Home Blog Page 808

૧૯ માર્ચ, ૨૦૨૪/ મંગળવારના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ

આર્થિક પાસુ મજબુત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ

આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ

બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ

નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ

આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ

કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીયક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ

જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ

માનસિક પરેશાની માંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ

જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણુ જળવાય. હાડકા ના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો. યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ

શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

કોલકાતામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, ૪ લોકોના મોત

0

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગત મોડી રાત્રે એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જયારે ૧૦ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે, ગાર્ડન રીચ વિસ્તારમાં હજારી મુલ્લા બાગાનમાં સ્થિત પાંચ માળની ઈમારત મોડી રાત્રે ધરાશાયી થઈ ગઈ. આ પછી કાટમાળ નીચે લોકોના દટાઈ જવાના ભયને કારણે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૩૪ હેઠળ ગાર્ડન રીચ વિસ્તારમાં ૫ માળની ઇમારત બનાવવામાં આવી રહી છે. ઈમારત રવિવારે રાત્રે લગભગ ૧૨ વાગ્યે પત્તાની જેમ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમે કાટમાળ નીચે દટાયેલા ૧૦ લોકોને બચાવ્યા અને તેમને નજીકની કલકત્તા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કર્યા. જો કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં ૪ લોકોનાં મૃત્યુ થયા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ ધરાશાયી થતાં પહેલા થોડા કોંક્રીટના ટુકડા પડ્યા હતા. મોડી રાત્ર બિલ્ડીંગ જોરદાર અવાજ સાથે ધરાશાયી થઇ હતી. આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઇમારતનો કાટમાળ નજીકની ઝૂંપડપટ્ટીઓ પર પણ પડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં ઘણા ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાકને શહેરના વહીવટીતંત્રની મદદ મળી રહી છે.

આ પણ વાંચો :-

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને આપ્યું રાજીનામું, જાણો કેમ ?

0

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રાજીનામું આપી દીધું છે. તેમની પાસે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ છે. આ સાથે તેમણે પુડુચેરીના ઉપરાજ્યપાલનું પદ પણ છોડી દીધું છે. મિલિસાઈ સુંદરરાજનને નવેમ્બર ૨૦૧૯માં તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. આ પછી તેમને ફેબ્રુઆરી ૨૦૨૧માં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

કિરણ બેદીને હટાવ્યા બાદ તેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી અનંતની પુત્રી તમિલિસાઈ સુંદરરાજને રાજ્યપાલ બન્યા પહેલા ભાજપમાં બે દાયકાથી વધુ સમય વિતાવ્યો હતો. તમિલિસાઈ સુંદરરાજન ભાજપના તમિલનાડુના પૂર્વ અધ્યક્ષ હતા. રાજીનામા આપવાને કારણે તેઓ ૨૦૨૪માં તમિલનાડુમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમણે દિલ્હીમાં રાજીનામું આપી દીધું છે. ભાજપ દ્વારા જાહેર થનારી ત્રીજી યાદીમાં તેમનું નામ હોવાની શક્યતા છે. તેમણે સોમવારે સવારે રાષ્ટ્રપતિને પોતાનો પત્ર મોકલ્યો હતો જે સાંજ સુધીમાં સ્વીકારી લેવામાં આવશે. જેથી હવે ગવર્નર બન્યા બાદ તમિલિસાઈ સુંદરરાજન ચૂંટણીના રાજકારણમાં પરત ફરશે.

તમિલિસાઈ સુંદરરાજન આ વખતે ભાજપની ટિકિટ પર તમિલનાડુથી લોકસભા ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને ડીએમકે નેતા કનિમોઝી સામે પણ મેદાનમાં ઉતારી શકે છે. સુંદરરાજન ૨૦૧૯ની ચૂંટણી લડ્યા હતા. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, ૨૦૦૯ માં, તે ચેન્નાઈ (ઉત્તર) બેઠક પરથી ઉમેદવાર હતી. જોકે, અહીં તેમને ડીએમકેના ટીકેએસ ઈલંગોવન સામે હાર્યા હતા.

