મોસ્કોના શોપિંગ મોલમાં આતંકી હુમલા, ૬૦ લોકોના મોત, ૧૦૦થી વધુ ઇજાગ્રસ્ત

Share this story

રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. તો ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતુ.

રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં બિલ્ડિંગની ઉપરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી મૉસ્કો કૉન્સર્ટ હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.

જ્યારે હુમલો થયો ત્યારે ક્રોકસ સિટી હોલમાં સોવિયેત યુગના પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ ‘પિકનિક’નું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. આ મ્યુઝિક કોન્સર્ટમાં ૬૨૦૦ લોકો હાજર રહ્યા હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ. આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે વ્લાદિમીર પુતિને તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમી મુદત સંભાળવા જઈ રહ્યા છે. બીજી તરફ રશિયા છેલ્લા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે. 

આ પણ વાંચો :-