Home Blog Page 791

ગુજરાતની શાંતિને કોણ પલીતો ચાંપવા ઇચ્છે છે, ક્ષત્રિયોને શાંત કરી શકે એવો એક પણ મરદ આગેવાન નથી?

• ભલે પુરાવા ન હોય પરંતુ કોઇક તો આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે, રૂપાલાએ ત્રણ ત્રણ વખત માફી માંગી પછી પણ ઉકેલ કેમ નથી આવતો?

• જાતિવાદના ઝેરના ગુજરાતે ભૂતકાળમાં અનેક કડવા અનુભવો કર્યા છે, શાંત અને સમૃધ્ધ ગુજરાતમાં અશાંતિનો પલીતો ચંપાઇ ત્યાર પહેલા સરકાર અને આગેવાનો નહીં જાગે તો કોણ જાગશે?

• હજુ પણ મોડંુ થયું નથી, ચૂંટણીમાં ઉમેદવારી, પ્રચાર-રેલી, સૂત્રોચ્ચાર સાથે સરઘસના ટોળા નીકળવાની શરૂઆત થાય ત્યાર પહેલા જ મામલો દફનાવી દેવામાં જ શાણપણ ગણાશે. 

કારણ ગમે તે હોય પરંતુ પુરૂષોત્તમ રૂપાલાના રાજા, મહારાજા અંગેના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો સાતમા આસમાને છે. વળી આ વખતે માત્ર ક્ષત્રિય પુરૂષો જ નહીં, ક્ષત્રિય મહિલા આગેવાનો પણ મેદાનમાં ઊતરી આવતા ગુજરાતના સમાજજીવનના પેટાળમાં કંઇક ધુંધવાટ હોવાનો ભાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં ક્ષત્રિયોના આંદોલન સાથે રાષ્ટ્રીય કક્ષાએ પણ એવો અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ભાજપે ‌િટ‌િકટો આપવામાં ક્ષત્રિયોની બાદબાકી કરી છે. કેટલાક લોકો તો ક્ષત્રિય સમાજના ધુંધવાટને વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અ‌િમત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચેના ‘કોલ્ડવોર’નું કારણ ગણાવી રહ્યા છે. વળી નજીકના દિવસોમાં બનેલી ઘટનાઓ જોતા ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ ક્ષત્રિયોના સંમેલનો યોજાઇ ગયાં. આ બધાં જ સંમેલનોનો નિચોડ જોવામાં આવે તો એક વાત તરી આવે છે કે ક્ષત્રિય સમાજને ભાજપ કે મોદી સામે વાંધો નથી, પરંતુ ભાજપની ‌િટ‌િકટોની ફા‍ળવણીમાં ક્ષત્રિય સમાજ ઉપર ફેરવવામાં આવેલી કાતરને કારણભૂત માનવામાં આવે છે.

ખરેખર જોવા જઇએ અને ક્ષત્રિયોની વાતમાં દમ હોય તો ચોક્કસ કહી શકાય કે ભાજપ નેતૃત્વએ ‌િટ‌િકટોની ફા‍ળવણી કરવામાં ક્ષત્રિયો સાથે ચોક્કસ અન્યાય કર્યો હશે. કારણ ભાજપના ઉદય પાછળ ક્ષત્રિય સમાજનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. છેવાડાના ગામડાથી શરૂ કરીને ભાજપને દિલ્હીના ‘તખ્ત’ સુધી પહોંચાડવામાં ક્ષત્રિય સમાજની ખૂબ મોટી ભૂમિકા રહી છે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપના ઉદય માટે ક્ષત્રિય સમાજ ઉપરાંત પાટીદાર સમાજનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતનો પાટીદાર સમાજ ખમતીધર સમાજ છે અને હવે તો આર્થિક મોરચે પણ પાટીદાર સમાજ ખૂબ જ મજબૂત બનીને ઊભરી આવ્યો છે. એટલે સ્વાભાવિક રીતે સરકારમાં પણ મજબૂત સમાજનું પ્રભુત્વ રહેવાનું અને મજબૂત સમાજ એવું પણ ઇચ્છે કે સરકારમાં મુખ્યમંત્રી પણ અમારા જ સમાજનો હોય, પરંતુ ગુજરાત સરકારમાં માત્ર પાટીદારો જ નહીં, સર્વ સમાજના લોકો સમતોલ હોદ્દા ભોગવી રહ્યા છે. વળી અત્યાર સુધી તો રાજ્યનું ગૃહમંત્રાલય જેવું મહત્ત્વનું મંત્રાલય પણ ક્ષત્રિયની પાસે હતું.

