Home Blog Page 673

“હવે બહુ થયું” હું નિરાશ અને ભયભીત છું…’, કોલકાતા દુષ્કર્મ કેસમાં રાષ્ટ્રપતિનું નિવેદન

0

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કોલકાતાના આરજી કર મેડિકલ કૉલેજની ઘટના અંગે સૌપ્રથમ વખત પ્રતિભાવ આવ્યો છે. આકરો પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું કે, બસ, હવે બહુ થયું. આવી ઘટનાઓ સમાજ અને દેશ માટે શરમજનક છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ઘાતકી હત્યાના મામલામાં સતત વિરોધ અને પ્રદર્શન થઈ રહ્યા છે. તે જ સમયે, હવે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ મામલે કડક નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે તેઓ આ ઘટનાથી નિરાશ અને ભયભીત છે. રાષ્ટ્રપતિએ આ મામલે કડક ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે હવે બહુ થયું. તેણે કહ્યું કે તે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓથી પરેશાન છે.

Image

રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું કે દીકરીઓ વિરુદ્ધ આવા નૃશંસ અપરાધ મંજૂર નથી. આવું પહેલીવાર થયું છે જ્યારે રાષ્ટ્રપતિએ આ ઘટના અંગે ટિપ્પણી કરી હોય. તેમણે દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની વધતી ઘટનાઓ અંગે કહ્યું કે કોઈપણ સભ્ય સમાજ દીકરીઓ અને બહેનો સાથે આ પ્રકારના અત્યાચારને સહન નહીં કરી શકે. ઘટના અંગે કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડૉક્ટર અને નાગરિકો દેખાવ કરી રહ્યા હતા. જોકે અપરાધી બીજે ક્યાંક ફરી રહ્યા હતા. હવે બસ બહુ થયું. સમાજને ઈમાનદાર થવા અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ રેપ અને મર્ડર કેસનો આરોપી સંજય રોય 8મી અને 9મી ઓગસ્ટની રાત્રે અલગ-અલગ બહાને કુલ ચાર વખત આરજી હોસ્પિટલની અંદર ગયો હતો. તેમાંથી ત્રણ વખત તે હોસ્પિટલની અંદર ફરીને બહાર આવ્યો હતો. પરંતુ આરોપ છે કે જ્યારે તે ચોથી અને છેલ્લી વખત હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર કરીને હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશમાં આઠ રેલવે સ્ટેશનના નામ બદલાયા, જાણો બદલાયેલા નામની યાદી

0

ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના અમેઠી જિલ્લાના આઠ રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. આ સ્ટેશનોના નવા નામ સ્થાનિક પૌરાણિક સ્થળો અને મડાપુરુષોના નામ પર રાખવામાં આવ્યા છે. આ બદલાવ પાછળ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અહમ ભૂમિકા ભજવી છે. જયારે સપા પ્રમુખ અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે, નામની સાથે સંજોગો પણ બદલો.

ઉત્તર રેલવે દ્વારા એપ્રેન્ટિસ પદો હેઠળ, ભારતીય રેલવેમાં 4000 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી – GNS News Services

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રેલવે મંત્રીને પત્ર મોકલીને આ સ્ટેશનોના નામ બદલવાની વિનંતી કરી હતી. મંગળવારે ચીફ કોમર્શિયલ મેનેજર કરિ મોહને સ્ટેશનોના નામ બદલવા સંબંધિત આદેશ જારી કર્યો છે. આદેશ જારી થયા બાદ હવે આઠ રેલવે સ્ટેશનોને નવા નામથી ઓળખવામાં આવશે.

અમેઠી જિલ્લાના કાશીમપુર ડોલ્ટને હવે જાયસ સિટી તરીકે ઓળખવામાં આવશે. એ જ રીતે જાયસનું નામ ગુરુ ગોરખનાથ ધામ હશે. આ સિવાય નિહાલગઢ મહારાજા બિજલી પાસી તરીકે, મિશ્રૌલીને મા કાલિકન ધામ તરીકે, બાની સ્વામી પરમહંસ તરીકે, અકબરગંજને મા અડોરવા ભવાની ધામ તરીકે, વજીરગંજ હોલ્ટને અમર શહીદ ભાલે સુલતાન તરીકે અને ફુરસતગંજને તપેશ્વરનાથ ધામ તરીકે ઓળખવામાં આવશે.

