Home Blog Page 809

ગુ. યુનિવર્સિટીની ઘટનામાં બે આરોપીની ધરપકડ, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે?

0

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારની રાતે થયેલી મારામારીના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. આ બે આરોપીના નામ હિતેશ મેવાડા અને ભરત પટેલ છે. જ્યારે આ મામલે ૨૦ થી ૨૫ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ૯ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વિદેશ મંત્રાલયે પણ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મુદ્દે સંજ્ઞાન લીધું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમાંથી એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારી હુમલાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અસમાજીક તત્વોએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીમાં ભણતા અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાયું છે. ઘટનાને લઈને પોલીસે સમગ્ર હોસ્ટેલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. મળતા અહેવાલ પ્રમાણે ગત રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી.

પીડિત વિદ્યાર્થીઓએ જણાવ્યું કે હોસ્ટેલના રૂમમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. લેપટોપ, એસી, કબાટ, ટેબલ, દરવાજા, મ્યુઝિક સિસ્ટમની તોડફોડ કરવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે અહીં ઘણા તહેવારોમાં ભાગ લઈએ છીએ, દરેક અમારા ભાઈ છે પરંતુ આ અપેક્ષા નહોતી. રિપોર્ટ અનુસાર હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલામાં સાત લોકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો :-

અજમેરમાં સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત, એન્જિન સહિત ચાર કોચ પાટા પરથી ઉતાર્યા

0

રાજસ્થાનના અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે અમદાવાદથી આગ્રા કેન્ટ જનાર ટ્રેન નંબર ૧૨૫૪૮ સાથે બની છે. સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માત રાત્રે લગભગ ૦૧:૧૨ વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો જ્યારે ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી.

અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પાટાથી ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઈલેક્ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

રેલ્વે અધિકારીઓએ તેમના સ્ટાફને અજમેરની રેલ્વે હોસ્પિટલ જવાહરલાલ નહેરુ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે, જેથી જે પણ લોકો અકસ્માતમાં ઘાયલ થાય તો તેની સારવાર થઈ શકે. વળી, રેલ્વે અધિકારીઓએ અજમેર રેલ્વે સ્ટેશન અને મદાર રેલ્વે સ્ટેશન પર જર્નલ કોચના મુસાફરો માટે ભોજન અને તબીબી વ્યવસ્થા પૂરી પાડી છે અને રૂટ સામાન્ય થયા પછી, તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવશે.

ADRM બલદેવ રામે જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલી અજમેર આગ્રા ફોર્ટ સાબરમતી પેસેન્જર ટ્રેન ગઈકાલે સાંજે ૫:૦૦ વાગ્યે સમયસર નીકળી હતી. તેમણે કહ્યું કે ટ્રેનનું સંચાલન સરળ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ રાત્રે ૦૧:૧૨ વાગ્યે મદાર રેલ્વે સ્ટેશન પહોંચે તે પહેલાં, જ્યારે થોડી દૂર બીજી ટ્રેનથી ટ્રેક બદલતી વખતે, પેસેન્જર ટ્રેન સાઈડથી અથડાઈ હતી. જો કે અકસ્માતના અન્ય ટેકનિકલ કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. કહેવાય છે કે દુર્ઘટનાને કારણે પાટા પોતાની જગ્યાએથી ખસી ગયા છે.

રેલવેએ વધુમાં કહ્યું કે, ‘આમાં કોઈ જાનહાનિ થઈ નથી. તાત્કાલિક પગલાં લેતા રેલ્વે અધિકારીઓ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને અકસ્માત રાહત ટ્રેન માદર પહોંચી ગઈ છે અને ટ્રેક પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ વાહનનો પાછળનો ભાગ અજમેર લઈ જવામાં આવી રહ્યો છે. અજમેર સ્ટેશન પર રેલવે દ્વારા હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે અને હેલ્પલાઈન નંબર ૦૧૪૫-૨૪૨૯૬૪૨ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

૧૮ માર્ચ, ૨૦૨૪/ પ્રેમસંબંધોમાં તકલીફ, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ, સોમવાર આ રાશિના જાતકો પડશે સહકારની જરૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ

વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ નાના ભાઇ બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્કઃ

મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ. આવક વધશે.

