Home Blog Page 792

કેજરીવાલ દિલ્લી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લિકર પૉલિસી કેસમાં ઈડીની ધરપકડને પડકારતી અરજીને લઈને દિલ્લી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આપ કન્વીનરની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જે બાદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

આ મામલે અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જ્યાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. કેજરીવાલના વકીલો આજે સવારે કોર્ટમાં હાજર રહેશે અને કેસની સુનાવણીની માંગ કરશે. હાઈકોર્ટમાંથી કોઈ રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી, આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે કહ્યું હતું કે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.

AAPએ એવો પણ દાવો કર્યો હતો કે, “કહેવાતા એક્સાઇઝ પોલિસી કૌભાંડ એ કેજરીવાલ અને તેમની પાર્ટીને ખતમ કરવાનું સૌથી મોટું રાજકીય કાવતરું છે.” ED એ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી છે. હાઈકોર્ટના નિર્ણયના થોડા સમય પછી, AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં અરવિંદ કેજરીવાલને એવી જ રાહત આપશે જેવી પાર્ટીના રાજ્યસભાના સભ્યને આપી હતી. સંજય સિંહને જામીન મળ્યા હતા.

કાજલ હિન્દુસ્તાની વિરોધમાં મોરબી પાટીદાર સમાજનું આક્રોશ મહાસંમેલન

0

પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આજે મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક મહાસંમેલન મળ્યું હતું. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને બાપા સીતારામ ચોક ટૂંકો પડ્યો હતો. સંમેલનમાં હાજર મોરબી સહિત સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોએ કાજલ હિન્દુસ્તાનીનાં વિવાદિત નિવેદનને સખત શબ્દોમાં વખોડી તાકીદે કાજલ જાહેરમાં માંગી માંગવાની રોષપૂર્ણ માંગણી કરી હતી. તેમજ સર્વે અગ્રણીઓ જો કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહિ માંગે તો તેની સામે કડક કાર્યવાહીની સાથે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કાજલ હિંદુસ્તાનીએ કરેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. પાટીદાર સમાજે એકસૂરે માફીની માગ કરી હતી. જે મહાસંમેલન અંગે પાટીદાર અગ્રણી ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે, કાજલ હિંદુસ્તાનીએ હિન્દુની દીકરી થઈને હિન્દુ દીકરીઓ પર જે વાણીવિલાસ કર્યો છે જે હિન્દુ સંસ્કૃતિનાં લક્ષણ નથી. આજથી અમે કાજલ હિંદુસ્તાનીને કાફર પાકિસ્તાની કહીશું. તેમજ જ્યાં સુધી માફી નહિ માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના એકપણ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન ના આપવું તેવી પાટીદાર સમાજને અપીલ કરી હતી.

સૌરાષ્ટ્ર પાટીદાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશિક રાબડીયાએ જણાવ્યું કે મોરબી પાટીદાર સમાજ દરેક જગ્યાએ દાન આપ્યું છે. એટલે આ સમાજને ઓછો ન આંકવો, આપણે કોઈને માફી મંગાવીને મોટા નથી થવું. પરંતુ આપણાં સમાજ સામે ખોટી આંગણી ચીંધવામાં આવી છે તેના કારણે આપણે આ બધું કરવાની જરૂર પડી છે. કાજલ હિન્દુસ્તાની માફી માંગી લે તો પટેલ સમાજ પણ ખેલદિલીથી માફ કરી દેશે. આ મોરબીની અસ્મિતા ઉપરનો ઘા છે. પાટીદાર સમાજ એ અઢારેય વરણની સાથે રહીને કઈક આપવામાં માનનારો સમાજ છે.

ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, સરોજબેન મારડિયાએ જણાવ્યું હતું કે, સુરતની સભામાં કાજલ હિંદુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને કોલેજની વિદ્યાર્થિનીઓ પર જે ગંભીર આક્ષેપો કર્યા તે નિંદનીય છે. આવી ઘટના મોરબીમાં બની જ નથી. કાજલબેન ભૂલ થઇ છે તે સ્વીકારી લો, મોટા અગ્રણીઓ પોતાના નિવેદન પરત લેતા હોય છે તો તેઓ કેમ માફી માંગતાં નથી. ભૂલ સ્વીકારી માફી માંગે તેવી પાટીદાર સમાજની માગ છે. ભૂલ નહિ સ્વીકારે તો આવનાર દિવસોમાં વડીલો અને આયોજકો જે કાર્યક્રમો યોજશે તેમાં સમાજ સાથે રહેશે.સિરામિક એસો. પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે,માફી ના માંગે તો કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. આવનાર દિવસોમાં ૧૫ જેટલા પાટીદાર યુવાનો કેસ દાખલ કરશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ધોરાજી નજીક ટાયર ફાટતાં કાર પુલ નીચે ખાબકતા ૪ લોકોના મોત

