Home Blog Page 740

ઓડિશા જગન્નાથ પુરી મંદિરના ચારેય કપાટ ખૂલ્યા, સરકારનો નિર્ણય

0

ભાજપની એક દિવસ જૂની ઓડિશા સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુરુવારે જગન્નાથ પુરી મંદિરના ચારેય કપાટ ખોલી દેવાયા છે. એક દિવસ પહેલા જ તેના સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર આજે સવારે મંજૂરીની મોહર મારી દેવાઈ. ખાસ વાત એ છે કે ભાજપે ઓડિશા લોકસભા ચૂંટણી પહેલા મંદિરના દરવાજા ખોલવાનો વાયદો કર્યો હતો.

કેમ જગન્નાથ મંદિરમાં હંમેશા હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા? વિજ્ઞાન પાસે પણ નથી જવાબ, આજ સુધી નથી ઉકેલાયા આ અનેક રહસ્યો... | News in Gujarati

ભાજપે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવાનું ચૂંટણી વચન આપ્યું હતું. બુધવારે શપથ લીધા બાદ ઓડિશા કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના ૪ દરવાજા ખોલવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આજે સવારે વહીવટી તંત્રની હાજરીમાં ૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભક્તો ચારેય દરવાજાથી મંદિરમાં પ્રવેશ કરી શકશે. આ સાથે માઝી સરકારે પોતાનું પહેલું ચૂંટણી વચન પૂરું કર્યું છે.

કોવિડ-૧૯ મહામારી બાદ બીજુ જનતા દળ સરકારે મંદિરના ચારેય દરવાજા બંધ કરી દીધા હતા. ભક્તો માત્ર એક જ દ્વારથી પ્રવેશી શકતા હતા અને તમામ દરવાજા ખોલવાની માંગ કરવામાં આવી હતી. માઝીએ કહ્યું કે કેબિનેટે મંદિરના સંરક્ષણ માટે ૫૦૦ કરોડ રૂપિયાનું ફંડ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી માઝી બુધવારે રાત્રે જ પુરી જવા રવાના થયા હતા. આખી રાત યાત્રાધામ નગરીમાં વિતાવ્યા બાદ આજે સવારે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા તેમની હાજરીમાં ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

NEET વિદ્યાર્થીના ગ્રેસ માર્કસ રદ, ૧૫૬૩ વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા

0

સુપ્રીમ કોર્ટમાં આજે ગુરુવારે NEET સંબંધિત બીજી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ અંગે આ સુનાવણીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોર્ટને કહ્યું કે, “તે ફરીથી NEET પરીક્ષા લેશે.

NEET UG 2024 Supreme Court Updates૧૨ જૂને મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને પગલે ૨૩ જૂને ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ ૩૦ જૂન પહેલા આવશે, એટલે કે માત્ર ૧૫૬૩ વિદ્યાર્થીઓને જ ગ્રેસ માર્કસ સાથે ફરીથી પરીક્ષા આપવાની રહેશે. જ્યારે સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ NEET UG કેસની સુનાવણી કરી રહી છે. NTA તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અરજીદારોએ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. ટૂંકમાં કોર્ટ 3 અરજીઓ પર વિચારણાં કરી રહી છે જેમાં અનિયમિતતાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૧૫૦૦થી વધુ ઉમેદવારોને લોસ ઓફ ટાઈમના આધારે પરીક્ષામાં ગ્રેસ માર્કિંગ આપવાના સંબંધમાં શંકા વ્યક્ત કરવા NEET UG ૨૦૨૪ ના પરિણામને પડકારાયા છે.

આ વર્ષે NEET પરીક્ષામાં સૌથી વધુ ૬૭ વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ ૭૨૦માંથી ૭૨૦ માર્કસ મેળવ્યા છે. અત્યાર સુધી આટલા વિદ્યાર્થીઓ ક્યારેય NEET માં એક સાથે ટોપ કર્યું નથી. વર્ષ ૨૦૨૧માં ૩ વિદ્યાર્થીઓએ એકસાથે ટોપ કર્યું હતું. સામાન્ય રીતે એકસાથે માત્ર ૨ કે ૩ વિદ્યાર્થીઓ ટોપ કરે છે. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે, જેમાં આટલી મોટી સંખ્યામાં ટોપર્સ છે. જો કે, NTAએ દલીલ કરી છે કે આ વર્ષે પ્રશ્નપત્ર સરળ હતું અને વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ કારણોસર વધુ વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે.

