ઝારખંડના ધારાસભ્ય સીતા સોરેને JMMમાંથી આપ્યું રાજીનામુ, ભાજપમાં જોડાયા

Share this story

ઝારખંડ મુક્તિ મોર્ચાના ધારાસભ્ય સીતા સોરેને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. હવે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ભાભી સીતા સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. જેએમએમના મહાસચિવ હતા. ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતી. હાલમાં તેઓ જામા સીટથી ધારાસભ્ય છે. શિબુ સોરેનના દિવંગત મોટા પુત્ર દુર્ગા સોરેનની પત્ની છે.

તેમણે આ સંબંધિત એક પત્ર લખ્યો છે અને આ પાર્ટી અધ્યક્ષ એટલે કે પોતાના સસરા શિબૂ સોરેનને મોકલ્યો છે. સીતા સોરેને કહ્યું કે, ‘મારા અને મારા પરિવાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. સીતા સોરેને કહ્યુ, હુ ઝારખંડ મુક્તિ મોર્ચાની કેન્દ્રીય મહાસચિવ અને સક્રિય સભ્ય છુ. વર્તમાનમાં પાર્ટીની ધારાસભ્ય છુ. અત્યંત દુ:ખી હૃદય સાથે પોતાનુ રાજીનામુ આપી રહી છું.’

સીતા સોરેન ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના મોટા પુત્ર સ્વર્ગસ્થ દુર્ગા સોરેનની પત્ની છે. આ તેણે હેમંત સોરેન સરકાર પર જમીન લૂંટવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ ૨૦૨૨માં, જ્યારે હેમંત સોરેને ભાજપ પર તેમની સરકારને તોડવા માટે જોડાણ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો, તે જ સમયે હેમંત સોરેનની ભાભી સીતા સોરેને આરોપ લગાવ્યો હતો કે ઝારખંડ સરકાર ખનિજ સમૃદ્ધ રાજ્યમાં “જમીન લૂંટ” અટકાવવામાં બિનઅસરકારક રહી છે.

સીતા સોરેને કહ્યું, હું કેન્દ્રીય મહાસચિવ અને ઝારખંડ મુક્તિ મોરચાની સક્રિય સભ્ય છું. હાલમાં હું પાર્ટીની ધારાસભ્ય છું. ખૂબ જ દુઃખી હૃદય સાથે હું મારું રાજીનામું આપી રહી છું. મારા સ્વર્ગસ્થ પતિ દુર્ગા સોરેન ઝારખંડ ચળવળના અગ્રણી યોદ્ધા અને મહાન ક્રાંતિકારી હતા. તેમના મોત બાદથી જ મારી અને મારા પરિવારની સતત ઉપેક્ષા થતી રહી છે. પાર્ટી અને પરિવારના સભ્યો દ્વારા અમને અલગ કરવામાં આવ્યા છે, જે મારા માટે અત્યંત પીડાદાયક રહ્યું છે. મને આશા હતી કે, સમય સાથે પરિસ્થિતિમાં સુધારો થશે પરંતુ કમનસીબે એવું ન થયું.

આ પણ વાંચો :-