ઉત્તરપ્રદેશના મદરેસા બોર્ડ ચુકાદા હાઈકોર્ટના ચુકાદા ઉપર સુપ્રીમની રોક

Share this story

ઉત્તર પ્રદેશ સરકાર વતી એએસજી કેએમ નટરાજે કહ્યું કે અમે હાઈકોર્ટમાં તેનો બચાવ કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે કાયદો રદ કર્યા બાદ અમે નિર્ણય સ્વીકાર્યો છે. જ્યારે રાજ્યએ નિર્ણયનો સ્વીકાર કર્યો છે, ત્યારે રાજ્યને કાયદાના ખર્ચનો ભાર ઉઠાવી શકાય નહીં. યુપી મદરેસા બોર્ડ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટને આ એક્ટને રદ કરવાનો અધિકાર નથી.

ઉત્તરપ્રદેશ મદરેસા એજ્યુકેશન એક્ટ ગેરબંધારણીય છેઃ હાઇકોર્ટઆ નિર્ણયથી રાજ્યમાં ચાલતા લગભગ ૨૫,૦૦૦ મદરેસામાં અભ્યાસ કરતા ૧૭ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. ૨૦૧૮માં યુપી સરકારના આદેશ અનુસાર આ મદરેસાઓમાં વિજ્ઞાન, પર્યાવરણ, ગણિત જેવા વિષયો ભણાવવામાં આવે છે. મદરેસાઓ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે અહીં કુરાન એક વિષય તરીકે ભણાવવામાં આવે છે.

સુપ્રીમકોર્ટની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે મદરેસા બોર્ડનો ઉદ્દેશ્ય નિયામક છે. અલ્લાહાબાદ હાઈકોર્ટનું એમ કહેવું પહેલી નજરે ઠીક નથી કે મદરેસા એજ્યુકેશન બોર્ડની રચના સેક્યુલારિઝમ વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ અલ્લાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે યુપી સરકારને આદેશ આપ્યો હતો કે તે મદરેસાના વિદ્યાર્થીઓને સામાન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરે અને તેમનું નોમિનેશન કરાવે. અલ્લાહાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકાર પાસે એ સત્તા નથી કે તે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરે. આ ઉપરાંત સરકાર સ્કૂલના શિક્ષણ માટે કોઈ એવા બોર્ડની રચના ન કરી શકે જે હેઠળ કોઈ ખાસ ધર્મ અને તેના મૂલ્યોનું શિક્ષણ અપાતું હોય. હાઈકોર્ટના આ ચુકાદાને મદરેસા અજિજિયા ઈજાજતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.

વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક વિષયો બે અલગ અલગ મુદ્દા છે. તેથી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવો જોઈએ. સિંઘવીએ કહ્યું કે જો તમે એક્ટને રદ કરો છો, તો તમે મદરેસાઓને અનિયંત્રિત કરો છો. પરંતુ ૧૯૮૭ના નિયમોને સ્પર્શવામાં આવ્યો નથી. હાઈકોર્ટનું કહેવું છે કે જો તમે ધાર્મિક વિષય ભણાવો છો તો તે ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. જ્યારે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ધાર્મિક શિક્ષણનો અર્થ ધાર્મિક સૂચના નથી.

આ પણ વાંચો :-