આ પણ વાંચો :-

કુવૈતના મંગફ શહેરમાં ઈમારતમાં ભીષણ આગ, ૪૦ ભારતીયોના મૃત્યુ, 30 દાઝ્યા

કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. ૪૧ લોકોનાં મોત થયાં છે. તેમાંથી ૪૦ જેટલા ભારતીયો છે. આ દુર્ઘટનામાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ૩૦ ભારતીયો છે. આ દુર્ઘટના કુવૈતના સમય અનુસાર સવારે લગભગ ૪.૩૦ વાગે થઈ હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેજર જનરલ ઈદ રશીદ હમાદે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂરો રહે છે.

કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, તબીબી ટીમો મકાનમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

મંત્રાલયે કહ્યું કે, તમામ ઇજાગ્રસ્તોને વધુ સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર બુધવારે સવારે ૪.૩૦ વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. કેટલાક લોકો આગ જોઈને તેમના એપાર્ટમેન્ટમાંથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે કેટલાક લોકો દાઝી ગયા હતા. શ્વાસ રૂંધાવાથી કેટલાક લોકોના મોત થયા છે.

આ મામલે ખુદ વિદેશમંત્રી એસ.જયશંકરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કુવૈત સિટીમાં બનેલી આગની આઘાતજનક ઘટના વિશે જાણકારી મળી. તેમાં ૪૦થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે ૫૦થી વધુ ગંભીર રીતે દાઝી ગયાની પણ માહિતી છે. અમારા રાજદૂત ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો :-

સુરતમાં રસ્તા વચ્ચે નડતરરૂપ પૌરાણિક મંદિરોને નોટિસ અપાતા બજરંગ દળ કર્યો વિરોધ

સુરત સહિત સમગ્ર ગુજરાતના રસ્તા પરના ધાર્મિક સ્થળો હટાવવા માટેની સૂચના આપી છે. ત્યારબાદ સુરત શહેરમાં જાહેર સ્થળોના ધાર્મિક દબાણ હટાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે, સુરત પાલિકા દ્વારા જાહેર રસ્તા પર આવેલા ધાર્મિક સ્થળોને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રસ્તા પરના મંદિર સાથે સુરતના ૧૨ પૌરાણિક મંદિરને પણ નોટિસ આપી છે તે નોટિસ રદ્દ કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટેની ચીમકી આપવામાં આવી છે.

બજરંગ દળના પ્રમુખ કમલેશ ક્યાડાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ સુરત પાલિકાની હદ્દમાં આવતાં પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ. મજારો હટશે પછી જ મંદિરો હટશે તેવી અમારી માગ છે. મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે. આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ. સરકાર ગમે તે હોય અમે હંમેશા હિન્દુઓની સાથે જ છીએ.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલિકા તંત્રને જણાવવામા આવ્યું છે કે શહેરમાં ૧૨ જેટલા પૌરાણિક મંદિર છે તેને પણ પાલિકાએ નોટિસ આપી છે તેનો આક્રમક વિરોધ કરીએ છીએ. શહેરમાં સંખ્યાબંધ અન્ય ધાર્મિક સ્થળો છે પહેલા આ ધાર્મિક સ્થળો હટાવવામાં આવે ત્યાર બાદ જ મંદિર હટશે. પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે. રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે. મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે. જો પાલિકા દ્વારા પૌરાણિક મંદિરની નોટીસ પાછી નહીં ખેંચાય તો આક્રમક આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપી છે.

આ પણ વાંચો :-

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા પર રાહુલ ગાંધીએ મોદી પર કર્યો કટાક્ષ જાણો કહ્યું.. ?

0

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ સક્રિય થઇ ગયા છે, રિયાસી અને કઠુઆ બાદ આજે સતત ત્રીજા દિવસે ડોડામાં આતંકવાદી હુમલો થયો છે. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ હોવાના કેન્દ્રના દાવા પર સવાલ ઉભા થયા છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા હુમલાઓને અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હુમલા અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.

Rahul Gandhi retorts to PM Modi's 'deal with Ambani-Adani' jibe - India Today

રાહુલ ગાંધીએ આગળ લખ્યું, “રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા ૩ દિવસમાં ૩ અલગ-અલગ આતંકવાદી ઘટનાઓ બની છે, પરંતુ વડાપ્રધાન હજુ પણ ઉજવણીમાં મગ્ન છે. દેશ જવાબ માંગી રહ્યો છે… ભાજપ સરકારમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાઓ કેમ પકડાતા નથી.

