદવના ઘરે દરોડા પાડવા પહોંચી હોવાનાં અહેવાલ અનેક નેશનલ મીડિયામાં પ્રસારિત થયા છે. આ તરફ કાર્યવાહીને લઈ આપ પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે, EDની સતત કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, તપાસ એજન્સી કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહી છે, જેથી કોઈ નેતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ન ઉઠાવી શકે.

ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૨માં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કાર્યકર્તા કથિત AAPના ધારાસભ્યને મરતા નજરે પડી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ગુલાબ સિંહ, શ્યામ વિહાર વિસ્તારમાં MCD ચૂંટણીને લઈને બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોબાળો શરૂ થઈ ગયો. જોત જોતમાં પાર્ટી કાર્યકર્તાઓએ ધારાસભ્ય સાથે મારામારી શરૂ કરી દીધી હતી. તેમની સાથે ધક્કામુક્કી પણ કરી હતી.
આ પણ વાંચો :-

મોસ્કોના શોપિંગ મોલમાં આતંકી હુમલા, ૬૦ લોકોના મોત, ૧૦૦થી વધુ ઇજાગ્રસ્ત

રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. તો ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતુ.

રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં બિલ્ડિંગની ઉપરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી મૉસ્કો કૉન્સર્ટ હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.

જ્યારે હુમલો થયો ત્યારે ક્રોકસ સિટી હોલમાં સોવિયેત યુગના પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ ‘પિકનિક’નું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. આ મ્યુઝિક કોન્સર્ટમાં ૬૨૦૦ લોકો હાજર રહ્યા હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ. આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે વ્લાદિમીર પુતિને તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમી મુદત સંભાળવા જઈ રહ્યા છે. બીજી તરફ રશિયા છેલ્લા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે. 

આ પણ વાંચો :-

૨૩માર્ચ,૨૦૨૪ / આજ શનિવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધાર્મિક કાર્યોનું આયોજન બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ

આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ

સ્વભાવમાં જીદ્દીપણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદભવે. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ

પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્વ અને શારિરીક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક અેક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ

વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોથી કાળજી રાખવી.

તુલાઃ

પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ

દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂ રહે.

ધનઃ

આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.

મકરઃ

આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ

આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ

સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો.સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખુબ સરસ દિવસ જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

હિમાચલના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

0

હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા અપક્ષના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોમાં નાલાગઢથી કૃષ્ણલાલ ઠાકુર, દેહરાથી હોશિયાર સિંહ અને હમીરપુરથી આશિષ શર્માનો સમાવેશ થાય છે. ત્રણેય અપક્ષ ધારાસભ્યો હિમાચલ પ્રદેશ વિધાનસભા સચિવાલય પહોંચ્યા અને સચિવ યશપાલ શર્માને તેમના રાજીનામા સુપરત કર્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય કેસરિયો ખેસ ધારણ કરશે.

હિમાચલના 3 અપક્ષ ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, રાજ્યમાં હવે હવે 9 બેઠકો પર થશે પેટાચૂંટણીઆ ત્રણ અપક્ષ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થયા બાદ વધુ ત્રણ નવી બેઠકો ખાલી થશે. હિમાચલ પ્રદેશની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં જ ત્રણ વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. દેહરાના વિધાનસભ્ય હોશિયાર સિંહે કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહેલા તમામ આરોપો બિલકુલ ખોટા છે. આવી નફરતની રાજનીતિને મંજૂરી આપવી એ તેમને જરા પણ શોભે નથી. આથી કંટાળીને તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

હમીરપુરના અપક્ષ વિધાનસભ્ય આશિષ શર્માએ કહ્યું કે તેઓ છેલ્લા ૧૪ મહિનાથી મુખ્યમંત્રીને તેમના વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્ય હાથ ધરવા વિનંતી કરી રહ્યા છે. પરંતુ તેમના વિધાનસભા મતવિસ્તારમાં એક પણ વિકાસનું કામ થયું નથી. ચલણી નોટો પર મતદાનનો મામલો નોંધવા પર આશિષ શર્માએ કહ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રના લોકો સારી રીતે જાણે છે કે તેઓ આ રીતે પૈસા લઈને કામ કરવામાં માનતા નથી. જનતાએ તેમને જનાદેશ આપીને વિજયી બનાવ્યા છે અને તેઓ તેમના વિસ્તારના લોકોનો વિશ્વાસ ક્યારેય તોડશે નહીં.

આ પણ વાંચો :-

સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો, ચાલકનું મોત

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલા સીટી લાઈટ સ્થિત ફ્લાયઓવર બ્રિજ ચઢતી વખતે પુરપાટ ઝડપે દોડી આવેલા ઇનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ધોરણે અકસ્માતનો ગુનો દાખલ કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં ગંભીર બેદરકારી કોની છે તેની તપાસ ખટોદરા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરવામાં આવી છે.

સુરતના સીટી લાઈટ ખાતે આવેલા અણુવ્રત દ્વાર પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર ચઢતી ટ્રકની પાછળ પુરપાટ ઝડપે દોડી આવેલી ઇનોવા કાર ધડાકાભેર રીતે ભટકાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ ગાડી નંબર (GJ ૦૫ RU ૯૯૮૮) ઇનોવા કારના ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનામાં ઇનોવા કારનો કચ્ચરધાણ વળી ગયો હતો.

ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક મોહમ્મદ કલામની ધરપકડ કરી હતી.  ટ્રક ચાલક ફ્લાયઓવર બ્રિજ ચઢી રહ્યો હતો. તે વેળાએ પાછળથી આવી ચઢેલા ૧૯ વર્ષીય ક્રિશ લાખાણીએ પોતાની ઇનોવા કાર ધડાકાભેર રીતે ટ્રક સાથે ભટકાવી દીધી હતી. જેમાં ઘટના સ્થળે તેનું કરુણ મોત થયું હતું. જે ઘટનામાં હાલ ટ્રકના ચાલક મોહમ્મદ કલામની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાઈ રહી છે.

ભાજપે પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોની ચોથી યાદી જાહેર

0

લોકસભા ચૂંટણીને લઈ આજે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ૭ તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪નો પ્રથમ રાઉન્ડ ૧૯ એપ્રિલે છે. પાર્ટીએ કુલ ૧૫ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરીના એક અને તમિલનાડુના ૧૪ ઉમેદવારોના નામ છે. ગુજરાત ભાજપે ૪ બેઠકો જેવી કે, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢના બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. આ તરફ રાજ્યની ૨૨ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

ભાજપની ત્રીજી યાદીમાં તામિલનાડુથી ૯ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતોરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તામિલનાડુમાં લોકસભાની કુલ ૩૯ બેઠક છે, જેમાંથી ભાજપે ૧૦​​પીએમકેને આપી છે. પાર્ટીએ અત્યારસુધી ૨૭૬ સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદીમાં ૭૨ નામ જાહેર કરાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે. આ સિવાય હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે. બીજી યાદીમાં બીજેપીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી ૧, દિલ્હીથી ૨, ગુજરાતના ૭, હરિયાણામાંથી ૬, હિમાચલ પ્રદેશમાંથી ૨, કર્ણાટકના ૨૦, મધ્યપ્રદેશમાંથી ૫, મહારાષ્ટ્રમાંથી ૨૦, તેલંગાણામાંથી ૬, ત્રિપુરામાંથી ૧, ઉત્તરાખંડમાંથી ૨ ઉમેદવારોની જાહેરાત કરી હતી.

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં ૧૯૫ ઉમેદવારોનાં નામ જાહેર કરાયાં હતાં. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં ૨૮ મહિલાઓ, ૪૭ યુવાનો, ૨૭ એસસી, ૧૮ એસટી અને ૫૭ ઓબીસી ઉમેદવારો સામેલ છે.

આ પણ વાંચો :-

ઈડીની ટીમે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુરુવારે સાંજે દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારે હવે ઈડીની ટીમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને પીએમએલએ કોર્ટમાં પહોંચી છે જ્યાં થોડીવારમાં સુનાવણી કરાશે.

કેજરીવાલની ૨૧ માર્ચે સીએમ હાઉસ માઠી ધરપકડ કરવામાં આવી હતી. તેમની રાત ઇડી લોકઅપમાં વિતાવી હતી. આ દરમિયાન દિલ્લીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્લીના સીએમ જ રહશે. જેલ માઠી સરકાર ચલાવશે. આ સિવાય સુપ્રીમ કોર્ટમાં પણ કેજરીવાલ ધરપકડ વિરુદ્ધ સંજીવ ખન્ના, જાસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જાસ્ટિસ એમએમ સુંદરેશનિ બેન્ચ બનાવવામાં આવી. જોકે, થોડીવાર પછી જ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી આરજી પાછી ખેચી લીધી.

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિઘવીએ કોર્ટને કહ્યું કેજરીવાલના વકીલ જાસ્ટિસસંજીબ ખન્ના જણાવ્યુ કે ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે અથડાઇ રહી છે એટલે તેમણે અરજી પાછી ખેચવાની મંજૂરી આપવામાં આવે. ટ્રાયલ કોર્ટમાં અમે પહલે રિમાન્ડ પ્રોસીડિંગ પર લાડીશું અને પછી એક અન્ય અરજી સાથે સુપ્રીમ કોર્ટ આવીશું.

આ પણ વાંચો :-

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું, જાણો આ છે કારણ ?

0

ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપી દીધું છે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રોહન ગુપ્તાએ અંગત પારિવારીક કારણોને લઈને રાજીનામું આપ્યં છે. નેશનલ સોશલ મીડિયા કો-ઓર્ડિનેટર છે રોહન ગુપ્તા. પિતાની નાદુરસ્ત તબિયત બાદ કેટલાક નેતાઓએ કર્યા હતા રોહન ગુપ્તા પર આરોપ. પક્ષના જ પક્ષના નેતાઓના આરોપોથી વ્યથિત હતા રોહન ગુપ્તા.

કોંગ્રેસના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ રોહન ગુપ્તા ભાજપના નેતાઓના બિઝનેસ પાર્ટનર | Congress social media in charge Rohan Gupta is a business partner of BJP leadersરાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઊઠાવવો જરૂરી છે.

રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ ૪૦ વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી.

આ પણ વાંચો :-