Home Blog Page 741

દિલ્હીમાં ઘણી મ્યુઝિયમને બોંબની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

0

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ઈમેલ દ્વારા બોંબની ધમકી આપવામાં આવી છે. આ વખતે એક સાથે ૧૦-૧૫ મ્યુઝિયમને ઇમેલ મોકલવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઇમેલ મંગળવારે અનેક મ્યુઝિયમમાં એક સાથે આવ્યા હતા. જેમાં રેલવે મ્યુઝિયમ પણ સામેલ છે. દિલ્હી પોલીસને આ ઇમેલ્સની માહિતી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Delhi Police registered a case against Punjab Police officers, find out the whole matter l દિલ્હી પોલીસે પંજાબ પોલીસના જવાનો વિરુદ્ધ નોંધ્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

તપાસ બાદ પોલીસે તેને હોકસ જાહેર કરી હતી. પોલીસે મ્યુઝિયમમાં બોંબની ધમકીનો કેસ નોંધ્યો છે અને આ ઇમેલ કોણે મોકલ્યા હતા તે શોધવા તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને એરપોર્ટ પર પણ આવા જ ઇમેલ આવ્યા હતા, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઇમેલ કોણે મોકલ્યા હતા. દિલ્હીની ૧૦૦થી વધુ શાળાઓ અને ઘણી હોસ્પિટલોને બોંબની ધમકી સંબંધિત ઈમેલ મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને એરપોર્ટ પર પણ આવા જ મેઈલ મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મેઈલ કોણે મોકલ્યા હતા.

આ પણ વાંચો :-

રિયાસી બસ હુમલામાં આતંકવાદીનો સ્કેચ જારી કરીને ૨૦ લાખનું ઈનામ રાખ્યું

0
જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડ્યો અને તેના વિશે માહિતી આપનારને ૨૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. રવિવારે પૌની વિસ્તારના તેરાયથ ગામ નજીક શિવ ખોડી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને ૪૧ લોકો ઘાયલ થયા હતા.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રિયાસી પોલીસે પૌની વિસ્તારમાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદી સંબંધિત કોઇપણ મહત્વપૂર્ણ માહિતી માટે ૨૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ આપેલા વર્ણનના આધારે આતંકવાદીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે લોકોને માહિતી આપવા અપીલ કરી હતી.

આ ઘટના રવિવારે ત્યારે બની જ્યારે બસ શિવ ખોડી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઇ રહી હતી. બસ પર ગોળીબાર પૌની વિસ્તારમાં થયો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી મુસાફરોને લઇને જઈ રહી હતી. ઘટના બાદ ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બસ પર ઘણી મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો.આ ઘટના રવિવારે ત્યારે બની જ્યારે ૫૩ સીટર બસ શિવખોરી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી. બસ પર ગોળીબાર પોની વિસ્તારમાં થયો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહી હતી. ઘટના બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઈ હતી. અહેવાલો અનુસાર, પીડિતોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બસ પર ઘણી મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો.

આ નંબરો પર માહિતી આપી શકાય છે

  • SSP રિયાસી – ૯૨૦૫૫૭૧૩૩૨
  • ASP રિયાસી – ૯૪૧૯૧૧૩૧૫૯
  • ડેપ્યુટી એસપી મુખ્યાલય રિયાસી – ૯૪૧૯૧૩૩૪૯૯
  • એસએચઓ પૌની –  ૭૦૫૧૦૦૩૨૧૪
  • એસએચઓ રાનસુ-  ૭૦૫૧૦૦૩૨૧૩
  • પીસીઆર રીસી- ૯૬૨૨૮૫૬૨૯૫

૧૨ જૂન, ૨૦૨૪/ બુધવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ અને ધંધામાં પ્રગતિ થાય, જુઓ તમારા રાશિ ભવિષ્ય કેવો રહશે ?

0
મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.
વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય.  કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.
મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.
કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.
સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જ‍ળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોધપાત્ર વધારો થાય.
કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવંુ. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.
તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.
વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.
ધનઃ
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીયક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.
મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકા ના રોગો, માથાનાનો દુઃખાવો રહે.
કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટા ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો, યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.
મીનઃ

શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધાઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ! આ કર્મચારીઓને થશે લાભ

0

મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ૨૦૨૪-૨૫ માટેની નવી ટ્રાન્સફર પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં કુલ ૪૨ દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી ૪૧ને મંજૂરી આપવામાં આવી છે.