બીજી તરફ કોંગ્રેસે પણ વધી રહેલા આતંકી હુમલા અને પીએમના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે પીએમ મોદીએ એક્સ પર પાકિસ્તાની નેતાઓને ઘણો જવાબ આપ્યો, પરંતુ તેમને ઘાતકી આતંકવાદી હુમલાની નિંદા કરવાનો સમય નથી મળ્યો! છેલ્લા ૧૦ વર્ષમાં મોદી સરકારની ખોટી વાતોથી રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે, જ્યારે નિર્દોષ લોકો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છે, પરંતુ બધું પહેલાની જેમ જ ચાલી રહ્યું છે.

તેમને વધુમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પરત લાવવાના ભાજપના ખોખલા દાવાઓ સંપૂર્ણ રીતે ખુલ્લા પડી ગયા છે. ભાજપે કાશ્મીર ખીણમાં ચૂંટણી કરવવાની પણ તસ્દી લીધી નથી, તેમની “ન્યુ કાશ્મીર” નીતિ સંપૂર્ણ નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો :-

કુવૈતમાં ઈમારતમાં ભીષણ આગ, ૧૦ ભારતીયો સહિત ૪૧ લોકોના મોત

ગલ્ફ કન્ટ્રી કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં બુધવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા ૪૧ લોકો માર્યા ગયા છે જેમાં ૧૦ ભારતીય પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ૫૦ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલ અનુસાર આગની આ ઘટના સવારે બની હતી અને અનેક ફ્લોર તેની લપેટમાં આવી ગયા હતા. ઘટના અંગે કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ત્યાં જવા રવાના થયા છે.

Kuwait fire: કુવૈતના મંગાફમાં લાગેલી ભીષણ આગમાં 4 ભારતીયો સહિત 35ના મોત, જુઓ વીડિયો

દક્ષિણ કુવૈતના મંજફ શહેરમાં ભીષણ આગની આ ઘટના બની હતી. બુધવારે લાગેલી આગમાં ૪૧ લોકોના મોત થયા હતા. કુવૈતના નાયબ વડા પ્રધાન શેખ ફહદ યુસેફ સઉદ અલ-સબાહે સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના વિશે માહિતી આપી હતી. તેણે આ ભયાનક આગ માટે રિયલ એસ્ટેટ માલિકને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ સન્માનના લોભને કારણે આ ભયાનક ઘટના બની છે. ડેપ્યુટી પીએમ શેખ ફહાદ પાસે ગૃહ વિભાગ તેમજ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી છે.

મંત્રાલયે કહ્યું કે, તમામ ઇજાગ્રસ્તોને વધુ સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર બુધવારે સવારે ૪.૩૦વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. કેટલાક લોકો આગ જોઈને તેમના એપાર્ટમેન્ટમાંથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે કેટલાક લોકો દાઝી ગયા હતા. શ્વાસ રૂંધાવાથી કેટલાક લોકોના મોત થયા છે.

આ મામલે ખુદ વિદેશમંત્રી એસ.જયશંકરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કુવૈત સિટીમાં બનેલી આગની આઘાતજનક ઘટના વિશે જાણકારી મળી. તેમાં ૪૦થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે ૫૦થી વધુ ગંભીર રીતે દાઝી ગયાની પણ માહિતી છે. અમારા રાજદૂત ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો :-

ધર્મ સંકટમાં ફસાયા રાહુલ ગાંધી! કહ્યું- ‘હું દુવિધામાં છું, હવે શું કરું?

0

કેરળના વાયનાડથી સતત બીજી વાર સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધી બુધવારે અહીંના લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે ‘બોલો, હું ક્યાંથી સાંસદ રહું? હું તમને જ સવાલ કરું છું કે શું પસંદ કરું, વાયનાડ કે રાયબરેલી? તેનું કારણ એ છે કે હું વડાપ્રધાન મોદીની જેમ ભગવાન નથી. તેમની જેમ ઈશ્વરે મને નથી મોકલ્યો. હું તો એક સામાન્ય માણસ છું. મારા ભગવાન તો ભારતના ગરીબો જ છે. એટલે મારે તમને પૂછીને જ નક્કી કરવું પડશે કે હવે શું કરવાનું છે.

