Home Blog Page 641

સુરતની કંપનીને ઇઝરાયેલે આપ્યો 10 હજાર ડ્રોન બનાવવાનો ઓર્ડર!

0

સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે. સુરતની એફપીવી કંપનીને પ્રતિવર્ષ 2 હજાર ડ્રોન સપ્લાય કરવાનો 5 વર્ષ સુધીનો ઓર્ડર મળ્યો છે. અગાઉ ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપનીના ડેલિગેટ્સની ટીમે એફપીવી કંપનીની મુલાકાત લીધી હતી.

સુરતના યુવા એન્જિનિયર અર્થ ચૌયરી અને તેની ટીમ દ્વારા કામા કાજી ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે. આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપનીની ટીમ સુરત આવી હતી. ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા હતા. ત્યારે આ કામા કાઝી ડ્રોનની શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાં તે ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આવો જાણીએ.

ઇઝરાયેલી આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ-વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતી હોય છે પરંતુ હવે ઈઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામા-કાઝી નામનું ઘાતક ડ્રોન ઇઝરાયેલની કંપની ખરીદશે.

આ પણ વાંચો :-

હિઝબુલ્લાએ મોસાદના હેડક્વાર્ટર પર જબરદસ્ત હુમલો કર્યો

પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહ ગુસ્સે છે. તેણે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટર પર મિસાઈલ છોડવાનો દાવો કર્યો હતો. તેલ અવીવમાં આખી રાત ચેતવણીના સાયરન સંભળાયા. હવાઈ ​​સંરક્ષણ પ્રણાલી દ્વારા ઘણા રોકેટનો નાશ કરવામાં આવ્યો હતો. આ હુમલા પહેલા ગયા અઠવાડિયે લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયો હતો. જેમાં એક ડઝન લોકોના મોત થયા હતા અને 1500થી વધુ લોકો ઘાયલ થયા હતા. બીજા દિવસે વોકી ટોકીમાં વિસ્ફોટ થયો. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ, હિઝબુલ્લાએ દેશની રાજધાની નજીક આવેલા મોસાદ હેડક્વાર્ટર પર કાદર-1 બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી.

इजरायली सेना ने गाजा में संयुक्त राष्ट्र स्कूल के अंदर हमास परिसर पर घातक हमले का दावा किया | एक अच्छा क्रेडिट कार्ड, एक नया विकल्प उत्तर, 39 वर्ष

આનાથી મોસાદના હેડક્વાર્ટરને કોઈ નુકસાન થયું ન હતું કારણ કે ઈઝરાયેલે ડેવિડ સ્લિંગ નામની તેની એર ડિફેન્સ સિસ્ટમ વડે મિસાઈલને હવામાં જ નષ્ટ કરી હતી. તે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે, જે ટૂંકા અંતરની મિસાઈલોને અટકાવવા માટે રચાયેલ છે. IDFનું કહેવું છે કે તેણે તે વિસ્તાર પર હવાઈ હુમલો કર્યો જ્યાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા અને લોન્ચરનો નાશ કર્યો હતો. આ પહેલીવાર છે જ્યારે હિઝબુલ્લાહે તેલ અવીવમાં હુમલો કર્યો છે. IDFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે મંગળવારે ઉત્તરી ઇઝરાયેલમાં 300 રોકેટ છોડ્યા હતા. આ પહેલા ઈઝરાયેલે 1600 ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.

મોસાદનું નામ વિશ્વની સૌથી ખતરનાક ગુપ્તચર એજન્સીઓમાં લેવાય છે. લેબનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ પાછળ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનું નામ આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, મોસાદે આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં બોમ્બ લગાવ્યા હતા અને તેને હિઝબુલ્લાહ સુધી પહોંચાડ્યા હતા. પાછળથી, જ્યારે તે વિસ્ફોટ થયો, ત્યારે લેબનોનમાં મૃત્યુ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા.

ઇઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં 25 લોકો માર્યા ગયા છે અને 6 ઘાયલ થયા છે. લેબનીઝ સૈન્ય અને તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં ઘરોને નિશાન બનાવ્યા છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોમાંથી 15 લેબનીઝ નાગરિક હતા, જ્યારે અન્ય 10 સીરિયાના હતા. સૈન્ય સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સવારે ઇઝરાયલે નમૈરિયેહ ગામની મધ્યમાં સ્થિત અનેક ઘરો પર ચાર મિસાઇલો છોડી હતી.