નવી ટ્રાન્સફર પોલિસી હેઠળ ગ્રુપ A અને B ના જે અધિકારીઓએ જિલ્લામાં 3 વર્ષ અને ડિવિઝનમાં ૭ વર્ષ પૂરા કર્યા છે તેમની બદલી થઈ શકશે. જ્યારે ગ્રુપ C અને Dમાં સૌથી જૂના અધિકારીઓની બદલી કરવામાં આવશે. ગ્રુપ A અને B અધિકારીઓ માટે મહત્તમ ૨૦ ટકાની મર્યાદા રાખવામાં આવી છે, જ્યારે ગ્રુપ C અને D માટે, મહત્તમ મર્યાદા ૧૦ ટકા રાખવામાં આવી છે. આ ટ્રાન્સફર પોલિસી હેઠળ તમામ ટ્રાન્સફર ૩૦ જૂન સુધીમાં કરવાની રહેશે. બેઠકમાં બુંદેલખંડ ક્ષેત્રની ૫૦માંથી ૨૬ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેની કુલ કિંમત ૪૦૮૫૮ કરોડ રૂપિયા છે. તેમાં ૧૩૯૪ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

કેબિનેટે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આ મુજબ હવે ૩૦મી જૂન અને ૩૧મી ડિસેમ્બરે નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓને 1લી જુલાઈ અને 1લી જાન્યુઆરીથી પ્રસ્તાવિત પગાર વધારાનો લાભ મળી શકશે. નાણામંત્રી સુરેશ ખન્નાએ કહ્યું કે અત્યાર સુધી જે સિસ્ટમ હતી તે મુજબ ૩૦ જૂન અને ૩૧ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થનારા કર્મચારીઓને ૧ જુલાઈ અથવા ૧ જાન્યુઆરીએ પ્રસ્તાવિત પગાર વધારાનો લાભ મળી શક્યો ન હતો.

આજે મળેલી આ બેઠકમાં યુપી સરકારે રસરા, બલિયામાં ટ્રાન્સમિશન સબસ્ટેશનની કિંમત વધારીને ૫૩૭ કરોડ રૂપિયા કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. નોઈડામાં જેવર એરપોર્ટ બનાવવા માટે ખેડૂતોને તેમની જમીન માટે વળતર આપવા માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે યુપીના લખીમપુર જિલ્લામાં એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.

હવે IIT કાનપુરમાં મેડિકલ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. આ સાથે ૫૦૦ બેડની સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કાનપુર સહિત અનેક જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોની વ્યવસ્થા સુધારવા પર પણ સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ કયા-કયા મંત્રાલય પોતાની પાસે રાખ્યા? જુઓ દરેકનું લિસ્ટ

0

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. વડાપ્રધાન પદની સાથે મોદી ઘણા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી પણ સંભાળશે. તેઓ કર્મચારી, પરમાણુ ઉર્જા, અવકાશ મંત્રાલય અને તમામ મુખ્ય નીતિ વિષયક મંત્રાલયનો હવાલો સંભાળશે. આ સિવાય અન્ય વિભાગોની કમાન જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવી નથી તેની કમાન પણ પીએમ મોદીના હાથમાં રહેશે. મોદી ૩.૦માં મોટાભાગના મોટા કેબિનેટ મંત્રીઓના પોર્ટફોલિયોને જાળવી રાખવામાં આવ્યા છે. ટોપ-૪ના પોર્ટફોલિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.Cabinet 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાસે કયા ક્યા મંત્રાલય રાખ્યા? | Cabinet 2024: Which ministries did Prime Minister Narendra Modi keep? - Gujarati Oneindia

પીએમ મોદીએ પોતાની પાસે રાખેલા વિભાગોની યાદી

  • પ્રધાનમંત્રી
  • કાર્મિક, લોક ફરિયાદ, અને પેન્શન મંત્રાલય
  • પરમાણુ ઉર્જા વિભાગ
  • અંતરિક્ષ વિભાગ
  • અન્ય તમામ વિભાગ જે કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોમાંથી ૧૧ મંત્રી બનાવવામાં આવ્યા છે. ૫ કેબિનેટ, ૨ સ્વતંત્ર, જ્યારે ૪ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ દરમયિાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી ૩.૦ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી ૨.૦ સરકારની આગેવાની હેઠળ ૪.૨૧ કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.