કન્યાઃ

બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌િક્તને સફળતા મળે. માતા‌-પિતા તરફથી શાંતિ પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલાઃ

આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિકઃ

ભાગ્યના બળે આવકમાં વૃધ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઇ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધનઃ

માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવાન શિવની ઉપાસનાથી લાભ થાય.

મકરઃ

ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓફિસ, સ્ટેશનરી, જ્યોતિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવનસરળ બને. એકાદયાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભઃ

જોમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીનઃ

અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય.

૧૭ માર્ચ, ૨૦૨૪/ આજ રવિવારના દિવસે મેષ, તુલા અને કુંભ રાશિના જાતકોને મળશે અચાનક ધનલાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આર્થિક દ્રષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

મિથુનઃ

વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી.વી. તેમજ કોન્ટ્રાકટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ

શારિરીક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ

રાજકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ. સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ

કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રી વર્ગથી લાભ મળે. માતા-પિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ

વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ

જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ, નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ

ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ઘનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું. જરૂરી.

મકરઃ

દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ

પોતાનુ બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધો માં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ

મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર, જોઈ લો તબક્કાવાર આખું શિડ્યૂલ

0

ચૂંટણીપંચ દ્વારા આજે લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટેના કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે અનુસાર ૧૮મી લોકસભા માટે સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ એક તબક્કામાં મતદાન થશે જ્યારે કેટલાક રાજ્યોમાં બે તબક્કામાં મતદાન થશે. સંવેદનશીલ ગણાતા જમ્મુ-કાશ્મીર સહિત રાજ્યોમાં વધુ તબક્કામાં મતદાન કરાવવાનું ચૂંટણીપંચે નક્કી કર્યું છે.

આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી I.N.D.I.A. ગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં ૭ મેના રોજ લોકતંત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની ૨૬ બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ ૫ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે.

ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન

  • પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો પર મતદાન
  • બીજા તબક્કામાં ૨૬મી એપ્રિલે ૧૩ રાજ્યોની ૮૯ બેઠકો પર મતદાન
  • ત્રીજા તબક્કામાં ૭મી મેએ ૧૨ રાજ્યોની ૯૪ બેઠકો પર મતદાન
  • ચોથા તબક્કામાં ૧૩ મેએ ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર મતદાન
  • પાંચમા તબક્કામાં ૨૦ મેએ ૮ રાજ્યોની ૪૯ બેઠકો પર મતદાન
  • છઠ્ઠા તબક્કામાં ૨૫મી મેએ ૭ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન
  • સાતમા તબક્કામાં ૧ જૂને ૮ રાજ્યોની ૫૭ સીટો પર મતદાન
  • પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે.

