લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ તબક્કામાં ૧૭ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સાથે આ તમામ ૧૦૨ બેઠકો પર ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ૧૬ માર્ચે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત સમગ્ર દેશમાં ૭ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.
ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, સ્વતંત્ર અને સુરક્ષિત લોકસભા ચૂંટણી આયોજીત કરવા માટે પ્રતિબદ્ધ છે. પહેલા ચરણ માટે ૨૭ માર્ચ સુધી નોમિનેશન દાખલ કરવામાં આવી શકે છે. નોમિનેશનની તપાસ ૨૮ માર્ચે કરવામાં આવશે અને ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે.
પહેલા ચરણમાં તમિલનાડુની ૨૯, રાજસ્થનાની ૧૨, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની ૫-૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની ૨-૨ અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં ૧-૧ સીટો પર મતદાન થશે.
ચૂંટણી માટે દેશભરમાં ૧૦.૫ લાખ મતદાન મથકો બનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ મતદાન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ચૂંટણી પંચ એવી રીતે લોકસભાની ચૂંટણી કરાવવાનું વચન આપે છે કે જેથી વૈશ્વિક મંચ પર ભારતની વિશ્વસનીયતા વધુ વધારી શકાય. ચૂંટણી પંચે મૂલ્યાંકન બાદ તમામ રાજ્યોમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો :-

મેષઃ
તેમણે આ સંબંધિત એક પત્ર લખ્યો છે અને આ પાર્ટી અધ્યક્ષ એટલે કે પોતાના સસરા શિબૂ સોરેનને મોકલ્યો છે.
રાજ્યસભાની સદસ્યતા લેવા પર સંજય સિંહની પત્ની અનીતા સિંહે કહ્યું, આ અમારા માટે ખુશીનો દિવસ છે. અંતે તેમણે શપથ લીધા.
પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને જારી કર્યો છે.
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ અંગે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી દીધી છે. આ ઉપરાંત
કેતન ઇનામદારે પોતાનું રાજીનામું રાજ્ય
સુરતના અમરોલીમાં દેહ વ્યપાર, માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસની સફળતા મળી છે. મોનીરાખાતુન અને મોહિમા મુલ્લાએ હિંદુ ઓળખ ધારણ કરીને બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી હતી. તેમણે બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાનું અપહરણ કરી તેને
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં એનડીએ માટે બિહારમાં
પરુચુરી અભિજીત નાનપણથી જ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી રહ્યો છે. તેમનાં પરિવારનાં સદસ્યોનાં જણાવ્યા અનુસાર તેમની માતા શરુઆતમાં ઈચ્છતી ન હતો કે તે અભ્યાસ અર્થે વિદેશ જાય પરંતું બાદમાં પરિવારજનોની સહમતી બાદ તેને ભણવા માટે મોકલવામાં આવ્યો હતો. અભિજીતને બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં એડમીશન મળ્યું હતું. આશંકા છે કે હુમલાખોરોએ પૈસા અને લેપટોપની ચોરી માટે અભિજીતની હત્યા કરી હશે. યુનિવર્સિટીમાં અન્ય એક બીજ વિદ્યાર્થી સાથે ઝઘડાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કૈપસમાં થયેલ હત્યાએ ઘણી શંકાઓ ઉપજાવી છે. અમેરિકામાં તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેનાં પાર્થિવ દેહને ગુંટૂર જીલ્લાનાં બુર્રિપાલેમમાં લાવવામાં આવશે.