ભાજપે પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોની ચોથી યાદી જાહેર

Share this story

લોકસભા ચૂંટણીને લઈ આજે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ૭ તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪નો પ્રથમ રાઉન્ડ ૧૯ એપ્રિલે છે. પાર્ટીએ કુલ ૧૫ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરીના એક અને તમિલનાડુના ૧૪ ઉમેદવારોના નામ છે. ગુજરાત ભાજપે ૪ બેઠકો જેવી કે, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢના બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. આ તરફ રાજ્યની ૨૨ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

ભાજપની ત્રીજી યાદીમાં તામિલનાડુથી ૯ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતોરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તામિલનાડુમાં લોકસભાની કુલ ૩૯ બેઠક છે, જેમાંથી ભાજપે ૧૦​​પીએમકેને આપી છે. પાર્ટીએ અત્યારસુધી ૨૭૬ સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદીમાં ૭૨ નામ જાહેર કરાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે. આ સિવાય હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે. બીજી યાદીમાં બીજેપીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી ૧, દિલ્હીથી ૨, ગુજરાતના ૭, હરિયાણામાંથી ૬, હિમાચલ પ્રદેશમાંથી ૨, કર્ણાટકના ૨૦, મધ્યપ્રદેશમાંથી ૫, મહારાષ્ટ્રમાંથી ૨૦, તેલંગાણામાંથી ૬, ત્રિપુરામાંથી ૧, ઉત્તરાખંડમાંથી ૨ ઉમેદવારોની જાહેરાત કરી હતી.

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં ૧૯૫ ઉમેદવારોનાં નામ જાહેર કરાયાં હતાં. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં ૨૮ મહિલાઓ, ૪૭ યુવાનો, ૨૭ એસસી, ૧૮ એસટી અને ૫૭ ઓબીસી ઉમેદવારો સામેલ છે.

આ પણ વાંચો :-