ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદને પગલે પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ભારે વરસાદને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં પૂરથી સંકટ છે. સૌથી વધુ નવસારી અને વલસાડ જિલ્લો વરસાદથી પ્રભાવિત થયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકારની સ્થિતિ છે.
મેઘરાજાએ ગુજરાતને ધમરોળતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં જીવન જરુરીયાતની વસ્તુઓ, પીવાના પાણી માટે લોકોને વલખા મારી રહ્યાં છે. ગુજરાતમાં મેઘ તાંડવ થતા PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરીને વરસાદની સ્થિતિને લઈને જાણકારી મેળવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોસ્ટ કરીને જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો :-