લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

Share this story

કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. આજે તેઓ ભાજપમાં જોડાશે, પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ સામે આવ્યું છે. રોહન ગુપ્તા કોગ્રેસના આઇટી સેલના ચેરમેન રહી ચૂક્યાં છે. ઉલ્લેખનિય છે કે, રોહન ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. તેઓ પહેલાથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેમના પર લાગી ચૂક્યાં છે. તેઓ હાલ દિલ્લીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. રોહન ગુપ્તા પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. આ તરફ જાહેરાત થયા બાદ ચૂંટણી લડવાનો ઈનકાર કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર સામે આવ્યા છે કે, રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચુંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે તેઓ ભાજપમાં જોડાશે.

અગાઉ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું ત્યારે રાજકીય ગરમાવો આવી ગયો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું હતું.