પંચમહાલના રામનાથમાં બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં ૨૨ લોકો દાઝ્યા

Share this story

આજે વહેલી સવારે જ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે આ બ્લાસ્ટની ઘટના ઘટી હતી, અહીં એક પછી એક બે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનામાં ૨૨ લોકો દાઝી ગયા હતા. હાલમાં આ તમામ લોકોને ગોધરા અને વડોદરાની સિવિલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ગોધરા પ્રાંત અધિકારી ગોધરા સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. સિલિન્ડર ફાટવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

જયંતીભાઈ પુંજભાઇ રાવળના મકાનમાં આજે વહેલી સવારે સગડી ચાલુ કરતા સિલિન્ડરે આગ પકડી લીધી હતી. જેને બુઝાવવા માટે આસપાસના લોકો બેકઠા થયા હતા જેને ઓલવવાના પ્રયાસ કરતા ૨૨ જેટલા લોકો આગની લપેટમાં આવતા દાઝી ગયા હતા આગની લપેટામાં આજુબાજુના ચાર- પાંચ મકાનો પણ આવ્યા હતા બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ફળિયાના લોકો પણ કાપી ગયા હતા.

આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એક ઇસમને વધુ સારવાર માટે ૧૦૮મારફતે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. MLA ફતેસિંહ ચૌહાણ જ્યારે ખબર અંતર લેવા માટે ૧૦૮ તરફ પહોંચયા ત્યારે ગંભીર રીતે દાઝી ગયેલી ઈસમે મારા પરિવારનું ધ્યાન રાખજો તેમ ધારાસભ્યને જણાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તો આ ભગવાન બધું સારું કરશે તેવા આશ્વાસન MLA ફતેસિંહ ચૌહાણ પણ આપ્યા હતા.

આ પણ વાંચો :-