HomeAstrology૨૦ માર્ચ, ૨૦૨૪/ આ રાશિ માટે નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે,...

૨૦ માર્ચ, ૨૦૨૪/ આ રાશિ માટે નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે, પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. જાણો આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...
spot_img

મેષઃ

ગઇકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શેરબજારના રોકાણમાં ‌ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

‌વૃષભઃ

કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્નતિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

‌મિથુનઃ

વાણી વિલાસ સાચવીને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્કઃ

ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

‌સિંહઃ

આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદવસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યાઃ

કોઇની ઉપર વિશ્વાસ મુક્તા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલાઃ

મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃ‌શ્ચિકઃ

મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધનઃ

નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકરઃ

નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભઃ

આત્મવિશ્વાસ વધે. પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીનઃ

સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

Subscribe

Latest stories