તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને આપ્યું રાજીનામું, જાણો કેમ ?

Share this story

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રાજીનામું આપી દીધું છે. તેમની પાસે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ છે. આ સાથે તેમણે પુડુચેરીના ઉપરાજ્યપાલનું પદ પણ છોડી દીધું છે. મિલિસાઈ સુંદરરાજનને નવેમ્બર ૨૦૧૯માં તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. આ પછી તેમને ફેબ્રુઆરી ૨૦૨૧માં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

કિરણ બેદીને હટાવ્યા બાદ તેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી અનંતની પુત્રી તમિલિસાઈ સુંદરરાજને રાજ્યપાલ બન્યા પહેલા ભાજપમાં બે દાયકાથી વધુ સમય વિતાવ્યો હતો. તમિલિસાઈ સુંદરરાજન ભાજપના તમિલનાડુના પૂર્વ અધ્યક્ષ હતા. રાજીનામા આપવાને કારણે તેઓ ૨૦૨૪માં તમિલનાડુમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમણે દિલ્હીમાં રાજીનામું આપી દીધું છે. ભાજપ દ્વારા જાહેર થનારી ત્રીજી યાદીમાં તેમનું નામ હોવાની શક્યતા છે. તેમણે સોમવારે સવારે રાષ્ટ્રપતિને પોતાનો પત્ર મોકલ્યો હતો જે સાંજ સુધીમાં સ્વીકારી લેવામાં આવશે. જેથી હવે ગવર્નર બન્યા બાદ તમિલિસાઈ સુંદરરાજન ચૂંટણીના રાજકારણમાં પરત ફરશે.

તમિલિસાઈ સુંદરરાજન આ વખતે ભાજપની ટિકિટ પર તમિલનાડુથી લોકસભા ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને ડીએમકે નેતા કનિમોઝી સામે પણ મેદાનમાં ઉતારી શકે છે. સુંદરરાજન ૨૦૧૯ની ચૂંટણી લડ્યા હતા. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, ૨૦૦૯ માં, તે ચેન્નાઈ (ઉત્તર) બેઠક પરથી ઉમેદવાર હતી. જોકે, અહીં તેમને ડીએમકેના ટીકેએસ ઈલંગોવન સામે હાર્યા હતા.

આ પણ વાંચો :-