આ પણ વાંચો :-

હત્યાના આરોપમાં કન્નડ અભિનેતા દર્શનને પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

0

કન્નડ અભિનેતા દર્શનની પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે. મૈસૂર પોલીસે અભિનેતાની મૈસૂરમાં તેના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી છે અને હવે તેને બેંગલુરુ લઈ જઈ રહી છે. આ કેસ તેની સામે ૯ જૂને નોંધવામાં આવ્યો હતો અને હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તેની સામે આરોપ છે કે તે સતત આરોપીના સંપર્કમાં હતો. આ કેસ ચિત્રદુર્ગના રેણુકાસ્વામી નામના વ્યક્તિની હત્યા સાથે સંબંધિત છે.

Darshan Thoogudeepa Arrested News south cinema kannada actor darshan thoogudeepa in police custody in link with murder case Actor Arrested: જાણીતા સાઉથ એક્ટરની પોલીસે કરી ધરપકડ, સતત આરોપીઓના સંપર્કમાં હોવાનો થયો ખુલાસોરેણુકાસ્વામીનો મૃતદેહ ૯ જૂનના રોજ કામક્ષીપાલ્યા પાસે એક નાળામાં પડેલો મળ્યો હતો. એવું માનવામાં આવે છે કે ૮ જૂને આ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સમાચારથી વ્યક્તિનો પરિવાર પણ દુખી છે અને તેણે તેના પરિવારને પોલીસ સ્ટેશન પણ બોલાવ્યા છે. રેણુકાસ્વામી વિશે વાત કરીએ તો તેઓ મેડિકલ શોપમાં આસિસ્ટન્ટ હતા અને તાજેતરમાં જ તેમના લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિનું સૌથી પહેલા ચિત્રદુર્ગથી અપહરણ કરવામાં આવ્યું હતું અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં લઈ જઈને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ગટરમાંથી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને શરીર પર ઈજાના અનેક નિશાન પણ મળ્યા હતા. આ પછી જ પોલીસ એવા તારણ પર આવી કે આ હત્યાનો મામલો છે.

પોલીસે જણાવ્યું કે એક આરોપીએ દર્શનનું નામ જણાવ્યું છે અને દર્શન પર આરોપ છે કે તે સતત આરોપીઓના સંપર્કમાં હતો. આ મામલે તપાસ દરમિયાન કથિતરૂપે ગિરિનગરના ત્રણ લોકોએ હત્યા મામલે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. ત્રણેયએ દાવો કર્યો હતો કે આ હત્યા પૈસાની લેવડ-દેવડ મામલે કરાઈ હતી. ક્રોસ ક્વેશ્ચનિંગમાં હત્યાનું સાચું કારણ સામે આવ્યું હતું. આરોપીઓએ દર્શનના કહેવા પર હત્યા કરી હતી.

દર્શનની હિટ ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘નમ્મા પ્રિતિયા રામુ’, ‘કલાસિપલ્યા’, ‘ગાજા’, ‘કરિયા’, ‘નવગ્રહ‘, ‘સારથી’, ‘બુલબુલ’ જેવી ફિલ્મોના નામ સામેલ છે, જેણે તેને સફળ અભિનેતા બનાવ્યો. એક્ટર બનાવવામાં મદદ કરી છે. અનાથારુ (૨૦૦૭) અને ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (૨૦૧૨) માટે તેમને વિવેચકોની પ્રશંસા મળી હતી. ક્રાંતિવીર સંગોલ્લી રાયન્ના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા માટે કર્ણાટક રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ભાજપના ૪૦ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં, મહારાષ્ટ્રમાં નવા જૂનીના સંકેત

0

કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વાડેટ્ટીવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા ૪૦ ધારાસભ્યો એક મહિનામાં મહા વિકાસ અઘાડીમાં જોડાઈ શકે છે. બીજી તરફ શિવસેના જૂથના સંજય રાઉતે પણ કહ્યું કે, શિંદે સેનાના સાંસદ અમારા સંપર્કમાં છે, યોગ્ય સમયે પત્તા ખોલવામાં આવશે.