Rahul Gandhi: રાહુલે 'ગાંધી' અટક છોડવી જોઈએ, DNA ટેસ્ટ કરાવવો જોઈએ, ડાબેરી નેતાના નિવેદન પર હોબાળો | Moneycontrol Gujarati

આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ (યુપી)ની રાયબરેલી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને ૩,૯૦,૦૩૦ મતોના માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધીએ CPI(M)ના એની રાજાને હરાવ્યા છે.

નોંધનીય છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ બે સીટો પરથી ચૂંટણી લડી હતી, પરંતુ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીથી તેમનો પરાજય થયો હતો. આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી જીત્યા છે. આવી સ્થિતિમાં તેમને સીટ પસંદ કરવી પડશે.

આ પણ વાંચો :-

આંધ્ર પ્રદેશના નાયડુ CM અને પવન કલ્યાણ ડેપ્યુટી CM પદના શપથ લીધા

0

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન સાથે ચિરંજીવી અને રજનીકાંત પણ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત પવન કલ્યાણ અને નાયડુના પુત્ર નારા લોકેશે પણ શપથ લીધા છે.

એક્ટરથી નેતા બનેલા આ દિગ્ગજ હવે આંધ્ર પ્રદેશમાં ઉપ-મુખ્યમંત્રી બનવા આતુર | Actor turned leader is now keen to become the Deputy Chief Minister of Andhra Pradeshઆજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ અને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મુખ્ય સચિવ નીરભ કુમાર પ્રસાદે મંગળવારે કહ્યું કે પીએમ મોદી સવારે૧૦.૪૦ વાગ્યે વિજયવાડા એરપોર્ટ પહોંચશે. સમારોહ પછી, મોદી બપોરે ૧૨.૪૫ વાગ્યે ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે ભુવનેશ્વર જશે. નાયડુની કેબિનેટમાં તેમના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, પ્રદેશ અધ્યક્ષ કે. અત્ચન્નાયડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નાંદેડલા મનોહર સામેલ છે.

નાયડુની મંત્રી પરિષદમાં ૧૭ નવા ચહેરાઓ જોવા મળ્યા છે. બીજા આગાઉ પર મંત્રી રહી ચૂક્યા છે. TDP પ્રમુખે એક પદ ખાલી રાખ્યું છે. મંત્રી પરિષદમાં ત્રણ મહિલાઓ છે. વરિષ્ઠ નેતા અને મોહમ્મદ ફારુક મંત્રી પરિષદમાં એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. મંત્રીઓની યાદીમાં પછાત વર્ગના આઠ, અનુસૂચિત જાતિના ત્રણ અને અનુસૂચિત જનજાતિમાંથી એકનો સમાવેશ થાય છે. નાયડુએ કમ્મા અને કાપુ સમુદાયમાંથી ચાર-ચાર મંત્રીઓને સામેલ કર્યા છે. રેડ્ડીના ત્રણ અને વૈશ્ય સમુદાયના એકને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

રાજસ્થાનમાં વિદેશી મહિલાને ૩૦૦ રૂપિયાની આર્ટિફિશિયલ જ્વેલરી ૬ કરોડમાં વેચ્યા

0

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક જ્વેલર પિતા-પુત્રએ અમેરિકન મહિલાને ૩૦૦ રૂપિયાની આર્ટિફિશિયલ જ્વેલરી ૬ કરોડ રૂપિયામાં વેચી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, અમેરિકન નાગરિક ચેરિશે લગભગ બે વર્ષ પહેલા શહેરના ગોપાલજી કા રસ્તા પર આવેલી દુકાનમાંથી ખરીદેલી જ્વેલરી પાછળ ૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ખરીદતી વખતે, વિક્રેતાએ મહિલાને હોલમાર્ક સર્ટિફિકેટ પણ આપ્યું હતું, જે જ્વેલરીની શુદ્ધતા સાબિત કરશે. જયપુર પોલીસે જ્વેલરી વેચનાર પિતા-પુત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એક અમેરિકન મહિલાએ તેની સામે ફરિયાદ કરી છે કે, તેમણે ૩૦૦ રૂપિયાના નકલી ઘરેણાં ૬ કરોડ રૂપિયામાં વેચીને તેની સાથે છેતરપિંડી કરી છે.

