સુરતમાં ભગવતી કન્સ્લટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું

Share this story

ગુજરાતમાં બોગસ સરકારી કચેરીનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. સુરતના કાપોદ્રામાં નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાં બોગસ કચેરી અને બોગસ અધિકારી ઝડપાયા હતા. બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓની ડુપ્લિકેટ સહિ અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.

સુરત મામલતદારે પોલીસ સાથે રેડ કરી હતી. જલારામ કોમ્પ્લેક્ષમાં આવેલા ભગવતી કન્સ્લટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયુ હતું. અધારકાર્ડ ,પાનકાર્ડ ,રેશનકાર્ડ ,આવક ના દાખલ સહિત ની વસ્તુ ડુપ્લીકેટ બનાવતો હતો. ડુપ્લીકેટ લાઈટ બિલ અને ડુપ્લીકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે.

પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઈસ, થમ્બ ડિવાઈઝ, પ્રિન્ટર, ૮૦ નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, આઠ નંગ હિસાબી ચોપડા, ૬૯ નંગ આરટીઈના ફોર્મ, ૨૩ નંગ રેશનકાર્ડ, બિન અનામત- આવકના દાખલા નંગ ૪૫, પાનકાર્ડ નંગ-૩ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબ્જે લેવામાં આવી છે.

કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે આરોપીની હાલ ધરપકડ કરી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીએ હમણાં સુધી કેટલા આવા બોગસ આધાર પુરાવા લોકોને બનાવી આપ્યા છે તેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ સિવાય કોમ્પ્યુટર અને લેપટોપમાંથી પણ વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં કોર્ટમાંથી ૨૬ માર્ચ સુધીના આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-