હરિયાણામાં સ્કૂલ-બસ પલટી, ૮ બાળકનાં મોત, ૧૫થી વધુ બાળકો ઘાયલ

Share this story

હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી સ્કૂલ બસ પલટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ૮ બાળકોના મોત થયા છે જ્યારે ૧૫ બાળકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી બાદ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું કહેવાય છે.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉદયભાને જણાવ્યું કે બસ કનિના શહેરમાં આવેલી જીએલપી નામની ખાનગી શાળાની હતી. આજે ઈદની રજા હતી, પરંતુ રજાના દિવસે શાળા કેમ ખોલવામાં આવી તેની તપાસ કરવામાં આવશે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ડ્રાઈવર નશામાં હતો, તેની પણ તપાસ કરવામાં આવશે. ઘાયલ બાળકોની હાલત ખતરાની બહાર છે.

પોલીસને મળેલી માહિતી મુજબ બસમાં કુલ ૨૦-૨૫ બાળકો હતા. ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેસની તપાસ હજુ ચાલી રહી છે.ચાલક ઊંઘતો હતો કે નશો કર્યો હતો તેની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તે પછી પણ ખાનગી શાળાએ રજા જાહેર કરી ન હતી.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે હરિયાણાના મહેન્દ્રગહમાં સ્કૂલ બસના અકસ્માતની ઘટના ખૂબ જ દુઃખદ છે મારી સંવેદના મૃત બાળકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલ બાળકોને મદદ કરી રહ્યું છે હું તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છુ.