સરકારી ડોક્યુમેન્ટ પર માતાનું નામ ફરજીયાત, મહારાષ્ટ્ર સરકારે કેબિનેટમાં લીધો નિર્ણય | Sandesh

વિજય વાડેટ્ટીવારે કહ્યું કે શિવસેના અને એનસીપીના અન્ય દળના ૪૦ ધારાસભ્યોને અહેસાસ થયો કે MVA સત્તામાં આવી રહ્યું છે. તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓને ઘરવાપસી માટે કહી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી કે અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોએ પણ આ બાબતે સંકેતો આપેલા છે.

વિજય વડેટ્ટીવારનું આ નિવેદન NCP(SP)ના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા કરવામાં આવેલા આવા જ દાવાના થોડા દિવસો બાદ આવ્યું છે. રોહિત પવારે કહ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળના NCPના લગભગ ૧૯-૨૦ ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા ફરવા માંગે છે.

આ પણ વાંચો :-

આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનશે પવન કલ્યાણ!

0

તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને આંધ્ર પ્રદેશમાં NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. ૧૨ જૂને ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે. સહયોગી દળ જનસેના વિધાયક દળની બેઠક મળી હતી. આ બેઠકમાં પવન કલ્યાણને જનસેના વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ જનસેના પાર્ટીના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, પવન કલ્યાણ આંધ્ર પ્રદેશ કેબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે તૈયાર છે. આ સાથે જ તેઓ પાંચ કેબિનેટ પોસ્ટ પણ માગી શકે છે.

જનસેના પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેનાલીના ધારાસભ્ય એન મનોહરે વિધાનસભામાં ફલોર લીડર તરીકે પવન કલ્યાણના નામની દરખાસ્ત કરી હતી, જેને અન્ય સભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો. જણાવી દઈએ કે, પવન કલ્યાણે પીઠાપુરમ વિધાનસભા ૧ બેઠક પર જીત મેળવી છે. તેમને YSR કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વાંગા ગીતાને ૭૦,૦૦૦ થી વધુ મતોના માર્જિનથી માત આપી હતી.

આંધ્રપ્રદેશ વિધાનસભા સત્ર ૧૭ જૂનથી ધારાસભ્યોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે. બીજા દિવસે સ્પીકરની ચૂંટણી થશે. આંધ્ર કેબિનેટમાં ૨૫ સીટોમાંથી ટીડીપીને ૨૦, જનસેના + નાયબ મુખ્યમંત્રી પદ માટે 3, ભાજપ માટે ૨ બેઠકો સંભવિત છે.

આ પણ વાંચો :-

કેનેડામાં ૨૮ વર્ષના ભારતીય યુવાનની હત્યા, પોલીસને ટારગેટ કિલિંગની શંકા

કેનેડામાં ભારતીયોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ભારતીયોને લગતા ક્રાઈમ પણ વધી રહ્યા છે. ઘણી વખત ક્રાઈમમાં ભારતીયો શિકાર બને છે, તો કેટલીક વખત ક્રાઈમમાં સામેલ પણ હોય છે. શુક્રવારે કેનેડાના સરી ખાતે એક પંજાબી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

કેનેડાથી દુઃખદ સમાચાર, ભારતીય મૂળના યુવાનની ગોળી મારી હત્યા, પોલીસને ટારગેટ કિલિંગની શંકા

કેનેડિયન પોલીસે જણાવ્યું કે યુવરાજ ગોયલ નામનો યુવક ૭ જૂનના રોજ તેના ઘરે જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેને ગોળી મારી દેવાયાની જાણકારી અમને મળી હતી. યુવરાજ ગોયલ નામનો યુવાન ૨૦૧૯માં સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો. તાજેતરમાં જ તેણે કેનેડાનું પીઆર સ્ટેટસ પણ મેળવ્યું હતું. સરે બ્રિટિશ કોલંબિયામાં આવેલ શહેર છે.

