કોલકાતામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, ૪ લોકોના મોત

Share this story

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગત મોડી રાત્રે એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જયારે ૧૦ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે, ગાર્ડન રીચ વિસ્તારમાં હજારી મુલ્લા બાગાનમાં સ્થિત પાંચ માળની ઈમારત મોડી રાત્રે ધરાશાયી થઈ ગઈ. આ પછી કાટમાળ નીચે લોકોના દટાઈ જવાના ભયને કારણે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૩૪ હેઠળ ગાર્ડન રીચ વિસ્તારમાં ૫ માળની ઇમારત બનાવવામાં આવી રહી છે. ઈમારત રવિવારે રાત્રે લગભગ ૧૨ વાગ્યે પત્તાની જેમ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમે કાટમાળ નીચે દટાયેલા ૧૦ લોકોને બચાવ્યા અને તેમને નજીકની કલકત્તા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કર્યા. જો કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં ૪ લોકોનાં મૃત્યુ થયા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ ધરાશાયી થતાં પહેલા થોડા કોંક્રીટના ટુકડા પડ્યા હતા. મોડી રાત્ર બિલ્ડીંગ જોરદાર અવાજ સાથે ધરાશાયી થઇ હતી. આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઇમારતનો કાટમાળ નજીકની ઝૂંપડપટ્ટીઓ પર પણ પડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં ઘણા ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાકને શહેરના વહીવટીતંત્રની મદદ મળી રહી છે.

આ પણ વાંચો :-