ગુજરાતનો ઇતિહાસ તપાસવામાં આવે તો આજ પર્યન્ત પાટીદાર સમાજ અને ક્ષત્રિયો વચ્ચે કોઇકને કોઇક કારણોસર ખટરાગ ચાલતો આવ્યો છે. નજીકના ભૂતકાળમાં ખાસ કરીને ગામડાઓમાં આ બે સમાજ વચ્ચે ખટરાગની વધુ અસરો જોવા મળતી હતી અને એટલે જ ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર સમાજના પરિવારોનું શહેરો તરફ સ્થળાંતર થવાની શરૂઆત થઇ હતી. સુરત પહેલા અમદાવાદની કાપડમિલોમાં સેંકડો પાટીદારો કામે લાગ્યા હતા અને ત્યાર બાદ અનુક્રમે સુરત અને મુંબઇ તરફ પ્રવાહ વહયો હતો અને આજના તબક્કે દુનિયાનો કોઇ દેશ એવો નહીં હોય કે ત્યાં પાટીદાર ન હોય. વળી, ખેતી છોડીને બહાર નીકળેલા પાટીદારોએ અઢળક કમાણી પણ કરવા ઉપરાંત સમગ્ર સમાજને સધ્ધર બનાવ્યો છે. જૂની પેઢીના લોકો ભણી શક્યા નહોતા, પરંતુ તેમનુ નહીં ભણી શક્યાના દર્દના પ્રશ્ચાતાપરૂપે આજે નવી પેઢીને ભણાવી રહ્યા છે અને પાટીદાર સમાજના સંતાનો સનદી અધિકારી બનીને ઉચ્ચકક્ષાએ બેસે આ પાટીદાર સમાજની તમન્ના છે અને એટલે જ પ્રત્યેક મહાનગરોમાં પાટીદાર સમાજની શિક્ષણ સંસ્થાઓ, હોસ્ટેલો ઊભી કરવામાં આવી રહી છે અને સમાજના આગેવાનો પણ બે હાથે ડોનેશન આપી રહ્યા છે.

ખેર, આ બધાની વચ્ચે હજુ પેલુ વૈમનસ્ય ભુલાયું નથી છાશવારે અથવા કોઇક અનિચ્છનીય ઘટના બનવા પામે એટલે ભુલાઇ ગયેલા જખમને ખોતરીને તાજું કરવામાં આવે છે. બલ્કે એવું કહી શકાય કે હિંદુ-મુસ્લિમ વચ્ચે અઘોષિત કોમવાદ જેવી આ પણ એક સમસ્યા છે.

આ વૈમનસ્યનો કાયમી અંત લાવવા સરકાર કે સામાજિક લેવલે પ્રામાણિકતાથી પ્રયાસ કરવામાં આવ્યા નથી અને એટલે જ સામાજિક ઐકયના તાણાવાણા અમંગળ ઘટનાઓ વિખેરી નાંખે છે.

ગુજરાતમાં અનેક વખત સંઘર્ષની ઘટનાઓ બનવા પામી છે. ભૂતકાળમાં રાજ્યના આરોગ્યમંત્રી વલ્લભભાઇ પટેલની રાજકોટ સિવિલ હોસ્પિ.ની મુલાકાત દરમ્યાન બનેલી હત્યાની ઘટના આજે પણ વાત કરતા રૂંવાડા ઊભા થઇ જાય એવી હતી. ત્યાર બાદ ગોંડલમાં રાષ્ટ્રીયપર્વે ધ્વજવંદન કરતી વખતે ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા(પટેલ)ની હત્યાએ સમગ્ર ગુજરાતને ધ્રુજાવી નાંખ્યુ હતું અને ત્યાર બાદ ભાવનગર જિલ્લામાં પાટીદાર સમાજના ૧૧ લોકોની સામૂહિક હત્યાની ઘટના આજે પણ વાત કરતા ધ્રુજી જવાય એવી ઘટનાઓ હતી. આવી તો અનેક ઘટનાઓ પાછળ કોઇ વાડી કે ગરાસના ઝઘડાઓ નહોતા પરંતુ સામાજિક વૈમનસ્ય વધુ કારણભૂત હતું આ ઘટનાઓ સમયના ભૂતકાળમાં ધરબાઇ ગઇ છે પરંતુ લોકોના દિલો-દિમાગમાં પડેલા જખમની નિશાનીઓ હજુ રૂંઝાઇ નથી. પરિણામે ક્યારેક ને ક્યારેક માનસપટમાં ઝીંકાયેલા ઘા ફરી તાજા થઇ આવે એ સ્વાભાવિક છે.