પોલીસે જે લોકોને શંકાના આધારે પકડ્યા છે તેમના નામ મનવીર બસરામ, સાહિબ બસરા, હરકિરટ જુટ્ટી અને કેઈલોન ફ્રાન્કોઈસ હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી ત્રણ વ્યક્તિ સરીના વતની હતા જ્યારે એક ઓન્ટારિયોથી આવ્યો હતો. તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ નોંધાયો છે. કેનેડા જેવા દેશમાં ભારતીય સ્ટુડન્ટની આ રીતે હત્યા થઈ જાય તે ભારતીય પરિવારો માટે બહુ આઘાતજનક વાત છે. યુવરાજના માતાપિતાએ કહ્યું કે કેનેડા સરકારે સમજવું જોઈએ કે અમે અમારા સંતાનોને એટલા માટે કેનેડા નથી મોકલતા કે તેના મૃતદેહો અહીં આવે.

યુવરાજના પરિવારને લાગે છે કે હત્યારાઓ કોઈ બીજાને મારવા માગતા હોય ભૂલથી યુવરાજને હત્યા કરી હોય તેવું લાગે છે. આ બાબતની ઊંડી તપાસ કરવામાં આવે તે જરૂરી છે. યુવરાજ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ કરીને કેનેડા ગયો હતો. કેનેડા જતા પહેલાં તેણે ભારતમાં બે વર્ષ નોકરી કરી હતી અને કેનેડામાં તેણે ફાઈનાન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. કેનેડામાં બસંત મોટર્સ નામની કંપનીમાં તે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. તેની માતા કહે છે કે “કેનેડામાં પણ મારો દીકરો એક જવાબદાર નાગરિક બનીને રહેતો હતો. તેની આવી હાલત કેમ થઈ તેનો કેનેડા સરકારે જવાબ આપવો જોઈએ.

આ પણ વાંચો :-

“કામ કરો, અહંકાર ન રાખો” મોહન ભાગવતે ઇસ્લામ ધર્મ વિશે કેમ કહી આ વાત?

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જોઈએ. દરેક ધર્મના અનુયાયીઓએ એકબીજાને ભાઈ-બહેન તરીકે માન આપવું જોઈએ. રેશમબાગમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંગઠનના ‘કાર્ત્યકર્તા વિકાસ વર્ગ-૨’ના સમાપન કાર્યક્રમમાં આરએસએસના તાલીમાર્થીઓના મેળાવડાને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે અલગ-અલગ સ્થળો અને સમાજમાં સંઘર્ષ સારો નથી.

ભાગવતે કહ્યું- જે પ્રતિષ્ઠાને અનુસરીને કામ કરે છે, અભિમાની છે, પણ ભોગવિલાસ નથી કરતો, અહંકાર નથી કરતો, તેને જ સાચા અર્થમાં સેવક કહેવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સ્પર્ધા જરૂરી છે. આ સમય દરમિયાન, અન્યને પાછળ ધકેલી દેવાનું પણ બને છે, પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ હરીફાઈ જૂઠાણા પર આધારિત ન હોવી જોઈએ. લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ ચૂંટણી પરિણામોના વિશ્લેષણમાં સંઘ સામેલ થતો નથી , બહારનો માહોલ અલગ છે. નવી સરકાર પણ બની છે. આવું કેમ થયું તેની સંઘને પરવા નથી. લોકોએ જનાદેશ આપ્યો છે, તે પ્રમાણે બધું થશે. શા માટે? કેવી રીતે? સંઘ આમાં પડતો નથી.

ચૂંટણીઓ એવી રીતે લડવામાં આવી હતી કે જાણે તે કોઈ હરીફાઈ નહીં પણ યુદ્ધ હોય. તેથી આપણે બહુમતી પર નિર્ભર રહેવું પડશે. આખી સ્પર્ધા તેના વિશે છે, પરંતુ તે યુદ્ધની જેમ લડવામાં આવે છે. જે રીતે વસ્તુઓ બની છે, જે રીતે બંને પક્ષોએ પોત-પોતાના પટ્ટાઓ સજ્જડ કર્યા છે અને હુમલો કર્યો છે, તે વિભાજન તરફ દોરી જશે, સામાજિક અને માનસિક તિરાડો પહોળી કરશે.

આ પણ વાંચો :-