Home Blog Page 810

અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ, સવારે કોકીલાબેન હોસ્પિટલમાં કરાઈ એન્જીયોપ્લાસ્ટી

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આજે વહેલી સવારે એન્જીઓપ્લાસ્ટી સર્જરી કરાવી છે, તેમને હોસ્પિટલમાં ૧૫ માર્ચે સવારે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના ટેસ્ટ પછી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જાણવા મળતી માહિતી અનુસાર તેમને તબિયત નાદૂરસ્ત જણાતા મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Superstar Amitabh Bachchan reached the hospital | અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, સવારથી હોસ્પિટલમાં દાખલમહત્વનું છે કે આ પહેલા kbc ૧૪ ના શૂટિંગ દરમિયાન પણ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. આ સિવાય તે બે વખત કોવિડ પોઝિટિવ પણ થયા હતા. વર્ષ ૨૦૨૨ માં પણ અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. ત્યારપછી આજે તમને પગની એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડી છે. ૨૦૨૦માં જ્યારે આખી દુનિયા મહામારી કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી એ સમયે પણ તેઓ બે વખત કોવિડ પોઝિટિવ થયા હતા. બિગ બીએ ખુદ પોસ્ટ કરીને આ બાબતની જાણકારી ફેન્સને આપી હતી. એ સમયે પણ તેમને સારવાર માટે ૨ મહિના સુધી હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા હતા. ૨૦૨૨માં પણ બિગ બી કોવિડ પોઝિટિવ થયા હતા.

અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે ગ્રેટીટ્યુડ લખ્યું છે. પરથી માનવામાં આવી રહ્યું છે કે સર્જરી પછી પોતાના સ્વાસ્થ્ય અને ફેન્સની શુભેચ્છાઓ માટે તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. કારણ કે આ પહેલા પણ તેઓ પોતાના ફેન્સ માટે આ પ્રકારે પોસ્ટ કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે દરેક અપડેટ શેર કરે છે. 

આ પણ વાંચો :-

સૈફાઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની લોહીથી લથપથ લાશ મળી, પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા

ઉત્તર પ્રદેશના ઈટાવાની સૈફાઈ મેડિકલ યુનિવર્સિટીના ANM વિદ્યાર્થીની લાશ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની આશંકા છે. ગુરુવારે મોડી સાંજે વૈદપુરા વિસ્તારમાં સોનાઇ પુલ નજીકથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો, તે કોલેજ ડ્રેસમાં હતી. તેનું શરીર લોહીથી લથબથ જોવા મળ્યું હતું તેમજ ગેંગરેપની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જ્યારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીની હત્યાના સમાચાર મળ્યા તો તેઓએ હંગામો મચાવ્યો. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ સૈફઈ મેડિકલના વિદ્યાર્થીઓ હડતાળ પર બેસી ગયા છે.

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ANM વિદ્યાર્થીનીની લોહીથી લથપથ લાશ મળી આવતાં ખળભળાટ મચી ગઈ હતી. આ મામલે જ્યાં વિદ્યાર્થીઓએ ટ્રોમા સેન્ટરનો ઘેરાવ કર્યો અને ઉગ્ર વિરોધ કર્યો ત્યાં હવે સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે X (ટ્વીટર) પર લખ્યું છે કે, સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન અપરાધ સામે શૂન્ય સહિષ્ણુતાની જાહેર કરાયેલી નીતિ શૂન્ય બની ગઈ હોય તેનું આ બીજું ખૂબ જ દુઃખદ ઉદાહરણ છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોનાઈ પુલ નજીકથી મેડિકલ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો.  વિદ્યાર્થિનીએ ૨૦૨૩માં મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને તે પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી. ૨૦ વર્ષીય મૃતક ઔરૈયાના કુદરકોટની રહેવાસી હતી. જે સૈફઈ યુનિવર્સિટી હોસ્ટેલમાં અભ્યાસ માટે રહેતી હતી. હાલ પોલીસે તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ફાઇ મેડિકલ યુનિવર્સિટીના પ્રથમ વર્ષના ANM વિદ્યાર્થીનીનો મૃતદેહ મધર ડેરી પાસે મળી આવ્યો છે. બળાત્કાર થયો છે કે નહીં તે અત્યારે તો કન્ફર્મ કરી શકાય તેમ નથી, પરંતુ એવું લાગે છે કે લાશને લાવીને ફેંકી દેવામાં આવી છે. તેણીએ જણાવ્યું કે બપોરે તે તેના એક મિત્રને મોબાઈલ ફોન આપીને ક્યાંક ચાલી ગઈ હતી. સાંજે વિદ્યાર્થીની લાશ રોડ કિનારેથી મળી આવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંજય કુમારે જણાવ્યું કે, વિદ્યાર્થિની લાશ રોડના કિનારે મળી આવી હતી. તેણીની ઉંમર લગભગ ૨૦ વર્ષની છે. હોસ્ટેલમાં રહેતી તેની મિત્રએ જણાવ્યું છે કે, તેણીએ તેનો મોબાઈલ તેને આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે, વિદ્યાર્થિનીને કારમાંથી ફેંકવામાં આવી છે. લવ અફેરનો એંગલ પણ સામે આવી રહ્યો છે. હાલ તપાસ ચાલુ છે. સર્વેલન્સ અને SOGની ટીમો કામે લાગી છે. આ કેસની વધુ માહિતી ટૂંક સમયમાં બહાર આવશે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકા પર જીવલેણ હુમલો

સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા instagramથી સંપર્કમાં આવેલા યુવકે લગ્નની ના પાડતા ચાલુ મોપેડ પર યુવતી અને તેણીની માતા સહિત ભાઈને પાડી દઈ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી ૨૩ વર્ષની એક યુવતીને સોશિયલ મીડિયાથી પ્રતીક પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. યુવતી પિતાના ટ્યુશન ક્લાસમાં ભણાવતી હતી. જોકે પ્રતિક વારંવાર યુતવીને લગ્ન માટે દબાણ કરતો હતો અને તેની પાસે જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ તથા અન્ય દસ્તાવેજો માંગતો હતો. બાદમાં પ્રતિકે ધમકી આપી કે જો તે લગ્ન નહીં કરે તો આપઘાત કરી લેશે.

યુવતીના જણાવ્યા પ્રમાણે, પ્રતિકે ૯ માર્ચે મંદિરમાં પરિવારની હાજરીમાં જૂઠ્ઠું મંગળસૂત્ર પહેરાવી સિંદૂર પૂરી વિધિ વગર તેની સાથે લગ્ન કર્યા હતા. એફિડેવિટ વંચાવ્યા વિના સહી કરાવી હતી. યુવતીએ માતાને આ વાત કરતાં તેના પિતાએ પરિવારને કલાસીસ પર બોલાવ્યા હતા અને લગ્નની ના પાડી દીધી હતી. રજિસ્ટ્રીમાં નોંધણી થયેલી ન હોવાથી યુવતીના માતા-પિતાએ વકીલ પાસે એફિડેવિટ લઈ ફાડી નાંખ્યુ હતુ.

જહાંગીરપુરા પોલીસે સમગ્ર ઘટના અંગે યુવતી ની ફરિયાદ લાઈવ આરોપી પ્રતીક મનોજભાઈ પટેલ વિરુદ્ધ હત્યા ના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.જ્યાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ હુમલાખોર પ્રેમી પ્રતીક મનોજ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.જ્યાં આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

આવતી કાલે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણીની જાહેરાત થશે

0

લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખોની જાહેરાત કરશે. જોકે મહત્વનું છે કે, આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ ૨૦૧૯ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.Telangana: ECI directs State election officers to commence checking of EVMs from June 1 -Telangana Todayમહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ ૪૫ મિનિટ સુધી ચાલી હતી. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો. જોકે હવે એવું સામે આવ્યું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરોના બે ખાલી પડેલા પદ પર નિમણુંક કરવામાં આવી છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં ગઈ કાલે ગુરુવારે મળેલી પસંદગી સમિતિની બેઠકમાં કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના બલવિંદર સંધુને ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતાં. આ બેઠકમાં વિપક્ષના નેતા અધીર રંજને પણ ભાગ લીધો હતો.

વર્ષ ૨૦૧૯ જમ્મુ કાશ્મીરના વિભાજન અને પુર્નગઠન બાદથી રાજ્યમાં કેન્દ્રીય સાશન છે, જમ્મુ કાશ્મીરના લોકો વિધાનસભાનું ગઠન કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ અનેક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળ્યા હતા. તમામ પક્ષોએ જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ માંગ કરી હતી.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટની SBIને નોટિસ, ઈલેક્ટોરલ બોન્ડ નંબર જાહેર કર્યા કેમ નથી ?