એક શિક્ષક કરતા પણ વધુ સાહિત્યકાર કહી શકાય એવા ભાજપના વરિષ્‍ઠ આગેવાન અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના મોઢામાંથી અનાયાસે બોલાયેલા શબ્દોએ ધુંધવાતી આગને ફરી તાજી કરવાની તક આપી હતી. રૂપાલાના વિરોધ પાછળનું સાચું કારણ જે હોય તે, પરંતુ નજર સામેનું કારણ એવું દર્શાવાઇ રહ્યું છે કે રૂપાલાએ ‌ક્ષત્રિય સમાજની મા-બેન દીકરી માટે નીચા જોવાનું થાય એવા શબ્દ પ્રયોગ કર્યા હતા.

અલબત્ત રાજકોટની ઘટના અને વક્તવ્ય બાદ રૂપાલાએ ત્રણ-ત્રણ વખત ક્ષત્રિય સમાજની ‌માફી માંગી હતી. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ રૂપાલા અને ભાજપ પક્ષવતી ક્ષત્રિય સમાજ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી અને તેમ છતાં ક્ષત્રિયોનો ગુસ્સો શાંત થતો નથી તો કોઇક ચોક્કસ કારણ હશે જ, અન્યથા ક્ષત્રિયના ધર્મ મૂજબ શરણે આવેલાને માફ નહીં કરે એવું શક્ય બને જ નહીં.

ક્ષત્રિયો ભાજપ સાથે હોવા છતાં તેમની જીદ છે કે પુરૂષોત્તમ રૂપાલાની ‌િટ‌િકટ કાપીને નવો ઉમેદવાર મૂકવામાં આવે આ ઉમેદવાર પાટીદાર સહિત કોઇપણ સમાજનો હોય તો ક્ષત્રિયોને વાંધો નથી. આ તરફ ભાજપના નેતૃત્વએ પણ રહસ્ય જાળવી રાખ્યું છે અને રૂપાલાની ‌િટ‌િકટ કાપવાના મૂડમા હોય એમ લાગતું નથી. બની શકે કે ભાજપ નેતાગીરીને વિશ્વાસ હશે કે સમય જતા બધુ શાંત થઇ જશે. વચ્ચે થોડા દિવસ મામલો શાંત પણ થઇ ગયો હતો, પરંતુ પાછલા કેટલાક દિવસોથી વધુ આગળ પ્રસરી રહ્યો છે અને બધું શાંત પડી જશે એવું માનીને બેસી રહેવામાં આવશે તો કદાચ ચૂંટણી ટાણે મામલો વધુ વિસ્ફોટક બની શકે. ભાજપ પક્ષ અને સરકાર કક્ષાએ સમજાવટના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ પૂરી સક્રિયતા હોય એવું જણાતુ નથી. સરકાર અને સમાજ જો બન્ને આ મુદ્દે ગંભીર નહી બને તો અનિચ્છનીય પરિણામો પણ આવી શકે, કારણ ‌ક્ષત્રિય સમાજ હવે કસોટીની એરણ સુધી પહોંચી ગયો હોવાથી હવે વધુ કસોટીની રાહ જોયા વગર ગુજરાતના અને સમાજના હિતમાં પણ અસંતોષની આગને ઝડપથી ઓલવી નાંખવામાં આવશે એટલું જ ગુજરાતનું ‌િહત હશે. આંદોલન પાછળ કોણ છે? કોણ દોરીસંચાર કરી રહ્યું છે? આ મુદ્દામાં પડ્યા વગર ગુજરાતના સામાજિક જીવનની શાંતિ માટે પણ મામલો ઝડપથી પતી જાય એવા પ્રયાસો કરવા અનિવાર્ય છે.

