HomeEntertainmentદિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ગોવામાં પોતાના નિવાસસ્થાને લીધો...

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ગોવામાં પોતાના નિવાસસ્થાને લીધો અંતિમ શ્વાસ

Date:

Related stories

મેટા ઓફિસમાં તોડફોડને લઈ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, ભાજપે કોંગ્રેસને ગણાવી ‘ગુંડાઓની પાર્ટી’

નવી દિલ્હી/હૈદરાબાદ: સોશિયલ મીડિયા કંપની મેટા (Meta)ની ઓફિસમાં યુથ...

Video : મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટનો વીડિયો વાયરલ, 8 સગીરો સામે ગુનો નોંધાયો

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં યુવક અને યુવતી સાથે મારપીટ...

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને...
spot_img

ગોવા: ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ, તેઓ ગોવામાં પોતાના નિવાસસ્થાને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

પ્રાથમિક માહિતી અનુસાર, નાના પાટેકરને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. લાંબા સમય સુધી તેમને CPR આપવામાં આવ્યું હોવા છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો અને અંતે તેમનું અવસાન થયું.

નાના પાટેકર ભારતીય ફિલ્મ જગતના જાણીતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા તરીકે પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમણે અનેક હિન્દી તેમજ પ્રાદેશિક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. ગંભીર અને પડકારજનક ભૂમિકાઓને પોતાની આગવી શૈલીથી જીવંત બનાવવામાં તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા.

તેમના નિધનના સમાચાર સામે આવતા જ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી પ્રસરી છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો, નિર્માતાઓ અને ચાહકો દ્વારા નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

નાના પાટેકરના નિધનથી ભારતીય સિનેમાએ એક પ્રતિભાશાળી અને દિગ્ગજ કલાકાર ગુમાવ્યો છે.

Subscribe

Latest stories