કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મસ્જિદ કમિટીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Share this story

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મસ્જિદ કમિટી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને પડકારવામાં આવ્યો છે, મસ્જિદ કમિટીએ વિવાદ સાથે સબંધિત ૧૫ કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વિષય કોર્ટમાં જ રાખો. અને સમાન પુરાવાના આધારે નિર્ણય લેવાનો છે. જેના કારણોસર, કોર્ટનો સમય બચાવવા માટે, આ તમામ કેસની સુનાવણી એકસાથે કરવી વધુ સારું રહેશે.

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ અંગે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી દીધી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા તમામ ૧૫ કેસોને એકસાથે જોડીને સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે, ઉત્તર પ્રદેશના મથુરામાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદને શ્રીકૃષ્ણ જન્મભૂમિ ઉપર બનાવવામાં આવી છે. ૨૦૨૨માં આ જગ્યાને શ્રીકૃષ્ણ જન્મભૂમિ જાહેર કરવાની માગ વાળી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

ગયા વર્ષે અલ્હાબાદ હાઈકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સાથે સંબંધિત તમામ ૧૫ કેસોને સુનાવણી માટે પોતાની પાસે લીધા હતા. તે જ સમયે, અલ્હાબાદ હાઇકોર્ટે મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદને હટાવવાની માગણી કરતી દાવાની જાળવણીને પડકારવા અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર આગામી સુનાવણી માટે ૨૦ માર્ચની તારીખ નક્કી કરી છે.

આ પણ વાંચો :-