ધોરાજી નજીક આજે સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ કે, આજે સવારના સમયે ધોરાજી નજીકથી પસાર થઈ રહેલ એક કાર અચાનક નદીના પુલ ઉપરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં ૪ લોકોના મોત થયાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ચાલકે કાર પર કાબૂ ગુમાવ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો તથા સ્થાનિક ભાજપનાં અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટનાં હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસના ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર મૃતકના નામ ૫૪ વર્ષીય સંગીતાબેન કોયાણી, ૫૨ વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, ૫૫ વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને ૨૨ વર્ષીય હાર્દિકાબેન ઠુંમ્મર હોવાનું સામે આવ્યું છે. આ કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી. ત્યારે જ કોઈ કારણોસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. મૃતકો ધોરાજીનાં જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું તેમજ પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોવાને કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

૧૦ એપ્રીલ, ૨૦૨૪ / બુધવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક પરિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. વસ્ત્રો સંગીતના સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે. છુપા પ્રેમ સંબંધો પકડાઇ જાય. પતિની વાણી કડવી થાય.

‌વૃષભઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

‌મિથુનઃ

મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્કઃ

મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજર અંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

‌સિંહઃ

સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ, મોજશોખમાં ખર્ચ વધે. શરદી, ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યાઃ

કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા-વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ

આવકનું પ્રમાણ જળવાય. પરિવાના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિકઃ

માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધનઃ

માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારૂ. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકરઃ

વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ઇચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ વાહન સુખમાં વધારો.

મીનઃ

આવકમાં ઘટાડો થતો જણાય.નાનાભાઇ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

સુરતના VR MALLને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઇલ

સુરતમાં પોલીસે VR મોલ ખાલી કરાવ્યો છે. મોલમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત વીઆર મોલને એક મેઇલ આવ્યો છે, જેમાં લખ્યું છે કે ‘જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકીભર્યો મેઇલ મળતાં જ ક્રાઈમ બ્રાંચ, SOG, બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ દેશભરમાં ૫૨ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. VR મોલમાં નોકરી આસિફ નામના યુવકે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે આવીને અમને કીધુ કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે, તમે તમારો સ્ટોર ક્લોજ કરો, એ સમયે હડબડાટ પણ થઈ, જે કસ્ટમર હતા એમને બહાર નીકળવાનુ કહ્યું, ૧૦-૧૫ મિનિટમાં પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ આવી ગયા હતા. ૨ થી ૩ હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

કમલમના ઘેરાવ પહેલા કરણી સેનાના નેતા રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત

0

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આજે બપોરે ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. આ બાદ, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે અને મોડી રાત્રે રાજ શેખાવતની અટકાયતના આદેશ કરવામાં આવ્યા હતો. જેને લઈને અમદાવાદ એરપોર્ટ ખાતેથી તેમની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેમને નજરકેદ કરીને લઈ જવામાં આવ્યા હતા.

અરપોર્ટ પર ઉતર્યા બાદ રાજ શેખાવતે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન માટે મજબૂર ન કરો. મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે મને અમા મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવા માટે તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ. એટલે મને મજબૂર ન કરો.

ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડી જતાં ૮ લોકોના કરૂણ મોત

0

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ ડેવલપમેન્ટ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ ૮ લોકોના મોત થયા હતા. અહીં એક મેક્સ વાહન ખાડામાં પડી ગયું હતું. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેતાલઘાટ પોલીસ સ્ટેશનના SHO અનીશ અહેમદે કહ્યું, ‘અમને માહિતી મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા. ગ્રામજનો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંધારું હતું અને ખાડો ઊંડો હોવાથી બે કલાક લાગ્યા. આ અકસ્માતમાં સાત નેપાળી અને ડ્રાઈવરના મોત થયા હતા.

બેતાલઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનીશ અહેમદે જણાવ્યું કે રાજેન્દ્ર કુમાર મોડી રાત્રે ઉંચકોટના મલ્લગાંવથી પોતાની બોલેરોમાં નેપાળ મૂળના ૧૦ લોકોને લઈને ટનકપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન બોલેરો બેકાબૂ બનીને ૨૦૦ મીટર ઉંડી ખીણમાં પડી હતી. માહિતી મળતાં જ બેતાલઘાટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવર સહિત ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નેપાળ મૂળના રહેવાસીઓ, જલ જીવન મિશન હેઠળ ઉંચકોટ આવ્યા હતા, જેમાં આજે તમામ લોકો કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. વાહન પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનને પણ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડી જતાં ८ લોકોના કરૂણ મોત થયા.