મેઠી જિલ્લાના આઠ સ્ટેશનોના નામ બદલવાના રેલવે બોર્ડના આદેશની વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. સપાના વડા અખિલેશ યાદવે કટાક્ષમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે, ભાજપ સરકારને વિનંતી છે કે માત્ર નામો જ નહીં પરંતુ રેલવે સ્ટેશનોની સ્થિતિમાં પણ બદલાવ લાવે. જ્યારે તમને નામ બદલવામાંથી સમય મળે, તો થોડો સમય તેની પરિસ્થિતિ બદલવા માટે પણ કાઢજો અને રેલવે અકસ્માતોને રોકવા વિશે વિચારજો.

આ પણ વાંચો :-

કોણ છે આતંકી ઘોરી? જેણે ભારતમાં ટ્રેનોને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી

0

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી થતા મોટાભાગના આતંકી હુમલાઓ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં જ થાય છે પરંતુ એક મોટો અને શંકાસ્પદ હુમલો ભારતના દક્ષિણ છેવાડે રામેશ્વરમમાં થયો હતો અને આ હુમલાએ ગુપ્તચર એજન્સીઓની ઉંઘ ઉડાડી દીધી હતી. પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં બોમ્બ બ્લાસ્ટની જવાબદારી પાકિસ્તાન સ્થિત એક આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ સ્વીકારી હતી. હવે ફરી ઘોરીએ ભારતીય રેલવેને ટાર્ગેટ કરવાનો પ્લાન ઘડ્યો છે.

15મી ઓગસ્ટથી દિવાળી સુધી હવે તહેવારોની સીઝનને કારણે ભારતમાં ગુપ્તચર એજન્સીઓ આજકાલ હાઈ એલર્ટ મોડ પર જ હોય છે. તેવામાં આતંકી ફરહતુલ્લા ઘોરીનો વધુ એક વીડિયો એજન્સીઓની ચિંતામાં વધારો કરનારો છે. આ વીડિયોમાં ઘોરી ભારતમાં સ્લીપર સેલ દ્વારા દેશભરની ટ્રેનો પર હુમલા કરવાની વાત કરી રહ્યો છે. ભારતમાં ભાગેડુ જાહેર થયા બાદ ઘોરી પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ની મદદથી સ્લીપર સેલ દ્વારા બેંગ્લોરમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટની યોજના ઘડી હતી.

1 માર્ચે રામેશ્વરમમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા. NIA, એ 3 માર્ચે કેસ સંભાળ્યો હતો, અને 12 એપ્રિલે બે મુખ્ય આરોપી અબ્દુલ મતીન અહેમદ તાહા અને મુસાવીર હુસૈન શાજીબની ધરપકડ કરી હતી. જ્યારે તાહા માસ્ટરમાઇન્ડ હતો, શાજીબે ઘટનાને અંજામ આપ્યો હતો. તેની કોલકાતા નજીક એક લોજમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે નકલી ઓળખ સાથે રહેતો હતો. બંને કર્ણાટકના શિવમોગા સ્થિત ઇસ્લામિક સ્ટેટ (IS) મોડ્યુલના સભ્યો હોવાનું કહેવાય છે. આ જ મોડ્યુલના સભ્ય શારિકે નવેમ્બર 2022માં મેંગલુરુમાં વિસ્ફોટ કર્યો હતો.

ફરહતુલ્લા ઘોરીને અબુ સુફયાન, સરદાર સાહેબ અને ફારુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનેક હાઈ-પ્રોફાઈલ હુમલાઓમાં તેની સંડોવણી રહી છે. ગુજરાતમાં 2002માં અક્ષરધામ મંદિર હુમલામાં પણ તેનો હાથ હતો. આ હુમલામાં 33થી વધુ લોકો માર્યા ગયા હતા અને 80 લોકો ઘાયલ થયા હતા. હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સની ઓફિસ પર 2005માં થયેલા આત્મઘાતી હુમલા પાછળ પણ તેનો હાથ હતો.

દિલ્હી પોલીસે ગયા વર્ષે રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ કહ્યું હતું કે ઘોરી ઓનલાઈન જેહાદી ભરતીનું આયોજન કરી રહ્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે ઘોરી આતંકીઓનો હેન્ડલર હતો. થોડા મહિનાઓ પહેલા દિલ્હી પોલીસે પૂણે-આઈએસઆઈએસ મોડ્યુલના દેશભરમાંથી અનેક આતંકવાદીઓની ધરપકડ કરીને ઘોરીનું નામ રેકોર્ડમાં લીધું હતું.

આ પણ વાંચો :-

સંજીવ ભટ્ટની અરજી પર ગુજરાત સરકારને નોટિસ, જાણો શું છે ઘટના?

