યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને ફ્લાઈટ દ્વારા સારવાર માટે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા હતા. આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી સાત દિવસની સારવાર માટે પેરોલ મળ્યો છે. આસારામને સારવાર માટે આજે જોધપુરથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આસારામ ફ્લાઈટમાં કોઈ મુદ્દે પોલીસ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ઈન્ડિગો ફ્લાઈટની અંદર આસારામનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોલીસકર્મીઓ પર ગુસ્સે થતા જોવા મળ્યા છે.
પેરોલ મળ્યાના બે અઠવાડિયા બાદ મંગળવારે તેમને ફ્લાઇટથી જોધુપરથી મુંબઈ એરપોર્ટ લઇ આવવામાં આવ્યા હતા. રાજસ્થાન પોલીસે અહીં આસારામને મુંબઈ પોલીસના હવાલે કર્યા હતા. મુંબઈ પોલીસ તેમને અહીંથી ઉપચાર માટે પુણેની માધવબાગ આયુર્વેદિક હૉસ્પિટલમાં લઇ જશે.
પોલીસે પણ રાજસ્થાન અને મુંબઈમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખતા જોધપુર એરપોર્ટ તેમ જ મુંબઈ એરપોર્ટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ સિવાય, આસારામ ફ્લાઇટમાં બેસે ત્યાં સુધી એ ફ્લાઇટથી મુસાફરી કરનારા પ્રવાસીઓ ઉપરાંત અન્ય કોઇના એરપોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હવે આસારામને મહારાષ્ટ્રના ખાપોલીની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવશે. પોલીસની સશસ્ત્ર ટુકડી પણ તેની સાથે છે. ગત સોમવારે સમગ્ર કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને જેલમાંથી પેરોલ આપવામાં આવ્યો હતો. આસારામ પાસેથી 50 હજાર અને 25 હજાર રૂપિયાના અલગ-અલગ બોન્ડ પણ લેવામાં આવ્યા છે. જસ્ટિસ પુષ્પેન્દ્ર ભાટી અને મુન્નારી લક્ષ્મણની બેંચે જોધપુર એઈમ્સના મેડિકલ રિપોર્ટના આધારે તેમને સાત દિવસ માટે પેરોલ આપ્યો છે. વચગાળાના પેરોલના આદેશમાં હાઈકોર્ટે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આસારામ બાપુ મદદનીશ અને ડોક્ટર સિવાય કોઈને મળી શકતા નથી. આસારામની સારવાર ખાનગી રૂમમાં કરવામાં આવશે. રૂમની આસપાસ 24 કલાક પોલીસ બંદોબસ્ત રહેશે.
આ પણ વાંચો :-