PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, હું દરેક મુસ્લિમ પરિવારની રક્ષા કરી છે

Share this story

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચરુમાં એક જનસભાને સંબોધિ હતી. વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે રાજસ્થાન સહિત સમગ્ર દેશે ત્રીજી વાર પણ કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવાનો સંકલ્પ લઈ લીધો છે. સાથે સાથે મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને તેને અભિનંદન પણ કર્યા હતા, આ વેળાએ તેમણે કહ્યું કે, ‘ચરુએ બતાવી દીધું કે આ વખતે ૪ જૂન ૪૦૦ પાર… થવા જઈ રહ્યું છે

How BJP turned Gujarat election into PM Modi vs the Rest - India Todayરાજસ્થાનના ચૂરુમાં પીએમ મોદીએ કહ્યું, ત્રણ તલાકથી મુસ્લિમ દીકરીઓના માથા પર તલવાર લટકતી રહેતી હતી, તેને હટાવીને મોદીએ દરેક મુસ્લિમ પરિવારની રક્ષા કરી છે. મુસ્લિમ પરિવારનો પિતા વિચારતો હતો કે દીકરીને લગ્ન કરીને તો મોકલી છે પરંતુ બેથી ત્રણ બાળક થયા બાદ દીકરીને ત્રણ તલાક બોલીને પરત મોકલી દેવામાં આવે તો શું થશે. મા, દીકરી અને ભાઇ દરેકને ચિંતા થતી હતી. મોદીએ તમામ મુસ્લિમ પરિવારનું જીવન બચાવ્યું છે. આપણે દેશને ઘણુ આગળ લઇને જવાનું છે, દેશમાં મોદીની ગેરંટીની ચર્ચા થઇ રહી છે. ભાજપ દરેક કામ કરે છે, આપણે મેનિફેસ્ટો જાહેર નથી કરતા પણ સંકલ્પપત્ર જાહેર કરીએ છીએ. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રના મોટા ભાગના વાયદા અમે પૂર્ણ કર્યા છે.

ચુરુની જનતા વચ્ચે પહોંચેલા PM મોદીએ કહ્યું કે અમારું સામાજિક માળખું એવું છે કે ઘર, ગાડી, ખેતર સહિત બધું જ માણસના નામે છે. પરંતુ મોદીએ નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ ઘર મહિલાઓના નામે રહેશે. તેમણે કહ્યું કે જ્યારે રાજસ્થાનનો વિકાસ થશે ત્યારે ભારતનો પણ વિકાસ થશે. PM મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં દેશ માટે કરેલા કાર્યોથી વિકસિત ભારતનો પાયો તૈયાર થયો છે.