0

સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, જેમાં તેને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠેરવવા અને આજીવન કેદની સજાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેંચે કહ્યું કે, નોટિસનો ચાર અઠવાડિયામાં જવાબ આપવામાં આવે.

પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ, NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો 1 - image

બેન્ચે આ કેસમાં પેન્ડિંગ અન્ય અરજીઓ સાથે પિટિશનને સૂચિબદ્ધ કરી હતી. સંજીવ ભટ્ટે તેમની અપીલ ફગાવી દેવાતા ગુજરાત હાઈકોર્ટના 9 જાન્યુઆરી, 2024ના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 302 (હત્યા), 323 (જાણી જોઇને ઈજા પહોંચાડવા) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ સંજીવ ભટ્ટ અને સહ-આરોપી પ્રવીણસિંહ ઝાલાની સજાને યથાવત રાખી હતી. દોષિત ઠરાવી હતી.

સંજીવ ભટ્ટ અને પ્રવીણ સિંહ ઝાલાને 20 જૂન 2019માં જામનગરની સત્ર કોર્ટે હત્યાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.તત્કાલીન અધિક પોલીસ અધિક્ષક સંજીવ ભટ્ટે 30 ઓક્ટોબર, 1990ના રોજ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ‘રથયાત્રા’ને રોકવાના વિરોધમાં ‘બંધ’ના એલાન પછી જામજોધપુર શહેરમાં કોમી રમખાણો દરમિયાન 150 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

અટકાયત કરાયેલ વ્યક્તિમાંથી એક પ્રભુદાસ વૈશ્નાનીનું જેલમાંથી છૂટ્યા બાદ હૉસ્પિટલમાં મોત થયું હતું. વૈશ્નાનીના ભાઇએ સંજીવ ભટ્ટ અને અન્ય છ પોલીસ અધિકારીઓ પર તેના ભાઇને કસ્ટડીમાં ટોર્ચર કરવાનો અને તેના મોતનું કારણ બનવાનો આરોપ લગાવ્યો હતો. સંજીવ ભટ્ટની પાંચ સપ્ટેમ્બર, 2018માં એક અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેમના પર ડ્રગ્સ રાખવા માટે એક વ્યક્તિને ફસાવવાનો આરોપ છે. આ કેસમાં સુનાવણી ચાલુ છે.

આ પણ વાંચો :-

આજીવન કારાવાસની સજા ભોગવનાર આસારામને અચાનક મુંબઈ લવાયા, જાણો કારણ?

0

યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને ફ્લાઈટ દ્વારા સારવાર માટે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા હતા. આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી સાત દિવસની સારવાર માટે પેરોલ મળ્યો છે. આસારામને સારવાર માટે આજે જોધપુરથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આસારામ ફ્લાઈટમાં કોઈ મુદ્દે પોલીસ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ઈન્ડિગો ફ્લાઈટની અંદર આસારામનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોલીસકર્મીઓ પર ગુસ્સે થતા જોવા મળ્યા છે.

જેલમાં આસારામની તબિયત લથડી,ઇમરજન્સી વોર્ડમાં દાખલ

પેરોલ મળ્યાના બે અઠવાડિયા બાદ મંગળવારે તેમને ફ્લાઇટથી જોધુપરથી મુંબઈ એરપોર્ટ લઇ આવવામાં આવ્યા હતા. રાજસ્થાન પોલીસે અહીં આસારામને મુંબઈ પોલીસના હવાલે કર્યા હતા. મુંબઈ પોલીસ તેમને અહીંથી ઉપચાર માટે પુણેની માધવબાગ આયુર્વેદિક હૉસ્પિટલમાં લઇ જશે.

પોલીસે પણ રાજસ્થાન અને મુંબઈમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખતા જોધપુર એરપોર્ટ તેમ જ મુંબઈ એરપોર્ટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ સિવાય, આસારામ ફ્લાઇટમાં બેસે ત્યાં સુધી એ ફ્લાઇટથી મુસાફરી કરનારા પ્રવાસીઓ ઉપરાંત અન્ય કોઇના એરપોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હવે આસારામને મહારાષ્ટ્રના ખાપોલીની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવશે. પોલીસની સશસ્ત્ર ટુકડી પણ તેની સાથે છે. ગત સોમવારે સમગ્ર કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને જેલમાંથી પેરોલ આપવામાં આવ્યો હતો. આસારામ પાસેથી 50 હજાર અને 25 હજાર રૂપિયાના અલગ-અલગ બોન્ડ પણ લેવામાં આવ્યા છે. જસ્ટિસ પુષ્પેન્દ્ર ભાટી અને મુન્નારી લક્ષ્મણની બેંચે જોધપુર એઈમ્સના મેડિકલ રિપોર્ટના આધારે તેમને સાત દિવસ માટે પેરોલ આપ્યો છે. વચગાળાના પેરોલના આદેશમાં હાઈકોર્ટે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આસારામ બાપુ મદદનીશ અને ડોક્ટર સિવાય કોઈને મળી શકતા નથી. આસારામની સારવાર ખાનગી રૂમમાં કરવામાં આવશે. રૂમની આસપાસ 24 કલાક પોલીસ બંદોબસ્ત રહેશે.