American Woman

ત્યારે એક અહેવાલ અનુસાર, અમેરિકાની મહિલા ચેરિશ રાજસ્થાનના જયપુર પ્રવાસે આવી હતી. ત્યારે ચેરિશ Jaipur માં આવેલા પ્રખ્યાત સરફા સોના-ચાંદીના માર્કેટમાં ખરીદી કરવા માટે આવી હતી. ત્યારે તેણીએ બજારમાં આવેલા મનાક ચોક પાસે આવેલી એક દુકાનમાંથી ૬ કરોડના જ્વેલરી ઓની ખરીદી કરી હતી. જોકે મહિલા ખરીદી કર્યા બાદ અમેરિકા પરત ફરી હતી. ત્યારે એપ્રિલ ૨૦૨૪ માં તેણીને ખબર પડી કે, તેણીના તમામ જ્વેલરી નકલી હતા. જોકે તેની અસલ કિંમત રુ. ૩૦૦ હતી.

જ્વેલર રાજેન્દ્ર સોની અને તેમના પુત્ર ગૌરવ સોની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કેટલીક કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ કેસ વિશે મીડિયા સાથે વાત કરતા જયપુર પોલીસના ડીસીપી બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, “પોલીસે દાગીનાને પરીક્ષણ માટે મોકલ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે, જ્વેલરીમાં હીરા ચંદ્રમણિના હતા. જ્વેલરીમાં સોનાનો જથ્થો ૧૪ કેરેટ હોવો જોઈએ. પરંતુ તે પણ બે કેરેટનો હતો. આરોપી જ્વેલર્સે એવી ફરિયાદ પણ નોંધાવી હતી કે મહિલા તેમની દુકાનમાંથી દાગીના લઈને ભાગી ગઈ હતી, પરંતુ જ્યારે અમે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો તે જૂઠું નીકળ્યું.

DCPએ જણાવ્યું કે, આ કેસમાં આરોપી જ્વેલર્સ ફરાર છે પરંતુ અમે નકલી હોલમાર્ક સર્ટિફિકેટ આપનાર નંદકિશોરની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ગૌરવ સોની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. અમેરિકાની આ મહિલાની ફરિયાદ બાદ પોલીસને બીજી ઘણી ફરિયાદો પણ મળી હતી જેમાં ગૌરવ સોની અને રાજેન્દ્ર સોની પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.

પીડિત ચેરિશે આ મામલે જણાવ્યું કે, ગૌરવ સોની અને તેના પિતા (રામ એક્સપોર્ટ્સના માલિક)એ મારી સાથે છેતરપિંડી કરી છે. તેઓએ મને ૧૪ કેરેટને બદલે નવ કેરેટની સોનાની પ્લેટ મોકલી. તેઓએ મને સાચા હીરાને બદલે ફુલ મૂનસ્ટોન આપ્યો. લગભગ ૧૦ અન્ય ડિઝાઈનર્સ તેમની છેતરપિંડીથી પ્રભાવિત છે, તેઓએ નકલી પ્રમાણપત્રો પણ આપ્યા, કંઈપણ અસલી નથી.

આ પણ વાંચો :-

કાશ્મીરના ડોડામાં પોલીસ ચોકી પર આતંકવાદી હુમલો, સેનાના પાંચ જવાન ઘાયલ

0

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ આશાંતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ડોડામાં પણ હુમલો કર્યો છે. ત્રણ દિવસમાં આ ત્રીજો હુમલો છે. આ વખતે આતંકીઓએ ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર ગોળીબાર કર્યો હતો.

Jaish-Linked Terror Group Claims Responsibility For Attack on Army Post In J-K's Doda - Republic World

આ હુમલા બાદ ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાનો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.

પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે, જિલ્લાના ચતરગલા વિસ્તારમાં ૪ રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. અત્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ડોડામાં થયેલા આ આતંકી હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા છે, જ્યારે આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લામાં ગઈકાલે સાંજે ઈન્ટરનેશનલ બોર્ડર (IB) નજીકના એક ગામમાં હુમલો કરનારા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓના હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો.

આ દરમિયાન એડીજીપી જમ્મુએ ટ્વીટ કર્યું કે, “અમારા ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયા પર મોટી માત્રામાં નકલી સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ ખોટા અહેવાલો દાવો કરે છે કે, એક ચોક્કસ જગ્યાએથી ત્રણ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે અને આતંકવાદીઓએ કેટલાક ગ્રામજનોને બંધક બનાવ્યા છે. અમે લોકોને શાંત રહેવા અને આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરીએ છીએ, તો આવતીકાલે જમ્મુ શહેરમાં આ ખોટી માહિતી પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પણ વાંચો :-