CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અસદુદ્દીન ઓવૈસી, અરજી દાખલ કરીને કર્યા અપીલ

Share this story

નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે સીએએ કાયદો બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. તે કલમ ૧૪, ૨૫ અને ૨૧નું ઉલ્લંઘન કરે છે આ સાથે ઔવેસીએ NRCનો મુદ્દો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે, CAAના અમલ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

AIMIM ચીફે કોર્ટને કહ્યું કે CAA પછી NRC દેશમાં આવી રહ્યું છે અને આ બંનેનું અપવિત્ર જોડાણ છે. NRC દ્વારા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે CAAથી ઉદ્દભવેલી દુષ્ટતા માત્ર નાગરિકતા આપવામાં ઘટાડો કરવાનું નથી, પરંતુ નાગરિકતા ન આપીને લઘુમતી સમુદાય સામે કાર્યવાહી કરીને તેમને અલગ પાડવાનો છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે, આદેશ બહાર પાડીને કહે કે, આ કાર્યવાહીના બાકી રહેલા સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિને નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૨(૧)(b)ની જોગવાઈઓનો આશરો લેવાની મંજૂરી આપવામાં આવશે નહી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સોમવારે CAA, ૨૦૧૯ લાગુ કર્યો અને તેના નિયમોને સૂચિત કર્યા. આ કાયદો ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરે છે. જો કે, CAA લાગુ થયા બાદ વિપક્ષ સતત કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.

આ પણ વાંચો :-