આ પણ વાંચો :-

મોહન ભાગવતને પણ હવે PM મોદી-અમિત શાહ જેવી સુરક્ષા

0

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની સુરક્ષાના સ્તરમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા કેટેગરી ઝેડ પ્લસથી વધારી એડવાન્સ સિક્યોરિટી લાઈજન (એએસએલ) કરવામાં આવી છે. તેમની સુરક્ષા વ્યવસ્થા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમકક્ષ થશે. આ મુદ્દે હાલમાં ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બિન-ભાજપ શાસિત રાજ્યોમાં વલણ નરમ રહેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે, ભાગવતની ઝેડ પ્લસ સુરક્ષામાં સીઆઈએસએફમાંથી પ્રતિનિયુક્તિ પર અધિકારી અને ગાર્ડ પણ સામેલ હતા. આરએસએસ પ્રમુખ કટ્ટરપંથી ઈસ્લામી સંગઠનો સહિત અનેક સંગઠનોના ટાર્ગેટમાં રહે છે. તેમને મળતી ધમકીઓમાં વધારો થતાં તેમજ વિભિન્ન એજન્સીઓ પાસેથી મળેલી માહિતી બાદ ગૃહ મંત્રાલયે મોહન ભાગવતને એએસએલ સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તાવાર ધોરણે અપગ્રેડ અંગે સૂચના આપવામાં આવી છે.

ઝેડ પ્લસ સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સુરક્ષામાં 55 કમાન્ડો તૈનાત છે, જેઓ 24 કલાક સુરક્ષા મેળવતા VIP સાથે રહે છે. સુરક્ષામાં તૈનાત સૈનિકો રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એટલે કે એનએસજીના કમાન્ડો છે. આ કમાન્ડોની તાલીમ ખૂબ જ કડક હોય છે અને તેઓ આંખના પલકારામાં દુશ્મનને ખતમ કરી દે છે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં NSG કમાન્ડોની પસંદગી કરવામાં આવે છે.

દિલ્હીના સૂત્રોએ જણાવ્યું હતું કે આરએસએસ વડાને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો સહિત ઘણા સંગઠનોના નિશાના પર માનવામાં આવે છે. તેમની વધતી ધમકીઓ અને વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીને પગલે ગૃહ મંત્રાલયે મોહન ભાગવતને “ASL પ્રોટેક્ટેડ પર્સન” તરીકે જાહેર કર્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપગ્રેડ વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

PM મોદીએ રાજયમાં પૂરને લઈ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત

0

ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદને પગલે પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ભારે વરસાદને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં પૂરથી સંકટ છે. સૌથી વધુ નવસારી અને વલસાડ જિલ્લો વરસાદથી પ્રભાવિત થયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકારની સ્થિતિ છે.

PM Narendra Modi held a telephonic conversation with CM Bhupendra Patel regarding the floods in the state.PM Narendra Modiએ રાજયમાં પૂરને લઈ CMભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત | Sandesh

મેઘરાજાએ ગુજરાતને ધમરોળતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં જીવન જરુરીયાતની વસ્તુઓ, પીવાના પાણી માટે લોકોને વલખા મારી રહ્યાં છે. ગુજરાતમાં મેઘ તાંડવ થતા PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરીને વરસાદની સ્થિતિને લઈને જાણકારી મેળવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોસ્ટ કરીને જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો :-

બંગાળમાં ભાજપના નેતા ઉપર છ રાઉન્ડ ગોળીબાર, કાર પર બોમ્બ ફેંકાયો

0

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કઈ હદે કથળી છે તેનું તાદૃશ્ય ઉદાહરણ આજે જોવા મળ્યું. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે થયેલા જંગાલિયતભર્યા અત્યાચારના વિરોધમાં છેલ્લા 15 દિવસથી બંગાળમાં નાગરિકોનો ભારે વિરોધ ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે કેટલાક લોકોએ ભાજપના નેતા ઉપર ગોળીબાર કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં ભાજપ નેતાનો ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેયની કાર ઉપર ગુંડાઓએ છ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. ગોળીબાર થયો તે સમયે ભાજપ નેતા પાંડેય કારમાં હતા. મળતા અહેવાલ મુજબ આ ગોળીબારમાં પાંડેયના ડ્રાઈવરને પણ માથામાં ગોળી વાગી છે અને તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

બંધના સમર્થનમાં ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ઉત્તર 24 પરગણાના બેરકપોર સ્ટેશન પર જ્યારે ભાજપ સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા ત્યારે તંગદિલી પ્રવર્તી રહી હતી. ભાજપના કાર્યકરોએ હુગલી સ્ટેશન પર લોકલ ટ્રેન રોકી હતી. પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં ભાજપના કાર્યકરોએ રસ્તા પર દેખાવો કર્યા હતા જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. માલદામાં રોડ બ્લોક કરવાને લઈને તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું.

આ પણ વાંચો :-

૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

આર્થિક દ્રષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

‌મિથુનઃ

વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી.વી.તેમજ કોન્ટ્રાકટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ

શારિરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

‌સિંહઃ

રાજકીક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ, સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. કફ રહે. જળાશયો થી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ

ક‌વિત, સા‌હિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો ‌વિકસે. સ્ત્રી વર્ગથી લાભ મળે. માતા ‌પિતાની ત‌બિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી

તુલાઃ

વારેવારે ખોટુ લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આ‌‌ર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પ‌રિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધા‌ર્મિક આયોજન શક્ય બને. માતા-‌પિતાની ત‌બિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃ‌શ્ચિકઃ

જાણીતી વ્ય‌ક્તિ દ્વારા ‌વિશ્વાસધાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પ‌રિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ

ઉતાવળીયા ઉત્સાહી, ‌વિષયી, આનંદ, હાજર જવાબી હો‌શિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધન સ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવુ જરૂરી

મકરઃ

‌દિવસ દરમ્યાન તામ‌સિક તથા આદ્યા‌ત્મિકનું ‌મિશ્ર ફળ અનુભવાશે પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પ‌રિવારમાં આનંદ આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ

પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પ‌રિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પ‌રિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક ‌વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ

‌મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ ‌મિલકતના રોકાણો થી લાભ. દેવુ કરવાથી દૂર રહેવું.

BCCI ના સચિવ જય શાહ બન્યા ICCના નવા અધ્યક્ષ, 1 ડિસેમ્બરથી સંભાળશે ચાર્જ

0

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ બન્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. આઈસીસીના અધ્યક્ષ પદ માટે જય શાહ એક માત્ર અરજદાર હતા. આવી સ્થિતિમાં ચૂંટણી ન થઈ અને જય શાહ બિનહરીફ ચૂંટાયા. ઉલ્લેખનીય છે કે અરજી કરવાની છેલ્લી તારીખ મંગળવાર (27 ઓગસ્ટ) હતી.

ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે સતત બીજી વખત આ પદ સંભાળ્યું છે. પરંતુ તેણે તાજેતરમાં ત્રીજી ટર્મની રેસમાંથી પોતાને દૂર કરી લીધા છે. આવી સ્થિતિમાં, રમતની વૈશ્વિક સંચાલક મંડળ ICCમાં જય શાહનો ભાવિ દાવો ખૂબ જ મજબૂત માનવામાં આવતો હતો.

ICC ચેરમેન દરેક બે વર્ષની ત્રણ મુદત માટે પાત્ર છે અને ન્યુઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધીમાં 4 વર્ષ પૂર્ણ કર્યા છે. બાર્કલેને નવેમ્બર 2020 માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2022 માં આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા.

ICCના નિયમો અનુસાર, અધ્યક્ષની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે 9 મતોની સાદી બહુમતી (51%) જરૂરી છે. અગાઉ, અધ્યક્ષ બનવા માટે, વર્તમાનમાં બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી હતી. ICCએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘હાલના ડિરેક્ટરોએ હવે આગામી ચેરમેન માટે 27 ઓગસ્ટ 2024 સુધીમાં નોમિનેશન સબમિટ કરવાનું રહેશે અને જો એકથી વધુ ઉમેદવારો હશે તો ચૂંટણી યોજાશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે.