પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક, ૯ લોકોના મોત

Share this story

પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ૯ લોકોના મોત થઈ ગયા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનની સખત નિંદા કરી છે. તાલિબાને તેને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ હવાઈ હુમલા પાછળનો હેતુ TTP આતંકવાદીઓને નષ્ટ કરવાનો છે. રાતે તહરિક-એ-તાલિબાનના ખૂની હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઘૂસીને જવાબી હુમલો કર્યો હતો, જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં.

પાકિસ્તાની મિડિયામાં દાવો કર્યો હતો કે અફઘાન સરહદ તરફથી તાલિબાની સૈનિક પાકિસ્તાનના નાગરિક સ્થાનોને નિશાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાને કહ્યું હતું કે ત્રણ તરફથી કુર્રમ કબાયલી જિલ્લા, ઉત્તરી વજિરિસ્તાન અને દક્ષિણી વજિરિસ્તાનથી તાલિબાની સૈનિકોએ ભારે હથિયારો અને તોપોની મદદથી હુમલો કર્યો હતો. જેથી પાકિસ્તાનના વિસ્તારોમાં કેટલાય મોર્ટાર ગોળા અને ગોળીઓ લાગી હતી. બપોરે લગભગ ૩:૦૦ વાગ્યે પાકિસ્તાની વિમાનોએ પાકિસ્તાનની સરહદ નજીક ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં ઘરો પર બોમ્બમારો કર્યો હતો.

પાકિસ્તાન સેનાના હવાઈ હુમલાથી ભડકેલા તાલિબાની પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે કબૂલ કર્યું છે કે તેમના વિસ્તારમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા ખોસ્ત અને પાકટિકા વિસ્તારમાં થયા હતા. પાકિસ્તાને આ હવાઈ હુમલાનાં ભીષણ પરિણામો ભોગવવાં પડશે.

આ પણ વાંચો :-