આ પણ વાંચો :-

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક, ૯ લોકોના મોત

પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ૯ લોકોના મોત થઈ ગયા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનની સખત નિંદા કરી છે. તાલિબાને તેને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ હવાઈ હુમલા પાછળનો હેતુ TTP આતંકવાદીઓને નષ્ટ કરવાનો છે. રાતે તહરિક-એ-તાલિબાનના ખૂની હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઘૂસીને જવાબી હુમલો કર્યો હતો, જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં.

પાકિસ્તાની મિડિયામાં દાવો કર્યો હતો કે અફઘાન સરહદ તરફથી તાલિબાની સૈનિક પાકિસ્તાનના નાગરિક સ્થાનોને નિશાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાને કહ્યું હતું કે ત્રણ તરફથી કુર્રમ કબાયલી જિલ્લા, ઉત્તરી વજિરિસ્તાન અને દક્ષિણી વજિરિસ્તાનથી તાલિબાની સૈનિકોએ ભારે હથિયારો અને તોપોની મદદથી હુમલો કર્યો હતો. જેથી પાકિસ્તાનના વિસ્તારોમાં કેટલાય મોર્ટાર ગોળા અને ગોળીઓ લાગી હતી. બપોરે લગભગ ૩:૦૦ વાગ્યે પાકિસ્તાની વિમાનોએ પાકિસ્તાનની સરહદ નજીક ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં ઘરો પર બોમ્બમારો કર્યો હતો.

પાકિસ્તાન સેનાના હવાઈ હુમલાથી ભડકેલા તાલિબાની પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે કબૂલ કર્યું છે કે તેમના વિસ્તારમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા ખોસ્ત અને પાકટિકા વિસ્તારમાં થયા હતા. પાકિસ્તાને આ હવાઈ હુમલાનાં ભીષણ પરિણામો ભોગવવાં પડશે.

આ પણ વાંચો :-

પંચમહાલના રામનાથમાં બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં ૨૨ લોકો દાઝ્યા

0

આજે વહેલી સવારે જ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે આ બ્લાસ્ટની ઘટના ઘટી હતી, અહીં એક પછી એક બે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનામાં ૨૨ લોકો દાઝી ગયા હતા. હાલમાં આ તમામ લોકોને ગોધરા અને વડોદરાની સિવિલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ગોધરા પ્રાંત અધિકારી ગોધરા સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. સિલિન્ડર ફાટવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

જયંતીભાઈ પુંજભાઇ રાવળના મકાનમાં આજે વહેલી સવારે સગડી ચાલુ કરતા સિલિન્ડરે આગ પકડી લીધી હતી. જેને બુઝાવવા માટે આસપાસના લોકો બેકઠા થયા હતા જેને ઓલવવાના પ્રયાસ કરતા ૨૨ જેટલા લોકો આગની લપેટમાં આવતા દાઝી ગયા હતા આગની લપેટામાં આજુબાજુના ચાર- પાંચ મકાનો પણ આવ્યા હતા બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ફળિયાના લોકો પણ કાપી ગયા હતા.

આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એક ઇસમને વધુ સારવાર માટે ૧૦૮મારફતે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. MLA ફતેસિંહ ચૌહાણ જ્યારે ખબર અંતર લેવા માટે ૧૦૮ તરફ પહોંચયા ત્યારે ગંભીર રીતે દાઝી ગયેલી ઈસમે મારા પરિવારનું ધ્યાન રાખજો તેમ ધારાસભ્યને જણાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તો આ ભગવાન બધું સારું કરશે તેવા આશ્વાસન MLA ફતેસિંહ ચૌહાણ પણ આપ્યા હતા.

આ પણ વાંચો :-

આઇસલેન્ડમાં ૮૦૦ વર્ષ જૂના જવાળામુખી થયો સક્રિય, ચારે તરફ લાવાની નદીઓ

દક્ષિણપશ્ચિમ આઇસલેન્ડમાં ત્રણ મહિનામાં ચોથી વખત જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. માઉન્ટ હેગાફેલ અને માઉન્ટ સ્ટોરા સ્કોગફેલની વચ્ચેના પ્રદેશમાં આ જ્વાળા મુખી ફાટ્યો હતો, જેને કારણે આકાશ નારંગી રંગનું થઇ ગયું હતું. લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. અગાઉ આ જ વિસ્તારમાં ૮ ફેબ્રુઆરીએ જ્વાળામુખી ફાટ્યો હતો, જેને કારણે આખા શહેરને ખાલી કરાવવામાં આવ્યું હતું.