ચૂંટણીપંચે મસલ-મની-મિસ ઈન્ફર્મેશન તથા એમસીસી વાયોલેશન જેવા ચાર મુદ્દા ઉપર આ વખતે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  પંચે ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવા તેમજ અયોગ્ય ભાષા અને અંગત આક્ષેપોથી બચવા સલાહ આપી છે. પંચે કહ્યું કે, મસલ પાવરનો મુકાબલો કરવા પંચની પૂરી તૈયારી, ૨૪ કલાકની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણીપંચે જણાવ્યું કે, મફતની વસ્તુઓ વહેંચવાની પદ્ધતિ રોકવા માટે પંચ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બાબતે તકેદારી રાખવામાં આવશે. ખાસ કરીને બેંકો મારફત થતા વ્યવહાર, ઑનલાઈન ટ્રાન્સફર ઉપર રોજેરોજ ધ્યાન રાખવામાં આવશે. એરપોર્ટ પર પણ ધ્યાન રાખવામાં આવશે. વિશેષ વિમાન કે હેલિકોપ્ટરમાં ઉતરતા સામાનની ચકાસણી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના કામકાજમાં અનિયમિતતાનો આક્ષેપ કરતી અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે, આ કોર્ટે પહેલાથી જ ઘણી વખત તેની તપાસ કરી છે અને ઈવીએમ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વિચાર કર્યો છે. બેન્ચે અરજદારને પૂછ્યું કે, અમે કેટલી અરજીઓ પર વિચાર કરીશું? હાલમાં જ અમે VVPAT સંબંધિત અરજી પર વિચાર કર્યો હતો. અમે ધારણાઓ પર ચાલી ન શકીએ. દરેક પદ્ધતિના પોતાના હકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓ હોય છે. અમે આર્ટિકલ ૩૨ હેઠળ આના પર વિચાર કરી શકતા નથી. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે કોર્ટે ૧૦થી વધુ વખત આ મુદ્દાની તપાસ કરી છે.

આ પણ વાંચો :-

CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અસદુદ્દીન ઓવૈસી, અરજી દાખલ કરીને કર્યા અપીલ

0

નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે સીએએ કાયદો બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. તે કલમ ૧૪, ૨૫ અને ૨૧નું ઉલ્લંઘન કરે છે આ સાથે ઔવેસીએ NRCનો મુદ્દો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે, CAAના અમલ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

AIMIM ચીફે કોર્ટને કહ્યું કે CAA પછી NRC દેશમાં આવી રહ્યું છે અને આ બંનેનું અપવિત્ર જોડાણ છે. NRC દ્વારા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે CAAથી ઉદ્દભવેલી દુષ્ટતા માત્ર નાગરિકતા આપવામાં ઘટાડો કરવાનું નથી, પરંતુ નાગરિકતા ન આપીને લઘુમતી સમુદાય સામે કાર્યવાહી કરીને તેમને અલગ પાડવાનો છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે, આદેશ બહાર પાડીને કહે કે, આ કાર્યવાહીના બાકી રહેલા સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિને નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૨(૧)(b)ની જોગવાઈઓનો આશરો લેવાની મંજૂરી આપવામાં આવશે નહી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સોમવારે CAA, ૨૦૧૯ લાગુ કર્યો અને તેના નિયમોને સૂચિત કર્યા. આ કાયદો ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરે છે. જો કે, CAA લાગુ થયા બાદ વિપક્ષ સતત કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.

આ પણ વાંચો :-

લીકર કૌભાંડમાં CM કેજરીવાલને મળી રાહત, ૧૫ હજારના બોન્ડ પર મળ્યા જામીન

0

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી સીએમ અરવિંદ કેજરીવાલને ફટકાર્યા બાદ આજે મુખ્યમંત્રી કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે EDના સમન્સ મામલે ૧૫ હજારના બોન્ડ સાથે કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે અદાલતના સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને વચગાળાની રાહત માટેની તેમની અરજી પર સ્થગિત કરવાની કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી હતી. કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર રહેવામાંથી મુક્તિ માટે નીચલી કોર્ટમાં જવા કહ્યુ હતું. કેજરીવાલે દારૂ નીતિમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા EDની ફરિયાદ પર તેમને સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો.

કોર્ટે સમન્સ પર કોઈ સ્ટે મૂક્યો નથી જેમાં તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેને લઇ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું કે જો કેજરીવાલ મુક્તિ ઈચ્છે છે, તો તેમણે સમન્સને લઇ હાજર થવું પડશે. કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેજરીવાલે હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે જો તેને રુબરુ હાજરીમાંથી મુક્તિ જોઈતી હોય તો સંબંધિત કોર્ટ સમક્ષ રજુઆત કરી શકે છે. આજે કેજરીવાલ હાજર રહેતા તેમને જામીન મળી ગયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું કે તેમને ડર છે કે જો જૂની પ્રક્રિયા પાછી આવશે તો કાળું નાણું પાછું આવશે. તેમણે કહ્યું કે રાજનીતિમાં કાળાં નાણાંને ખતમ કરવાની દિશામાં એક પગલું છે. ચૂંટણી કમિશ્નરોની નિમણૂક થયા બાદ આજે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. કોન્ફરન્સ થકી ચૂંટણી પંચ લોકસભાની તારીખો જાહેર થશે. આ સિવાય ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે.