૧૨ એપ્રિલ, ૨૦૨૪/ આ રાશિ માટે શુક્રવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

સ્વભાવમાં ઉગ્રતા જળવાય. આવકનું પાસુ મજબુત બને. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં શાંતિ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી. માતાની તબિયત સાચવવી.

વૃષભ

વિજાતિય વ્યક્તિઓ તરફ આકર્ષણ વધે. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. જીવનસાથી સાથે આનંદની પળો માણી શકો. આર્થિક મોરચે સફળતા મળતી જણાય. સોબતથી સાચવવું. ડાબા હાથની કાળજી રાખવી.

મિથુન

વાણી દ્વારા કરવામાં આવતા ધંધા, જેવા કે એડવોકેટ, વીમા એજન્ટ, સેલ્સમેન,માં લાભ. નાણાંકીય આવક અંગે મધ્યમ દિવસ. પરિવારમાં શાંતિ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. લોહીની ઉણપથી થતા રોગોથી સાચવવું.

કર્ક

આર્થિક બાબતો માટે ઉત્તમ દિવસ. મિત્રો તરફથી સારો સહકાર મળતાં આનંદનો અનુભવ થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. આરોગ્ય જળવાય.

 

‌સિંહ

નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. અનાજ, કરીયાણું, ઠંડાપીણા તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ ફાયદો, માતા-પિતા વડીલોનો સહકાર મળે. ઉપરી અધિકારી સાથે મનમેળ રહે. શરદી-ખાંસીથી સાચવવું.

કન્યા

ભાગ્યનો સરસ સાથ મળતો જણાય છે. ઓછી મહેનતે વધુ આર્થિક લાભ પ્રાપ્‍ત થાય. નાના પ્રવાસના યોગ બને છે. નોકરીધંધામાં શાંતિ, સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

તુલા

નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. સ્વાસ્થ્યની સાવચેતી રાખવી જરૂરી. પેટની તકલીફો રહે. પરિવારના સ્ત્રી વર્ગને સંઘર્ષ. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો.

વૃ‌‌શ્ચિક

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. પત્નીના નામ પર કરેલા રોકાણોમાં વિશેષ ફાયદો મળતો જણાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃધ્ધિ શક્ય બને.

ધન

માનસિક ચિંતા વાળુ વાતાવરણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાનાભાઇ બહેનની તબિયતનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે. મગજની ઇજા અંગે વિશેષ સાવધાની જરૂરી. સોબતની કાળજી રાખવી.

મકર

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે. ધંધામાં ભાગીદારોનું વર્તન બગડતું જણાય. સંતાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. આંખ તથા હાડકાના રોગોની કાળજી રાખવી.

કુંભ

સ્થાવર જંગમ મિલકતના સુખમાં વધારો થતો જણાય. મિલકતનું ખરીદ વેચાણ શક્ય બને. નવા વાહનની ખરીદી કરી શકાય. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

મીન

આત્મવિશ્વાસમાં વધારો થાય. નવા કાર્યની શરૂઆત સફળતાપૂર્વક કરવાનું શક્ય બને. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમભાવમાં વધારો થાય. સંતાન સાથે વાદવિવાદ ટાળવા. સાંધાના દુઃખાવાથી સાચવવું.

CBIએ દિલ્હી લિકર પોલીસી મામલે BRS નેતા કે. કવિતાની ધરપકડ

0

CBIએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે.કવિતાની ધરપકડ કરી છે. કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે. કવિતાની સીબીઆઇએ જેલમાં પૂછપરછ કરી હતી. કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ૧૫ માર્ચે કથિત કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ અગાઉ કોર્ટે વચગાળાની જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે, તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તેમને રાહત આપવામાં આવે તો તેઓ આગળ પણ આવું કરી શકે છે.

સીબીઆઈએ આજે કવિતાની જેલમાંથી ધરપકડ કરી છે અને ૨૪ કલાકમાં તેમને કોર્ટમાં રજૂ કરી કસ્ટડીની માંગણી કરશે. સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અને ૧૨૦B કાવતરા હેઠળ એક્સાઈઝ કૌભાંડની એફઆઈઆર નોંધી હતી, ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં ખુલાસો થયો કે કે. કવિતાએ આમ આદમી પાર્ટી (AAP)ને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ અપાવી હતી.

આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે. કેજરીવાલ ૧૫ એપ્રિલ સુધી કસ્ટડીમાં છે. કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૧ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલ નંબર વનમાં બંધ છે. આ કેસમાં આપના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે જેલની બહાર છે.

હરિયાણામાં સ્કૂલ-બસ પલટી, ૮ બાળકનાં મોત, ૧૫થી વધુ બાળકો ઘાયલ

0

હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી સ્કૂલ બસ પલટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ૮ બાળકોના મોત થયા છે જ્યારે ૧૫ બાળકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી બાદ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું કહેવાય છે.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉદયભાને જણાવ્યું કે બસ કનિના શહેરમાં આવેલી જીએલપી નામની ખાનગી શાળાની હતી. આજે ઈદની રજા હતી, પરંતુ રજાના દિવસે શાળા કેમ ખોલવામાં આવી તેની તપાસ કરવામાં આવશે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ડ્રાઈવર નશામાં હતો, તેની પણ તપાસ કરવામાં આવશે. ઘાયલ બાળકોની હાલત ખતરાની બહાર છે.

પોલીસને મળેલી માહિતી મુજબ બસમાં કુલ ૨૦-૨૫ બાળકો હતા. ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેસની તપાસ હજુ ચાલી રહી છે.ચાલક ઊંઘતો હતો કે નશો કર્યો હતો તેની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તે પછી પણ ખાનગી શાળાએ રજા જાહેર કરી ન હતી.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે હરિયાણાના મહેન્દ્રગહમાં સ્કૂલ બસના અકસ્માતની ઘટના ખૂબ જ દુઃખદ છે મારી સંવેદના મૃત બાળકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલ બાળકોને મદદ કરી રહ્યું છે હું તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છુ.

લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. આજે તેઓ ભાજપમાં જોડાશે, પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ સામે આવ્યું છે. રોહન ગુપ્તા કોગ્રેસના આઇટી સેલના ચેરમેન રહી ચૂક્યાં છે. ઉલ્લેખનિય છે કે, રોહન ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. તેઓ પહેલાથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેમના પર લાગી ચૂક્યાં છે. તેઓ હાલ દિલ્લીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. રોહન ગુપ્તા પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. આ તરફ જાહેરાત થયા બાદ ચૂંટણી લડવાનો ઈનકાર કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર સામે આવ્યા છે કે, રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચુંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે તેઓ ભાજપમાં જોડાશે.

અગાઉ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું ત્યારે રાજકીય ગરમાવો આવી ગયો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું હતું.

૧૧ એપ્રિલ, ૨૦૨૪ / આજ ના દિવસે આ રાશિના જાતકોને કામકાજમાં મળશે સફળતા, ધંધામાં ઉભી થશે નવી તકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષ

નાણાંકીય આવક વધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ રહે. નવા રોકાણોનું ફાયદા કારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકુળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભ

વાયુ કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જ‍ળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજી‍ંગ જેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિયપાત્રનું મિલન શક્ય બને.

મિથુન

મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નિની તબિયતની કાળજી જરૂરી. નોકરી-ધંધામાં સફળતા વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું.

કર્ક

દિવસ દરમ્યાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ટા‍ળવો.

સિંહ

વિચારો ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી. આવક વધતી જણાય. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

કન્યા

વાણી દ્વારા વ્યવહારમાં સફળતા મળે. આર્થિક ઉપાર્જન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. મિત્રોથી લાભ. જાણીતી વ્ય‌િક્ત દ્વારા દગા-ફટકાનો ભોગ બનવાથી સાવધ રહેવું.

તુલા

પરિવારમાં મતભેદ ન થાય એનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતિથી દિવસ પસાર કરવો.

વૃશ્ચિક

વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ, રંગ, ટાયર-ટ્યુબના ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય સુખમાં આનંદ. પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.

ધન

મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજના રોગોથી સાવચેતી જરૂરી. પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા. માન-સન્માન વધે.

મકર

માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે સાથે ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ-પત્ની ના સંબંધોમાં મધુરતા વધે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભ

આવક જડળવાશે. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય જળવાય.

