વન નેશન વન ઇલેક્શન શું છે, કાયદેસર રીતે અમલીકરણ કરવા શું કરવું પડશે!

Share this story

વન નેશન, વન ઈલેક્શન માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરવામાં આવેલા 18,000થી વધુ પાનાના અહેવાલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ કહ્યું છે કે એકસાથે ચૂંટણી યોજવાથી વિકાસ પ્રક્રિયા અને સામાજિક સંકલનને પ્રોત્સાહન મળશે. આ સાથે લોકશાહી પરંપરાનો પાયો વધુ ઊંડો થશે અને તે ભારતની આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ કરશે. વન નેશન, વન ઈલેક્શનના મુદ્દે ઉચ્ચ સ્તરીય સમિતિએ ૬૨ રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો, જેના પર ૪૭ રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી હતી.

જેમાં ૩૨ પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું જ્યારે ૧૫ રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ગુરુવારે કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં આ ૫ મોટી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા વધી રહી હતી. તેથી તેમણે મોકાનો ફાયદો ઉઠાવી મધ્યસત્ર ચૂંટણી યોજી દીધી હતી. ગરીબી હટાવોનો નારો આપીને ચૂંટણીમાં તેઓ ઉતર્યા હતા. વિરોધીઓએ ઇન્દિરા હટાવોનો નારો આપ્યો હતો પણ ગરીબી હટાવોનો નારો મજબુત સાબિત થયો હતો અને ૧૮ માર્ચ ૧૯૭૧ના રોજ ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ફરી શપથ લીધા હતા.

ઈતિહાસમાં નોંધાયેલ રેકોર્ડ અનુસાર વર્ષ ૧૯૭૧માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલા કરવાની જરૂર ઉભી થઇ હતી. જોકે ચૂંટણીના નિયમ અનુસાર પાંચ વર્ષ પછી ૧૯૭૨માં થનાર હતી પરંતુ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બેંકોને રાષ્ટ્રીયકૃત કરી દીધી હતી. તેમણે પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશ બનાવ્યું હતું. કોંગ્રેસના પણ બે ભાગ થઇ ગયા હતા.

સમિતિએ કહ્યું છે કે, આવી સિસ્ટમ લાગુ કરવા માટે બંધારણની કલમ ૮૩ અને કલમ ૧૭૨માં સુધારો કરવાની જરૂર પડશે. સમિતિએ કહ્યું છે કે, આ બંધારણીય સુધારાને રાજ્યો દ્વારા બહાલી આપવાની જરૂર નથી. સમિતિએ બંધારણીય સુધારાની પણ ભલામણ કરી છે જેથી ૨૦૨૯ સુધીમાં લોકસભા, તમામ રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજી શકાય.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની આગેવાની હેઠળની સમિતિએ પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ૧૦૦ દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ સમિતિએ પોતાની ભલામણોમાં કહ્યું છે કે ત્રિશંકુ સ્થિતિ અથવા અવિશ્વાસ પ્રસ્તાવ અથવા આવી કોઈ સ્થિતિના કિસ્સામાં નવી લોકસભાની રચના માટે નવેસરથી ચૂંટણી યોજવામાં આવી શકે છે.