EDએ ગુરુવારે કોર્ટમાં જારી કરાયેલા સમન્સ સામે અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ ખુદ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ ૧૬ માર્ચે હાજર થશે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી બે અલગ-અલગ ફરિયાદો વિરુદ્ધ કેજરીવાલની અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી. EDએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં અનેક સમન્સ છતાં તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર નથી થઈ રહ્યા. કેજરીવાલના વકીલની દલીલોનો જવાબ આપતા કહ્યું કે કોર્ટ સમક્ષ ફરિયાદ સંબંધિત સરકારી કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવી નથી અને તે ગેરકાયદેસર છે.

આ પણ વાંચો :-

વન નેશન વન ઇલેક્શન શું છે, કાયદેસર રીતે અમલીકરણ કરવા શું કરવું પડશે!

0

વન નેશન, વન ઈલેક્શન માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરવામાં આવેલા 18,000થી વધુ પાનાના અહેવાલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ કહ્યું છે કે એકસાથે ચૂંટણી યોજવાથી વિકાસ પ્રક્રિયા અને સામાજિક સંકલનને પ્રોત્સાહન મળશે. આ સાથે લોકશાહી પરંપરાનો પાયો વધુ ઊંડો થશે અને તે ભારતની આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ કરશે. વન નેશન, વન ઈલેક્શનના મુદ્દે ઉચ્ચ સ્તરીય સમિતિએ ૬૨ રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો, જેના પર ૪૭ રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી હતી.

જેમાં ૩૨ પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું જ્યારે ૧૫ રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ગુરુવારે કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં આ ૫ મોટી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા વધી રહી હતી. તેથી તેમણે મોકાનો ફાયદો ઉઠાવી મધ્યસત્ર ચૂંટણી યોજી દીધી હતી. ગરીબી હટાવોનો નારો આપીને ચૂંટણીમાં તેઓ ઉતર્યા હતા. વિરોધીઓએ ઇન્દિરા હટાવોનો નારો આપ્યો હતો પણ ગરીબી હટાવોનો નારો મજબુત સાબિત થયો હતો અને ૧૮ માર્ચ ૧૯૭૧ના રોજ ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ફરી શપથ લીધા હતા.

ઈતિહાસમાં નોંધાયેલ રેકોર્ડ અનુસાર વર્ષ ૧૯૭૧માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલા કરવાની જરૂર ઉભી થઇ હતી. જોકે ચૂંટણીના નિયમ અનુસાર પાંચ વર્ષ પછી ૧૯૭૨માં થનાર હતી પરંતુ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બેંકોને રાષ્ટ્રીયકૃત કરી દીધી હતી. તેમણે પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશ બનાવ્યું હતું. કોંગ્રેસના પણ બે ભાગ થઇ ગયા હતા.

સમિતિએ કહ્યું છે કે, આવી સિસ્ટમ લાગુ કરવા માટે બંધારણની કલમ ૮૩ અને કલમ ૧૭૨માં સુધારો કરવાની જરૂર પડશે. સમિતિએ કહ્યું છે કે, આ બંધારણીય સુધારાને રાજ્યો દ્વારા બહાલી આપવાની જરૂર નથી. સમિતિએ બંધારણીય સુધારાની પણ ભલામણ કરી છે જેથી ૨૦૨૯ સુધીમાં લોકસભા, તમામ રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજી શકાય.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની આગેવાની હેઠળની સમિતિએ પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ૧૦૦ દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ સમિતિએ પોતાની ભલામણોમાં કહ્યું છે કે ત્રિશંકુ સ્થિતિ અથવા અવિશ્વાસ પ્રસ્તાવ અથવા આવી કોઈ સ્થિતિના કિસ્સામાં નવી લોકસભાની રચના માટે નવેસરથી ચૂંટણી યોજવામાં આવી શકે છે.