મીન

જુસ્સામાં શક્તિમાં વધારો થાય. આત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

KGથી PG સુધી મફત શિક્ષણ, મનરેગાનું વેતન વધારવાનું વચન સાથે સપાએ ઘોષણાપત્ર બહાર પડ્યું

0

ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનની આગેવાની કરી રહેલી સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે સપાના વડા અખિલેશ યાદવે લોટ અને ડેટાના અધિકાર વિશે વાત કરી અને શિક્ષણનો પણ ઉલ્લેખ કર્યો છે. સપાએ તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોથી લઈને મજૂર વર્ગ સુધી સમાજના દરેક વર્ગને આકર્ષવા માટે આકર્ષક વચનો આપ્યા છે. ચાલો જોઈએ સપાના મેનિફેસ્ટોના ૧૧ મોટા વચનો.

ચીફ અખિલેશ યાદવે કહ્યું, “અમે અમારા વિઝન ડોક્યુમેન્ટનું નામ ‘જનતા કા માંગ પત્ર, હમારા અધિકાર’ રાખ્યું છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં મુખ્ય માંગણીઓ છે- બંધારણના રક્ષણનો અધિકાર, લોકશાહીના રક્ષણનો અધિકાર, મીડિયાની સ્વતંત્રતાનો અધિકાર અને સામાજિક ન્યાયનો અધિકાર. દેશના વિકાસ માટે સામાજિક ન્યાયનો અધિકાર જરૂરી છે. અખિલેશ યાદવે કહ્યું કે યુવાનો બેરોજગાર છે. બેરોજગારી ૮૦ ટકા પર પહોંચી ગઈ છે. ગામમાં ૮૦ ટકા સુધી બેરોજગારી છે. ઉત્તર પ્રદેશની હાલત વધુ ખરાબ છે. સરકાર અનામત આપવા માંગતી નથી એટલે જ નોકરી આપવા માંગતી નથી. ભાજપે રાજ્યમાં જાણી જોઈને પેપર લીક કરાવ્યા છે.

જણાવી દઈએ કે સપાના ઢંઢેરા અનુસાર લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં INDIA ગઠબંધનની સરકાર બનશે તો જાતિવાર વસ્તી ગણતરી કરવામાં આવશે, સામાજિક ન્યાય, ખેડૂત કલ્યાણ, યુવા કલ્યાણ, આટા અને ડાટાનો અધિકાર, શિક્ષણ અને આરોગ્ય તેમજ મહિલા સશક્તિકરણના વિવિધ મુદ્દાઓ પર ઘણા વચનો આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે INDI ગઠબંધન હેઠળ સપા ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦માંથી ૬૨ બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસ ૧૭ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય ભદોહી લોકસભા સીટ તૃણમૂલ કોંગ્રેસને આપવામાં આવી છે.

છત્તીસગઢના દુર્ગમાં બસ ૫૦ ફૂટ ખીણમાં ખાબકતા ૧૨ લોકોના મોત, ૨૦થી વધુ ઘાયલ

0

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે રાત્રે કર્મચારીઓથી ભરેલી બસ ૫૦ ફૂટ ઊંડા ખાણના ખાડામાં પડતાં ૧૨ લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે. આ કર્મચારીઓ કેડિયા ડિસ્ટિલરી કંપનીમાં કામ કરતા હતા. દુર્ઘટના બાદ કંપનીએ મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા, એક સભ્યને નોકરી અને ઘાયલોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું છે. પીએમ મોદી અને રાજ્ય પ્રમુખ વિષ્ણુ દેવ સાંઈએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

આ દુર્ઘટના કુમ્હારીના ખાપરી રોડ પર મુરુમ ખાણ પાસે થઈ હતી. તમને જણાવી દઈએ કે કેડિયા ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ પ્લાન્ટમાંથી કામ કરીને બસ દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બસ બેકાબુ થઈ ગઈ અને ૫૦ ફૂટ ઊંડા ખાણના ખાડામાં પડી હતી. આ અકસ્માત થયો ત્યારે બસમાં ૪૦ કર્મચારીઓ હતા. દુર્ઘટના બાદ સીએમ વિષ્ણુ દેવે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર હાલમાં SDRF અને પોલીસની ટીમ આ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આ સાથે ઘટના સ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બસ પરત ફરતી વખતે ખાપરી રોડ પર પારાની ખાણની મુરુમ ખાણમાં પડી હતી.

પીએમ મોદી ઉપરાંત રાજ્યના સીએમ વિષ્ણુ દેવ સાઈએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે દુર્ગના કુમ્હારી પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસના અકસ્માત અંગે દુઃખદ માહિતી મળી છે.આ અકસ્માતમાં ૧૨ કર્મચારીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. હું મૃતકના આત્માને શાંતિ અને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.તેમના ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

ભાજપે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ૧૦મી યાદી જાહેર કરી

0

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા મુખ્યાલય પ્રભારી અરુણ સિંહે બીજેપી ઉમેદવારોની ૧૦મી લિસ્ટ જાહેર કરી છે. ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ આ વખતે કપાઇ ગઇ છે. તેના સ્થાને ભાજપે સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત અલ્હાબાદ લોકસભા સીટ માટે પણ બીજેપીએ આ વખતે ઉમેદવારો બદલી નાંખ્યા છે. રીટા બહુગુણા જોશી અહીંથી બીજેપીની વર્તમાન સાંસદ છે પરંતુ ભાજપે આ વખતે નીરજ ત્રિપાઠીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જણાવી દઇએ કે, અલ્હાબાદ લોકસભા સીટની ગણતરી હંમેશા વીવીઆઇપી સંસદીય ક્ષેત્રોમાં થાય છે. આ લોકસભા સીટે દેશને ઘણા પ્રધાનમંત્રી આપ્યા છે.

આ સિવાય આસનસોલથી શત્રુઘ્ન સિંહા સામે એસએસ અહલુવાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના નેતાએ યુપીની બલિયા સીટ પરથી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ટિકિટ આપી છે. આ સિવાય પારસનાથ રાયને યુપીના ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈ અને સપાના ઉમેદવાર અફઝલ અન્સારી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે યુપીની ફુલપુર બેઠક પરથી પ્રવીણ પટેલ અને અલ્હાબાદ બેઠક પરથી વર્તમાન સાંસદ રીટા બહુગુણા જોશીની ટિકિટ રદ કરીને નીરજ ત્રિપાઠીને આપવામાં આવી છે. બી.પી. સરોજને યુપીના મછલીશહરથી ટિકિટ આપવામાં આવી છે. વિનોદ સોનકરને કૌશામ્બીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે મૈનપુરી સીટ પર સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ સામે જયવીર ઠાકુરને ટિકિટ આપી છે. હાલમાં તેઓ યુપીની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી છે.

પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં એક ચૂંટણી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ૨૦૨૨માં ભૂપતિનગરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ૩ લોકોનાં મોત થયા હતા. મને એક વાત કહો કે બોમ્બ વિસ્ફોટો કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ કે નહીં? હાઈકોર્ટે તેમની તપાસ NIAને સોંપી અને મમતા દીદી NIA વિરુદ્ધ કેસ નોંધીને આરોપીઓને બચાવવા માગે છે. આખો દેશ વિકાસના માર્ગે આગળ વધ્યો છે, પરંતુ આપણું બંગાળ પાછળ રહી ગયું છે.

ગુજરાતમાં હળવા ચક્રવાત સાથે આ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ૧૨ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમ્યાન રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવીટી થવાની આગાહી કરી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. પ્રિ-મોન્સુન ઓક્ટિવીટીના કારણે હાલ ગરમીનું પ્રમાણ ઘટી શકે છે. ૨૦ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી અંબાલાલે કરી છે. મેના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની અસરના કારણે ચોમાસુ પ્રભાવિત થઈ શકે છે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરી છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી ૧૨થી ૧૭ એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે.

રાજ્યના અલગ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં ૪૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦.૧ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૧ ડિગ્રી, જામનગરમાં ૪૧.૨ ડિગ્રી, આણંદમાં ૩૯.૫ ડિગ્રી, બનાસકાંઠામાં ૪૧.૧ ડિગ્રી, મહેસાણામાં ૩૯.૩ ડિગ્રી, વડોદરામાં ૩૮.૬ ડિગ્રી, વલસાડમાં ૩૭.૦૧ ડિગ્રી અને કચ્છમાં ૪૧.૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.