અમેરિકામાં એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓ કે ભારતીય મૂળના લોકોનો મોતનો સિલસિલો યથાવત છે. આ દરમિયાન અમેરિકાથી વધુ એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના ઓહિયો શહેરમાં આ ઘટના બની હતી. આ મામલે ન્યુયોર્કમાં સંચાલિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે, મૃત્યુનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોના મૃત્યુનો આ સતત ૧૦મો કિસ્સો છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ચની શરૂઆતમાં, ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થી યુએસના ક્લેવલેન્ડ વિસ્તારમાંથી ગુમ થઈ ગયો હતો, તેના દિવસો પછી પીડિતાના પરિવારને ખંડણીની માંગણી કરતો ફોન આવ્યો હતો. પરિવારે વિદેશ મંત્રાલયને તેમના પુત્રને શોધવા માટે વિનંતી કરી હતી.
કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થીના પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ઓહાયોના ક્લેવલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈના કમનસીબ મૃત્યુથી ખૂબ જ દુઃખી છું.
ભારતીય વાણિજ્ય દૂતાવાસના અહેવાલ અનુસાર આ વિદ્યાર્થીનું નામ ઉમા સત્ય સાઈ ગડ્ડે છે. તે ઓહાયોના ક્લિવલેન્ડમાં અભ્યાસ કરી રહ્યો હતો. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે અમે પીડિતના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. આ મામલે તેમને તમામ સપોર્ટ કરવામાં આવશે અને વિદ્યાર્થીના મૃતદેહને ભારત પહોંચાડવામાં તમામ મદદ કરવામાં આવશે.
આ પણ વાંચો :-

કોંગ્રેસ દ્વારા આજે વધુ છ નામોની જાહેરાત કરાવામાં આવી છે. આ જાહેર કરાયેલા નવા નામોની યાદીમાં, પાર્ટીએ ઉત્તર ગોવાથી રમાકાંત ખલાપ અને દક્ષિણ ગોવાથી કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસને ટિકિટ આપી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની ત્રણ બેઠકો અને દાદરા અને નગર હવેલી બેઠક માટે
પીએમ મોદીએ આગળ લખ્યું, આપણા બધા માટે ગર્વની વાત છે કે ભાજપ હંમેશા તેના વિકાસલક્ષી વિઝન, સુશાસન અને રાષ્ટ્રવાદી મૂલ્યોને સમર્પિત છે. ભાજપની સૌથી મોટી તાકાત તેના કાર્યકરો છે, જેઓ
વર્ષ ૨૦૨૨માં થયેલા બ્લાસ્ટના કેસની તપાસ કરવા જઈ રહેલી NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ NIA ટીમની કાર પર ઇંટો ફેંકવામાં આવી હતી, જેને કારણે
મેષઃ
RBI
આ નિર્ણયથી રાજ્યમાં ચાલતા લગભગ ૨૫,૦૦૦ મદરેસામાં અભ્યાસ કરતા ૧૭ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. ૨૦૧૮માં યુપી સરકારના આદેશ અનુસાર આ મદરેસાઓમાં વિજ્ઞાન, પર્યાવરણ, ગણિત જેવા વિષયો ભણાવવામાં આવે છે. મદરેસાઓ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે અહીં કુરાન એક વિષય તરીકે ભણાવવામાં આવે છે.
રાજસ્થાનના ચૂરુમાં પીએમ મોદીએ કહ્યું, ત્રણ તલાકથી મુસ્લિમ દીકરીઓના માથા પર તલવાર લટકતી રહેતી હતી, તેને હટાવીને મોદીએ દરેક મુસ્લિમ પરિવારની રક્ષા કરી છે. મુસ્લિમ પરિવારનો પિતા વિચારતો હતો કે દીકરીને લગ્ન કરીને તો મોકલી છે પરંતુ બેથી ત્રણ બાળક થયા બાદ દીકરીને ત્રણ તલાક બોલીને પરત મોકલી દેવામાં આવે તો શું થશે. મા, દીકરી અને ભાઇ દરેકને ચિંતા થતી હતી. મોદીએ તમામ મુસ્લિમ પરિવારનું જીવન બચાવ્યું છે. આપણે દેશને ઘણુ આગળ લઇને જવાનું છે, દેશમાં મોદીની ગેરંટીની ચર્ચા થઇ રહી છે. ભાજપ દરેક કામ કરે છે, આપણે મેનિફેસ્ટો જાહેર નથી કરતા પણ સંકલ્પપત્ર જાહેર કરીએ છીએ. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રના મોટા ભાગના વાયદા અમે પૂર્ણ કર્યા છે.
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વહેલી સવારે વેસુના આગમ શોપિંગ વોર્ડમાં નાનું પટેલ ઉર્ફે નાનીયાની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 