0

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ ડેવલપમેન્ટ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ ૮ લોકોના મોત થયા હતા. અહીં એક મેક્સ વાહન ખાડામાં પડી ગયું હતું. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેતાલઘાટ પોલીસ સ્ટેશનના SHO અનીશ અહેમદે કહ્યું, ‘અમને માહિતી મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા. ગ્રામજનો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંધારું હતું અને ખાડો ઊંડો હોવાથી બે કલાક લાગ્યા. આ અકસ્માતમાં સાત નેપાળી અને ડ્રાઈવરના મોત થયા હતા.

બેતાલઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનીશ અહેમદે જણાવ્યું કે રાજેન્દ્ર કુમાર મોડી રાત્રે ઉંચકોટના મલ્લગાંવથી પોતાની બોલેરોમાં નેપાળ મૂળના ૧૦ લોકોને લઈને ટનકપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન બોલેરો બેકાબૂ બનીને ૨૦૦ મીટર ઉંડી ખીણમાં પડી હતી. માહિતી મળતાં જ બેતાલઘાટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવર સહિત ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નેપાળ મૂળના રહેવાસીઓ, જલ જીવન મિશન હેઠળ ઉંચકોટ આવ્યા હતા, જેમાં આજે તમામ લોકો કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. વાહન પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનને પણ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આજે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ પહેલીવાર ૭૫,૦૦૦ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

0

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે તેનું સ્વાગત કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે. આજે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં મજબૂતી સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સે જોરદાર કૂદકો માર્યો અને પ્રથમ વખત ૭૫,૦૦૦ના આંકને પાર કરી લીધો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ રોકેટની ઝડપે ભાગ્યું અને ૨૧,૭૦૦ની નવી ટોચે પહોંચી ગયું.

BSI સેન્સેક્સે સવારે ૯.૧૫ વાગ્યે પ્રથમ વખત ૭૫૦૦૦નો આંકડો પાર કર્યો અને ૭૫,૧૨૪.૨૮ પર ખુલીને તેના સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ ૭૪.૭૪૫.૫૦ ના સ્તર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ ખુલતાંની સાથે જ નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ આજે ૨૨,૭૬૫.૧૦ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. NSEનો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે ૨૨,૬૬૬.૩૦ના સ્તર પર બંધ થયો હતો.

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, જ્યારે ૧,૬૬૨ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં ૫૮૪ શેર્સ એવા હતા જે ઘટાડા સાથે શરૂ થયા હતા અને રેડ નિશાનમાં ખુલ્યા હતા. ૯૭ શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો આપણે સેન્સેક્સ વિશે વાત કરીએ તો ૧૫ મિનિટના ટ્રેડિંગ પછી, આ ઇન્ડેક્સ તેના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો અને ૨૮૧.૮૫ પોઇન્ટ અથવા ૦.૩૮ ટકાના વધારા સાથે ૭૫,૦૨૪.૩૫ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

 

સુરતમાં નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ, ૫૦ લાખના મુદ્દા માલ સાથે ૫ લોકોની ધરપકડ

સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામેથી નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અત્રે જણાવીએ કે, માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નકલી શેમ્પુ અને ગુટક બનાવવાનો નેટવર્ક ચાલી રહ્યું હતું, જેના પગલે ઓલપાડ પોલીસને બાતમી મળી હતી, તો પોલીસે રેડ પાડતા મોટી માત્રામાં નકલી ગુટકા અને શેમ્પુનું મટીરીયલ્સ મળી આવ્યું હતું.

આ દરોડામાં ૭૦૦ કિલો ડુપ્લીકેટ રો મટીરીયલ અને રોલ ઝડપાયા છે. ૧૯૦૦ લીટર ડુપ્લીકેટ શેમ્પુનું રો મટીરીયલ અને ૩૭ પેકેટ કબજે કર્યા છે. પોલીસે નકલી શેમ્પુ અને ગુટકાનો જથ્થો અને રો મટીરીયલ મળી ૫૦લાખથી વધુનો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

સુરતના ઓપલાડના માસમાં ગામેથી ડુપ્લીકેટ શેમ્પુ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે. માસમા ગામે ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું છે. ઓલપાડ પોલીસે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા. અહીં નકલી ગુટખા અને શેમ્પુ બનાવવાના મશીનો મળી આવ્યા હતા. ગુજરાતમાં પહેલા નકલી ઘી, મસાલા, નકલી તેલ સહિત અનેક વસ્તુઓ મળી ચુકી છે. પરંતુ હવે નકલી શેમ્પુ પણ બનાવી વેચવામાં આવી રહ્યાં છે.