ગુજરાત સહિત દેશભરમાં ભાજપ સ્થાપના દિવસના અવસરે અનોખી રીતે ઉજવણી

Share this story

આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે. પાર્ટીની મધ્યપ્રદેશ એકમ આ વખતે સ્થાપના દિવસને યાદગાર બનાવવા માંગે છે. એટલા માટે આ દિવસે લગભગ એક લાખ લોકોને પાર્ટીમાં સામેલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

In a first, BJP to carry out on-spot verification of those signing up to be a memberપીએમ મોદીએ આગળ લખ્યું, આપણા બધા માટે ગર્વની વાત છે કે ભાજપ હંમેશા તેના વિકાસલક્ષી વિઝન, સુશાસન અને રાષ્ટ્રવાદી મૂલ્યોને સમર્પિત છે. ભાજપની સૌથી મોટી તાકાત તેના કાર્યકરો છે, જેઓ ૧૪૦ કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દિનરાત મહેનત કરી રહ્યા છે. દેશના યુવાનો ભાજપને એક એવી પાર્ટી તરીકે જુએ છે જે તેમના સપના સાકાર કરવા અને 21મી સદીમાં ભારતને મજબૂત નેતૃત્વ આપવા સક્ષમ છે.

પાર્ટીના પ્રદેશ મહાસચિવ અને ધારાસભ્ય ભગવાન દાસ સબનાનીએ જણાવ્યું છે કે, શનિવારે સવારે ૯:૩૦ વાગ્યે પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં ધ્વજવંદન કરવામાં આવશે. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભોપાલના બૂથ પર પહોંચીને લાભાર્થીઓનો સંપર્ક કરશે. સ્થાપના દિવસ નિમિત્તે રાજ્ય અને જિલ્લા કચેરીઓમાં વિશેષ શણગાર કરવામાં આવશે.

BJPના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાન વોર્ડ પ્રમુખ કમલેશભાઈ બેંકરના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ લગાવ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું છે, રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વિકાસની રાજનીતિનો આગવો પથ કંડાર્યો છે.

આ પણ વાંચો :-