કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદિયુરપ્પા સામે યૌન ઉત્પીડન કેસ, POCSO હેઠળ FIR

Share this story

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા પર ૧૭ વર્ષની સગીરાએ યૌન શોષણની ફરિયાદ બાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, ૨૦૧૨ (POCSO)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ ગુરુવારે મોડી રાત્રે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર પોક્સો અને ૩૫૪ (A) આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવી છે. આ મામલે યેદિયુરપ્પાની ઓફિસ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવા ૫૩ કેસોની યાદી જારી કરવામાં આવી છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ફરિયાદી મહિલાએ અલગ અલગ કારણોસર કેસ દાખલ કર્યા છે અને આ મહિલાને આવી ફરિયાદો કરવાની આદત છે.

નોંધનીય છે કે બીએસ યેદિયુરપ્પા ૨૦૦૮ અને ૨૦૧૧માં કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, ત્યારબાદ મે ૨૦૧૮માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ ૨૦૧૯થી ૨૦૨૧ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે ૨૦૨૧માં રાજીનામું આપ્યું હતું, પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

આ પણ વાંચો :-