આ પણ વાંચો :-

ચેન્નાઈમાં રાહુલ ગાંધી વિરુદ્ધ 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો સમગ્ર મામલો

0

તમિલનાડુના ચેન્નાઈમાં ભાજપના એક નેતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અલગ-અલગ જિલ્લાના 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ભાજપના નેતા ડૉ. વેંકટેશ મૌર્યએ રાહુલના તેમના અમેરિકન પ્રવાસ દરમિયાન અનામતને લઈને આપેલા નિવેદન સામે નોંધાવી છે. જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, એસસી-એસટી અને ઓબીસી અનામતને નાબૂદ કરશે.

भारत विरोधी तत्वों को राहुल गांधी पर पूरा भरोसा - द संडे गार्जियन लाइव

સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, બીજેપી નેતા વેંકટેશ મૌર્યએ કહ્યું કે વિપક્ષના નેતા અને સાંસદ તરીકે રાહુલ ગાંધીએ દેશની બહાર આવી વાત ન કરવી જોઈએ. તે દેશની અંદર કંઈ પણ કહી શકે છે. વિદેશમાં તેમણે ભારત સરકાર, SC-ST અને OBCને લઈને ખોટો પ્રચાર કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી છે અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરવી જોઈએ. અમે લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરીએ છીએ કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે. અમે 30 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું. તેમણે પોતાના નિવેદનો બદલ માફી માંગવી જોઈએ.

અમેરિકાના પ્રવાસ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેતા રાહુલ ગાંધીએ અનામતની સાથે-સાથે દેશમાં બેરોજગારી, ચીન અને શીખોને લઈને પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારતમાં કૌશલ્યોની કોઈ કમી નથી પરંતુ કુશળ લોકોનું સન્માન કરવામાં આવતું નથી.

આ પણ વાંચો :-

કૃષિ કાયદા પાછાં લાવવાના નિવેદન અંગે કંગનાએ માફી માંગી

0

ભાજપના લોકસભા સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત પોતાના નિવેદનને લઈને એક વખત ફરી ચર્ચામાં છે. કંગનાએ ભારતના ખેડૂતોને સંબંધિત નિવેદન આપ્યું છે. ભાજપ સાંસદનું નિવેદન આવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે. ભાજપે કંગનાના નિવેદન અંગે કહ્યું કે આ પાર્ટીનું નિવેદન નથી. જો કે હવે અલગ-અલગ પાર્ટીના નેતાઓ તરફથી નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.

હિમાચલ પ્રદેશના મંડીમાં મીડિયા સાથે વાત કરતી વખતે ભારતીય જનતા પાર્ટી સાંસદ કંગના રનૌતે જે કહ્યું તેનાથી સૌ કોઇ ચોંંકી ગયા છે. તેમણે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું કે સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા લાવવા જોઈએ, જે ખેડૂતોના લાંબા વિરોધ પછી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

કંગનાએ કહ્યું કે આ કાયદાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો હતો, કેટલાક રાજ્યોમાં ખેડૂતોના વિરોધને કારણે સરકારે તેમને પાછા ખેંચવા પડ્યા હતા. કંગનાએ વધુમાં કહ્યું કે ખેડૂતો દેશના વિકાસનો એક ખાસ આધારસ્તંભ છે. તેમણે ખેડૂતોને અપીલ કરી અને કહ્યું કે તેઓએ પોતાના માટે આ કાયદા પાછા લાવવાની માંગ કરવી જોઈએ. હવે તેની પાર્ટીએ ફરી એકવાર કંગનાના નિવેદનથી દૂરી લીધી છે. તેણે દાવો કર્યો કે આ તેમનું અંગત નિવેદન છે. મીડિયા સાથે વાત કરતા કંગના રનૌતે કહ્યું, “હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ.”

જનતા દળ યુનાઈટેડના સીનિયર લીડર કેસી ત્યાગીએ કહ્યું કે ‘કંગના રણૌતનું નિવેદન ખેડૂતોનું અપમાન છે, ભાજપે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. આ તો વડાપ્રધાનના નિર્ણયનું અપમાન છે. અમે પણ આ કૃષિ કાયદા વિરુદ્ધ હતાં, અમે કંગના રણૌતના નિવેદનનો વિરોધ કરે છીએ.’

