આવતી કાલે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણીની જાહેરાત થશે

Share this story

લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખોની જાહેરાત કરશે. જોકે મહત્વનું છે કે, આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ ૨૦૧૯ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.Telangana: ECI directs State election officers to commence checking of EVMs from June 1 -Telangana Todayમહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ ૪૫ મિનિટ સુધી ચાલી હતી. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો. જોકે હવે એવું સામે આવ્યું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ૩ વાગ્યે લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરોના બે ખાલી પડેલા પદ પર નિમણુંક કરવામાં આવી છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં ગઈ કાલે ગુરુવારે મળેલી પસંદગી સમિતિની બેઠકમાં કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના બલવિંદર સંધુને ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતાં. આ બેઠકમાં વિપક્ષના નેતા અધીર રંજને પણ ભાગ લીધો હતો.

વર્ષ ૨૦૧૯ જમ્મુ કાશ્મીરના વિભાજન અને પુર્નગઠન બાદથી રાજ્યમાં કેન્દ્રીય સાશન છે, જમ્મુ કાશ્મીરના લોકો વિધાનસભાનું ગઠન કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ અનેક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળ્યા હતા. તમામ પક્ષોએ જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ માંગ કરી હતી.

આ પણ વાંચો :-