આઈસલેન્ડની સિવિલ ડિફેન્સ સર્વિસના કહેવા પ્રમાણે શનિવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે આઠ વાગ્યે આ જવાળામુખી ફાટયો હતો. આ એ જ જગ્યાએ છે જ્યાં આઠ ફેબ્રુઆરીએ પણ જવાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખી વિસ્ફોટના વિડિયો ફૂટેજ પણ સા મે આવ્યા છે. જેમાં ધરતીના પેટાળમાંથી સેંકડો ડિગ્રી તાપમાન ધરાવતો લાવા નીકળીને જમીન પર ફેલાતો નજરે પડી રહ્યો છે.

લાવા લગભગ ૦.૬૨ માઇલ પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ અને દક્ષિણપૂર્વ તરફ વહેતો હતો. જો આ જ ગતિથી લાવા નીકળવાનું ચાલુ રહેશે તો લાવા સમુદ્ર સુધી પહોંચી શકે છે, જે નજીકના કોઈપણ માટે જોખમી હોઈ શકે છે, એમ હવામાન કચેરીએ જણાવ્યું હતું. વૈજ્ઞાનિકોને ડર છે કે વિસ્ફોટ દાયકાઓ સુધી ચાલુ રહી શકે છે.
આ વિસ્તારમાં જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહી છે અને તેના કારણે ગ્રિંડાવિક શહેરની ફરતે સંરક્ષણ દિવાલ પણ બનાવાઈ છે. આ વખતે જે વિસ્ફોટ થયો છે તેના કારણે નીકળેલો લાવા શહેરની પૂર્વ તરફની દિવાલો સુધી પહોંચી ચુકયો છે. ગ્રિંડાવિક શઙેરને આ પહેલા નવેમ્બર મહિનામાં ખાલી કરાવાયુ હતુ. તે વખતે નજીકનો સ્વાર્ટસેંગી જ્વાળામુખી ૮૦૦ વર્ષ બાદ સક્રિય થવાના એંધાણ મળી રહ્યા હતા. એ પછી શહેરની ઉત્તરમાં જમીનમાં સેંકડો કિલોમીટર લાંબી તિરાડ પડી ગઈ હતી. ૧૮ ડિસેમ્બરે આ જ્વાળામુખી ફાટયો હતો.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા EC દ્વારા મોટી કાર્યવાહી, ગુજરાત સહિત ૬ રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ

0

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને ૬ રાજ્યોના ગૃહ સચિવને હટાવવાના આદેશ આપ્યા છે. ૬ રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે. તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી ૨૦૨૪ સમાન સ્તરે યોજવામાં આવશે.

ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી ૨૦૨૪ સમાન સ્તરે યોજવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.

ગુજરાતના ગૃહ સચિવ તરીકે પંકજ જોશી ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી વર્ષ ૧૯૮૯ બેચના IAS ઑફિસર છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત છબી ઘરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદાર સમાજમાં ભારે રોષ

0

પાટીદાર સમાજ પર વિપુલ ચૌધરી બાદ હવે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી વિવાદ થયો છે. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ મુસ્લીમો સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા હતા. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે અને ભાષાની મર્યાદા રાખે. નોધનીય છે કે, કાજલ હિન્દુસ્તાનીનો વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.

વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની ૭ પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને ૪૦ લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજારોમાંથી ૨-૫ લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર ૧૬-૧૭ વર્ષની છે.