 

૧૬ માર્ચ, ૨૦૨૪/ આ રાશિ માટે ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ

નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિ‌રતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ

આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ

દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહઃ

અભિમાનમાં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઇ-બહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ

દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ

સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે લીવર નબળું રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ

વિવેકપુર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ

મન ઉપર ખોટા નકરાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમ સંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ

નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટા‍ળવું, અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ

પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

સ્વદેશી પબ-જી ગેમના નિર્માતાઓનું રેડ & વ્હાઇટ આઇટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ સેશન

રેડ & વ્હાઇટ આઇટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આયોજિત સ્વદેશી પબ-જી એવી ScarFall ૨.૦ નામની ગેમના નિર્માતાઓ સર્વશ્રી ધ્રુવિન ડૉક્ટર અને ઝીલ ગજેરાના અધ્યક્ષ હેઠળ શહેરની યોગી ચોક વિસ્તારની બ્રાન્ચ ખાતે ગ્રાફિક્સ, એનિમેશન અને ડિઝાઇનિંગ કોર્સના વિદ્યાર્થીઓ માટે “ક્રાફ્ટિંગ વિજ્યુઅલ & આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ વિથ ઇન્ટરવ્યૂ ટેક્નિક્સ” ના વિષય પર એક્સપર્ટ સેશન યોજાયું હતું.

આ એક્સપર્ટ સેશનમાં વિદ્યાર્થીઓને ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ભવિષ્ય હોવાનું પ્રોત્સાહન મળે તેમજ અદ્યતન ટેક્નોલોજીઓ થી પરિચિત થઇ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વેલ્યુ એડિશન આપી શકે તેવા ઉદેશ્યથી આ સમગ્ર સેશનનું આયોજન કરાયું હતું. તેમજ ગુજરાતી ક્લચરના કેરેકટર્સથી સજ્જ મેડ ઈન ઇન્ડિયા ગેમ થકી વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇનની માહિતી પણ અપાઈ હતી.

આ પ્રસંગે Xsquads ના સીઈઓ શ્રી જેમિષભાઇ લખાણીના માર્ગદર્શન હેઠળ કોર્ડિનેટર ધ્રુવિન ડોકટરએ ગુજરાત તેમજ ભારતમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો હોવાની વાત જણાવી હતી. તેમને કહ્યું હતું કે આજે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ગ્રો કરવા માટે કોઈ ઉમર કે અનુભવ કરતા ક્રિયેટિવ અને યુનિક વિચારો, કોડિંગનું જ્ઞાન અને સમયબદ્ધતા આ ત્રણ માપદંડો થકી તમે આ ફિલ્ડમાં નામના મેળવી શકો છો. તેમને વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી યુવાનોમાં પ્રચલિત પબ-જી ગેમ કે જેમાં તમામ વિદેશી કેરેક્ટર્સ અને સંપૂર્ણ આઉટ સ્ટેશન થીમ જોવા મળતી હોય છે. ત્યારે અમે આ તમામ બંધનોને ભારતીય લોકેશન અને ગુજરાતી કેરેક્ટર્સની ઝાંકીયોનો અનુભવ થશે. ગેમ્સના ગ્રાફિક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી તમને આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આ ઉપરાંત ઝીલ ગજેરાએ વિદ્યાર્થીઓને ગેમ ડિઝાઇન, યુનિક ગ્રાફિક્સ યુઝર આઈડિયા તેમજ આવનારા સમયમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ અને કરિયરનું મહત્વ વિશે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-