HomeSurat Cityસુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો, ચાલકનું મોત

સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો, ચાલકનું મોત

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલા સીટી લાઈટ સ્થિત ફ્લાયઓવર બ્રિજ ચઢતી વખતે પુરપાટ ઝડપે દોડી આવેલા ઇનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ધોરણે અકસ્માતનો ગુનો દાખલ કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં ગંભીર બેદરકારી કોની છે તેની તપાસ ખટોદરા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરવામાં આવી છે.

સુરતના સીટી લાઈટ ખાતે આવેલા અણુવ્રત દ્વાર પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર ચઢતી ટ્રકની પાછળ પુરપાટ ઝડપે દોડી આવેલી ઇનોવા કાર ધડાકાભેર રીતે ભટકાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ ગાડી નંબર (GJ ૦૫ RU ૯૯૮૮) ઇનોવા કારના ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનામાં ઇનોવા કારનો કચ્ચરધાણ વળી ગયો હતો.

ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક મોહમ્મદ કલામની ધરપકડ કરી હતી.  ટ્રક ચાલક ફ્લાયઓવર બ્રિજ ચઢી રહ્યો હતો. તે વેળાએ પાછળથી આવી ચઢેલા ૧૯ વર્ષીય ક્રિશ લાખાણીએ પોતાની ઇનોવા કાર ધડાકાભેર રીતે ટ્રક સાથે ભટકાવી દીધી હતી. જેમાં ઘટના સ્થળે તેનું કરુણ મોત થયું હતું. જે ઘટનામાં હાલ ટ્રકના ચાલક મોહમ્મદ કલામની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાઈ રહી છે.

Subscribe

Latest stories