કાજલ હિન્દુસ્તાનીના આવા નિવેદનથી હવે પાટીદાર સમાજમાં નારાજગી શરૂ થઈ છે. મોરબીના પાટીદાર સામે દીકરીઓ અંગે નિવેદન આપવા બદલ પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે. કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. મોરબી પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો :-

ઈલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટની SBIને ફટકાર, કહ્યું- ‘બધું કહેવું પડશે’

0

ઈલેક્ટરલ બોન્ડ મુદ્દા પર ભારતી સ્ટેય બેંકને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટની બંધારણીય ખંડપીઠે, ચૂંટણી બોન્ડના વિશિષ્ટ નંબરના ખુલાસા અંગેની સુનાવણીની સુનાવણી દરમિયાન, SBIને ઠપકો આપ્યો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે SBIએ દરેક જરૂરી માહિતી આપવી પડશે. તેના પર SBIએ કહ્યું કે તેને બદનામ કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે અમે માત્ર કાયદાના શાસન પર છીએ અને બંધારણ પ્રમાણે કામ કરીએ છીએ. જજ તરીકે અમારી ચર્ચા પણ થાય છે. સોશિયલ મીડિયા પરંતુ આપણા ખભા તેને લેવા માટે ઘણા પહોળા છે. અમે ફક્ત અમારા ચુકાદાની સૂચનાઓનો અમલ કરાવી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી થઈ હતી. કોર્ટની બંધારણીય ખંડપીઠે, ચૂંટણી બોન્ડના વિશિષ્ટ નંબરના ખુલાસા અંગેની સુનાવણીની સુનાવણી દરમિયાન, SBIને ઠપકો આપ્યો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે SBIએ દરેક જરૂરી માહિતી આપવી પડશે. જ્યારે છેલ્લી વખત ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, ત્યારે કોર્ટે બોન્ડના યુનિક નંબરને જાહેર ન કરવા બદલ SBIને સવાલ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે SBIએ યુનિક નંબર જાહેર કરવો જોઈએ કારણ કે તે આવું કરવા માટે બંધાયેલી છે. અન્ય નંબર દ્વારા તે જાણી શકાય છે કે દાન કયા રાજકીય પક્ષને આપવામાં આવ્યું હતું અને દાન આપનાર વ્યક્તિ/કંપની કોણ હતી.

ચૂંટણી બોન્ડ મામલે સુનાવણી પૂરી કરતાં સુપ્રીમકોર્ટે એસબીઆઇને તમામ વિગતો જાહેર કરવા માટે ૨૧ માર્ચ સુધીનો સમય આપ્યો હતો. એસબીઆઈએ હવે તમામ વિગતો ચૂંટણી પંચને આગામી ૩ દિવસમાં સોંપી દેવાની રહેશે. આ સાથે એસબીઆઈના ચેરમેનને સોગંદનામુ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચને પણ કહ્યું હતું કે તમે પણ તમામ વિગતો મળતાં જ તેને વેબસાઈટ પર જાહેર કરો.

આ પણ વાંચો :-

બિહારમાં કાર-ટ્રેક્ટર વચ્ચે માર્ગ અકસ્માત, ત્રણ બાળકો સહિત ૮ લોકોના મોત

0

બિહારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાગરિયા જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નના મહેમાનોથી ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં સાત લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

કારમાં સવાર જાનૈયા એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ પાછા આવી રહ્યા હતા અને આ અકસ્માત NH-૩૧ પર થયો હતો. દુર્ઘટનામાં અન્ય ૪ લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના પસરહા પોલીસ સ્ટેશન વિસ્તારના વિદ્યારત્ન પેટ્રોલ પંપ પાસે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

મૃત્યુ પામેલા લોકોના નામ

  • ધર્મેન્દ્ર ભાઈ (ડ્રાઈવર)
  • ગૌતમ ભાઈ
  • મોનુ ભાઈ
  • અમન ભાઈ
  • વિકાસ ભાઈ
  • અંશુ ભાઈ
  • દિલોન ભાઈ
  • પલ્ટુ ભાઈ
  • પ્રકાશ ભાઈ

માર્ગ અકસ્માતમાં મૃતકોના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગોગરી ડીએસપી રમેશ કુમારે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. આ ઘટનાને પગલે લગ્નજીવનની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ. આ બનાવથી સમગ્ર પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. એક જ પરિવારના આટલા લોકોના મોતના કારણે પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

આ પણ વાંચો :-