પ.બંગાળમાં ED બાદ હવે NIAની ટીમ પર હુમલો, કાર પર ઈંટો ફેંકાઈ

Share this story

પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં ઈડીની ટીમને નિશાન બનાવાયા બાદ હવે પૂર્વ મેદિનીપુરમાં ભૂપતિનગર ખાતે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએની ટીમ પર જોરદાર હુમલો કરાયાના અહેવાલ સામે આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર એનઆઈએની ટીમ શનિવારે તપાસ માટે અહીં પહોંચી હતી. ત્યારે જ તપાસકારોની ટીમના કાફલાની કાર સાથે તોડફોડ કરાયાનો આરોપ લાગ્યો છે.

વર્ષ ૨૦૨૨માં થયેલા બ્લાસ્ટના કેસની તપાસ કરવા જઈ રહેલી NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ NIA ટીમની કાર પર ઇંટો ફેંકવામાં આવી હતી, જેને કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન પહોંચ્યું છે. જો કે હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી.

NIAએ દાવો કર્યો છે કે બે વ્યક્તિને પૂછપરછ માટે લઇ જતી વખતે જ તેમની ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. NIAની ટીમ વિસ્તારમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે ભૂપતિનગર પહોંચી હતી. જ્યારે ટીમના અધિકારીઓ બે લોકોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગામના લોકોએ NIAની ગાડીને ઘેરી લેતાં બંનેને મુક્ત કરવાની માગ કરી અને પછી તોડફોડ મચાવતા હુમલો કરી દીધો. આ હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો :-