અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી અભિજીતની હત્યા

Share this story

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યાની ઘટના બની છે. આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના રહેવાસી ૨૦ વર્ષીય વિદ્યાર્થી પારુચુરી અભિજીતની અમેરિકામાં અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી છે. પછી હત્યારાઓ અભિજીતનો મૃતદેહ એક કારમાં રાખીને જંગલમાં મુકીને ભાગી ગયા હતા. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

પરુચુરી અભિજીત નાનપણથી જ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી રહ્યો છે. તેમનાં પરિવારનાં સદસ્યોનાં જણાવ્યા અનુસાર તેમની માતા શરુઆતમાં ઈચ્છતી ન હતો કે તે અભ્યાસ અર્થે વિદેશ જાય પરંતું બાદમાં પરિવારજનોની સહમતી બાદ તેને ભણવા માટે મોકલવામાં આવ્યો હતો. અભિજીતને બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં એડમીશન મળ્યું હતું. આશંકા છે કે હુમલાખોરોએ પૈસા અને લેપટોપની ચોરી માટે અભિજીતની હત્યા કરી હશે. યુનિવર્સિટીમાં અન્ય એક બીજ વિદ્યાર્થી સાથે ઝઘડાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કૈપસમાં થયેલ હત્યાએ ઘણી શંકાઓ ઉપજાવી છે. અમેરિકામાં તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેનાં પાર્થિવ દેહને ગુંટૂર જીલ્લાનાં બુર્રિપાલેમમાં લાવવામાં આવશે.

આ પહેલા ૨૦મી ઓક્ટોબરે અમેરિકાના ઈન્ડિયા રાજ્યમાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યા થઈ હતી. આ હત્યામાં ભારતીય વિદ્યાર્થીના કોરિયાઈ રુમમેટની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૨૪મી જાન્યુઆરીએ અમેરિકાના જોર્જિયામાં એક સુવિધા સ્ટોરમાં કામ કરનાર ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા થઈ હતી. આ સિવાય ઈન્ડિયાપોલીસ રાજ્યમાં એક ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

અમેરિકામાં આવા ત્રણ કેસ નોંધાયા છે. એક કેસમાં ૨૫ વર્ષના વિવેક સૈનીએ જીવ ગુમાવ્યો હતો. વિવેકે હાલમાં જ અમેરિકામાં એમબીએ પૂર્ણ કર્યું હતું. ૧૬ જાન્યુઆરીના રોજ, તેણી પર નશાના વ્યસની જુલિયન ફોકનર દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં ફોકનર બેઘર હતો અને વિવેક સૈનીએ તેને ચિપ્સ, પાણી, કોક અને જેકેટ આપીને માનવતા દર્શાવી હતી.

આ પણ વાંચો :-