Sunday, Mar 23, 2025

“હવે બહુ થયું” હું નિરાશ અને ભયભીત છું…’, કોલકાતા દુષ્કર્મ કેસમાં રાષ્ટ્રપતિનું નિવેદન

2 Min Read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કોલકાતાના આરજી કર મેડિકલ કૉલેજની ઘટના અંગે સૌપ્રથમ વખત પ્રતિભાવ આવ્યો છે. આકરો પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું કે, બસ, હવે બહુ થયું. આવી ઘટનાઓ સમાજ અને દેશ માટે શરમજનક છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ઘાતકી હત્યાના મામલામાં સતત વિરોધ અને પ્રદર્શન થઈ રહ્યા છે. તે જ સમયે, હવે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ મામલે કડક નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે તેઓ આ ઘટનાથી નિરાશ અને ભયભીત છે. રાષ્ટ્રપતિએ આ મામલે કડક ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે હવે બહુ થયું. તેણે કહ્યું કે તે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓથી પરેશાન છે.

Image

રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું કે દીકરીઓ વિરુદ્ધ આવા નૃશંસ અપરાધ મંજૂર નથી. આવું પહેલીવાર થયું છે જ્યારે રાષ્ટ્રપતિએ આ ઘટના અંગે ટિપ્પણી કરી હોય. તેમણે દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની વધતી ઘટનાઓ અંગે કહ્યું કે કોઈપણ સભ્ય સમાજ દીકરીઓ અને બહેનો સાથે આ પ્રકારના અત્યાચારને સહન નહીં કરી શકે. ઘટના અંગે કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડૉક્ટર અને નાગરિકો દેખાવ કરી રહ્યા હતા. જોકે અપરાધી બીજે ક્યાંક ફરી રહ્યા હતા. હવે બસ બહુ થયું. સમાજને ઈમાનદાર થવા અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ રેપ અને મર્ડર કેસનો આરોપી સંજય રોય 8મી અને 9મી ઓગસ્ટની રાત્રે અલગ-અલગ બહાને કુલ ચાર વખત આરજી હોસ્પિટલની અંદર ગયો હતો. તેમાંથી ત્રણ વખત તે હોસ્પિટલની અંદર ફરીને બહાર આવ્યો હતો. પરંતુ આરોપ છે કે જ્યારે તે ચોથી અને છેલ્લી વખત હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર કરીને હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો :-

Share This Article