ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના અમેઠી જિલ્લાના આઠ રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. આ સ્ટેશનોના નવા નામ સ્થાનિક પૌરાણિક સ્થળો અને મડાપુરુષોના નામ પર રાખવામાં આવ્યા છે. આ બદલાવ પાછળ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અહમ ભૂમિકા ભજવી છે. જયારે સપા પ્રમુખ અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે, નામની સાથે સંજોગો પણ બદલો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રેલવે મંત્રીને પત્ર મોકલીને આ સ્ટેશનોના નામ બદલવાની વિનંતી કરી હતી. મંગળવારે ચીફ કોમર્શિયલ મેનેજર કરિ મોહને સ્ટેશનોના નામ બદલવા સંબંધિત આદેશ જારી કર્યો છે. આદેશ જારી થયા બાદ હવે આઠ રેલવે સ્ટેશનોને નવા નામથી ઓળખવામાં આવશે.
અમેઠી જિલ્લાના કાશીમપુર ડોલ્ટને હવે જાયસ સિટી તરીકે ઓળખવામાં આવશે. એ જ રીતે જાયસનું નામ ગુરુ ગોરખનાથ ધામ હશે. આ સિવાય નિહાલગઢ મહારાજા બિજલી પાસી તરીકે, મિશ્રૌલીને મા કાલિકન ધામ તરીકે, બાની સ્વામી પરમહંસ તરીકે, અકબરગંજને મા અડોરવા ભવાની ધામ તરીકે, વજીરગંજ હોલ્ટને અમર શહીદ ભાલે સુલતાન તરીકે અને ફુરસતગંજને તપેશ્વરનાથ ધામ તરીકે ઓળખવામાં આવશે.
મેઠી જિલ્લાના આઠ સ્ટેશનોના નામ બદલવાના રેલવે બોર્ડના આદેશની વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. સપાના વડા અખિલેશ યાદવે કટાક્ષમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે, ભાજપ સરકારને વિનંતી છે કે માત્ર નામો જ નહીં પરંતુ રેલવે સ્ટેશનોની સ્થિતિમાં પણ બદલાવ લાવે. જ્યારે તમને નામ બદલવામાંથી સમય મળે, તો થોડો સમય તેની પરિસ્થિતિ બદલવા માટે પણ કાઢજો અને રેલવે અકસ્માતોને રોકવા વિશે વિચારજો.
આ પણ વાંચો :-