0

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ કેસને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચમાં સુનાવણી થઈ. CJI ચંદ્રચુડની બેન્ચે SBIને ઈલેક્ટોરલ બોન્ડ નંબર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ચૂંટણી પંચની ડેટાની માંગ સાથે પણ સંમત થયા હતા.

ચૂંટણી પંચે કહ્યું કે તેમણે વર્ષ ૨૦૧૯ પહેલા રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતી સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને આપી હતી. તેની નકલ તેણે રાખી ન હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એ હકીકત પર સવાલ ઉઠાવ્યા કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ આદેશ હોવા છતાં ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબરનો ઉલ્લેખ કર્યો નથી.

નોંધનીય છે કે ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૧ માર્ચે SBIને બોન્ડની વિગતો ૧૨ માર્ચે ચૂંટણી પંચને જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૧૧ માર્ચે આદેશ આપતા કહ્યું હતું કે આદેશમાં કહેવામાં આવ્યું છે કે સુનાવણી દરમિયાન સીલબંધ કવરમાં તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોની નકલો ચૂંટણી પંચની ઓફિસમાં રાખવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે તેણે દસ્તાવેજોની કોઈ નકલ રાખી નથી.

આ તરફ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને ચૂંટણી બોન્ડ્સ પર સંપૂર્ણ ડેટા શેર ન કરવા બદલ સખત ઠપકો આપ્યો. આ સ્કીમને રદ કરતી વખતે કોર્ટે SBIને છેલ્લા ૫ વર્ષમાં કરાયેલા દાનની તમામ વિગતો શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઠપકો ઉપરાંત સુપ્રીમ કોર્ટે SBIને બોન્ડના ચોક્કસ નંબરો જાહેર કરવાના પ્રશ્ન પર નોટિસ જાહેર કરી અને તેને ચૂંટણી પંચને તેની સાથે સંગ્રહિત ચૂંટણી બોન્ડ ડેટા પરત કરવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટ દરેક ચૂંટણી બોન્ડ પર છપાયેલ અનન્ય આલ્ફાન્યૂમેરિક કોડ શેર ન કરવા માટે SBIની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અનન્ય નંબર રાજકીય પક્ષો સાથે દાતાઓને મેચ કરવામાં મદદ કરશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો, રાજકીય પક્ષોને મદદ કરવાના નામે જે કંપનીઓએ મહત્તમ સંખ્યામાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ અને વેદાંત લિમિટેડ. એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા જેવી કંપનીઓના નામ સામેલ છે.

આ પણ વાંચો :-

બોટાદમાં પીકવાન વાન પલટી જતા બેનાં મોત, ૨૫ ઇજાગ્રસ્ત

0

બોટાદના કુંભારા ગામ નજીક ખોડિયાર મંદિરના બોર્ડ પાસે પહોંચતાં પિક-અપ વાન પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ૨૫થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ વિંછીયાથી શ્રમિકો ભરેલ પીકઅપ વાન ધંધુકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક ખોડીયાર મંદિરના બોર્ડ પાસે ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકવાન પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જતાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે ૨૫ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોય તમામને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે હાઈવે પરથી પસાર થતાં વાહચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ પીકઅપ વાન વિંછીયાથી ધંધુકા તરફ જઈ રહી હતી અને રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગમ પાસે ખોડિયાર મંદિરના બોર્ડ નજીક જ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

અમિત શાહ અમદાવાદમાં હનુમાનના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરુ કર્યો

0

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા છે. જેમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સુભાષ ચોક પાસે આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી પ્રચાર શરુ કર્યો છે. દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક યોજાવાની છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 24 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે, વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે | Union Home Minister Amit Shah visited Gujarat on December 24 - Gujarati Oneindiaઅમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કરીને જૂની વાત વાગોળી હતી. તેઓએ ભાવુક થતા થતા જણાવ્યુ હતુ કે, ‘આજે ૨૯ વર્ષ પહેલાનું દ્રશ્ય મને યાદ આવે છે. ભુપેન્દ્રભાઇ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઇ રહ્યો હતો. અને આ જ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. ૩૦ વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં ફરીવાર દર્શન કર્યા છે.

અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે, વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. ૩૩ ટકા રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઇએ કર્યું છે. પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે.

બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે. વિવિધ હોદ્દેદારોને બુથ વાઇસ સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે. તેમજ તેમની સાથે ધારાસભ્યો, હોદ્દેદારો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે. નોંધનીય છેકે, ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે અમદાવાદમાં રૂ. ૩૦૧૨ કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ કાર્યક્રમના પાંચ- છ કલાક બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આથી, ભાજપના કાર્યકરોમાં આગામી એક-બે દિવસમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા પ્રર્વતી છે.

આ પણ વાંચો :-

કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદિયુરપ્પા સામે યૌન ઉત્પીડન કેસ, POCSO હેઠળ FIR

0

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા પર ૧૭ વર્ષની સગીરાએ યૌન શોષણની ફરિયાદ બાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, ૨૦૧૨ (POCSO)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ ગુરુવારે મોડી રાત્રે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર પોક્સો અને ૩૫૪ (A) આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવી છે. આ મામલે યેદિયુરપ્પાની ઓફિસ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવા ૫૩ કેસોની યાદી જારી કરવામાં આવી છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ફરિયાદી મહિલાએ અલગ અલગ કારણોસર કેસ દાખલ કર્યા છે અને આ મહિલાને આવી ફરિયાદો કરવાની આદત છે.

નોંધનીય છે કે બીએસ યેદિયુરપ્પા ૨૦૦૮ અને ૨૦૧૧માં કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, ત્યારબાદ મે ૨૦૧૮માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ ૨૦૧૯થી ૨૦૨૧ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે ૨૦૨૧માં રાજીનામું આપ્યું હતું, પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

આ પણ વાંચો :-

 

૧૫ માર્ચ, ૨૦૨૪/ પ્રેમસંબંધોમાં તકલીફ, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ, શુક્રવાર આ રાશિના જાતકો પડશે સહકારની જરૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ

આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેરબજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભ

દિવસ દરમ્યાન આનંદમાં વ‌ૃધ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુન

આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્ક

નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતાં જણાય. વાહન સુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

‌સિંહ

નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યા

ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલા

ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. ‌પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃ‌‌શ્ચિક

ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃધ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણો થી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધન

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદરભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકર

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભ

સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે.આરોગ્ય જળવાય.

મીન

પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય.કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

ચૂંટણી કમિશનરના પદ માટે આ બે નામોની દેશ ભરમાં ચર્ચા

0

કોંગ્રેસના નેતા અધીર રંજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતાનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે બે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને દેશભરમાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે.

જ્ઞાનેશ કુમાર નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ થોડા દિવસ પહેલા સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતા. આ મંત્રાલયની રચના થઈ ત્યારથી જ જ્ઞાનેશે અહીં કામ કર્યું હતું. અગાઉ તેઓ ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા. તે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી. જ્ઞાનેશ ૧૯૮૮ બેચના કેરળ કેડરના અધિકારી છે.

પૂર્વ IAS અધિકારી સુખબીર સંધુને જુલાઈ ૨૦૨૧ માં ઓમ પ્રકાશની જગ્યાએ ઉત્તરાખંડના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૮૮ બેચના IAS અધિકારી સુખબીર સંધુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હતા. કેન્દ્ર સરકારે તેમની એક વર્ષ માટે લોકાયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી હતી. તે સમયે કેન્દ્રીય કેબિનેટ સમિતિ દ્વારા જાહેર કરાયેલ નિમણૂક પત્ર અનુસાર, ઉત્તરાખંડ કેડરના નિવૃત્ત IAS અધિકારી અને ૧૯૮૮ બેચના ડૉ. સુખબીર સંધુને એક વર્ષના સમયગાળા માટે કરારના આધારે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તેઓ ગયા વર્ષે ૩૦ સપ્ટેમ્બરે ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને સામેલ કરવાના કાયદાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. ગયા વર્ષે રજૂ કરાયેલા કાયદાએ મીટિંગને માત્ર “ઔપચારિકતા” સુધી મર્યાદિત કરી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈન્દિવીર પાંડે, સુખબીર સિંહ, ગંગાધર રાહતના નામ પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો :-