સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, જેમાં તેને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠેરવવા અને આજીવન કેદની સજાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેંચે કહ્યું કે, નોટિસનો ચાર અઠવાડિયામાં જવાબ આપવામાં આવે.
બેન્ચે આ કેસમાં પેન્ડિંગ અન્ય અરજીઓ સાથે પિટિશનને સૂચિબદ્ધ કરી હતી. સંજીવ ભટ્ટે તેમની અપીલ ફગાવી દેવાતા ગુજરાત હાઈકોર્ટના 9 જાન્યુઆરી, 2024ના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 302 (હત્યા), 323 (જાણી જોઇને ઈજા પહોંચાડવા) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ સંજીવ ભટ્ટ અને સહ-આરોપી પ્રવીણસિંહ ઝાલાની સજાને યથાવત રાખી હતી. દોષિત ઠરાવી હતી.
સંજીવ ભટ્ટ અને પ્રવીણ સિંહ ઝાલાને 20 જૂન 2019માં જામનગરની સત્ર કોર્ટે હત્યાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.તત્કાલીન અધિક પોલીસ અધિક્ષક સંજીવ ભટ્ટે 30 ઓક્ટોબર, 1990ના રોજ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ‘રથયાત્રા’ને રોકવાના વિરોધમાં ‘બંધ’ના એલાન પછી જામજોધપુર શહેરમાં કોમી રમખાણો દરમિયાન 150 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
અટકાયત કરાયેલ વ્યક્તિમાંથી એક પ્રભુદાસ વૈશ્નાનીનું જેલમાંથી છૂટ્યા બાદ હૉસ્પિટલમાં મોત થયું હતું. વૈશ્નાનીના ભાઇએ સંજીવ ભટ્ટ અને અન્ય છ પોલીસ અધિકારીઓ પર તેના ભાઇને કસ્ટડીમાં ટોર્ચર કરવાનો અને તેના મોતનું કારણ બનવાનો આરોપ લગાવ્યો હતો. સંજીવ ભટ્ટની પાંચ સપ્ટેમ્બર, 2018માં એક અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેમના પર ડ્રગ્સ રાખવા માટે એક વ્યક્તિને ફસાવવાનો આરોપ છે. આ કેસમાં સુનાવણી ચાલુ છે.
આ પણ વાંચો :-