કોંગ્રેસે લોકસભા ઉમેદવારોની નવી યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે

Share this story

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. કોંગ્રેસના આ લિસ્ટમાં ગોવા, મધ્યપ્રદેશ અને દાદરની ૬ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. મધ્યપ્રદેશની ગ્વાલિયર બેઠક પરથી પ્રવીણ પાઠકને અને સત્યપાલ સિંહ સિકરવારને મોરેનાથી ટિકિટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની આ ૧૪મી યાદી છે.

કોંગ્રેસ દ્વારા આજે વધુ છ નામોની જાહેરાત કરાવામાં આવી છે. આ જાહેર કરાયેલા નવા નામોની યાદીમાં, પાર્ટીએ ઉત્તર ગોવાથી રમાકાંત ખલાપ અને દક્ષિણ ગોવાથી કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસને ટિકિટ આપી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની ત્રણ બેઠકો અને દાદરા અને નગર હવેલી બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના મુરેનાથી સત્યપાલ સિંહ સિકરવાર, ગ્વાલિયરથી પ્રવીણ પાઠક અને ખંડવાથી નરેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.

કોંગ્રેસે તેની ૧૪ યાદીમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ૧૪મી યાદી જાહેર થયા પહેલા પાર્ટીએ ૧૩ અલગ-અલગ લિસ્ટમાં ૨૩૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, શુક્રવારે વધુ ૫ ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આ સંખ્યા વધીને ૨૪૧ થઈ ગઈ છે. દેશમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી ૧૯ એપ્રિલથી શરૂ થશે. ૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂનના રોજ વધુ છ તબક્કામાં મતદાન થશે અને મત ગણતરી ૪ જૂન, ૨૦૨૪ના રોજ થશે.

કોંગ્રેસે ગુજરાતની ત્રણ બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠક પરના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાજ્યની ૨૬ બેઠકોમાંથી ૨૨ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ પર નામ જાહેર કરવાના બાકી છે.

આ પણ વાંચો :-