આ પણ વાંચો :-

સેન્સેક્સ નિફ્ટી નેગેટિવ ખુલ્યા, બેંક અને આઈટી શેર ડાઉન

0

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84914 સામે નીચા ગેપમાં બુધવારે 84836 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 25940 પાછલા બંધ સામે આજે 25899 ખુલ્યો હતો. બ્લુ ચીપ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડાઉન હતા.

Share Market Live: સેન્સેક્સ નિફ્ટી નેગેટિવ ખુલ્યા, બેંક અને આઈટી શેર ડાઉન

બીજી તરફ સેન્સેક્સના 30માંથી 11 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક સેન્સેક્સના ટોપ-5 ગુમાવનારા હતા. આ સિવાય ઈન્ફોસિસ, ટીસીએસ, એલએન્ડટી, પાવર ગ્રીડ, સન ફાર્મા અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

જિયોજિત સર્વિસીઝના રીસર્ચ વિભાગના પ્રેસિડેન્ટ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ફેડ દ્વારા વ્યાજ દરોમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે ભારતીય શેરબજારોમાં ઉત્સાહની લહેર વ્યાપી ગઇ હતી, તેના પગલે આજે સેન્સક્સ નિફ્ટીમાં મજબુતાાઇ જોવા મળી હતી. ઇન્પુટ ખર્ચમાં ઘટાડો અને વૈશ્વિક બેન્કો દ્વારા ઘટાડાની વચ્ચે આરબીઆઇના રૂખમાં ફેરફારની આશાથી મૂલ્યાંકનને સમર્થન મળશે. “ભારતનો પીએમઆઇ ડેટા નરમ પડ્યો હોવા છતાં, રોકાણકારોને આશા છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) તરફથી ભંડોળનો પ્રવાહ બજારને ટેકો આપવાનું ચાલુ રાખશે.

એશિયન બજારોમાં, સિઓલ અને શાંઘાઈ લીલા રંગમાં બંધ થયા જ્યારે હોંગકોંગ લાલ નિશાનમાં બંધ થયા. જાપાનમાં સોમવારે રજાના કારણે બજારો બંધ રહ્યા હતા. બપોરના વેપારમાં યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ હતું. શુક્રવારે અમેરિકન બજાર મિશ્રિત નોંધ પર બંધ થયા હતા.

આ પણ વાંચો :-

હિંમતનગરમાં ભયંકર કાર અક્સમાત, અમદાવાદના 7 લોકોના મોત

0

સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ ઇનોવા કાર ધકાડાભેર અથડાતા ભંયકર અકસ્માત થયો છે.આ એક્સિડેન્ટ એટલો ભંયકર હતો કે ઘટનાસ્થળ પર જ કારમાં બેઠેલા 7 લોકોનું કરુણ મોત થયું છે. એક્સિડેન્ટ બાદ કાર સંપૂર્ણપણે ચગદાઇ જતા કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે હિંમતનગર હાઇવે પર કાર એક્સિડન્ટ થયો છે. તમામ મૃતકો અમદાવાદના છે.

Himatnagar Car Accident: હિંમતનગરમાં ભયંકર કાર અક્સમાત, અમદાવાદના 7 લોકોના કરુણ મોત, કટર વડે કાર કાપી મૃતદેહ બહાર કાઢવા પડ્યા

મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હોવાના અહેવાલ છે. મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. જેથી પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વાહનમાંથી બહાર કાઢ્યા બાદ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલો અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે. તેમના આગમન પર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

તિરુપતિ મંદિરના પ્રસાદના બોક્સમાંથી ગુટખાનું પેકેટ મળ્યું? એક ભક્તે દાવો કર્યો

0

તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને હજુ પણ વિવાદ ચાલુ છે. જ્યારથી મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે પ્રસાદની ગુણવત્તા સાથે છેડછાડ કરવામાં આવી છે અને ઘીમાં પશુઓની ચરબી ભેળવવામાં આવી છે, ત્યારે હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે. એક ભક્તે દાવો કર્યો છે કે જ્યારે તેણે તિરુપતિ પ્રસાદનું બોક્સ ખોલ્યું તો તેમાં ગુટખાનું પેકેટ જોયું.

Tirupati laddu controversy : હવે તિરુપતિ પ્રસાદના બોક્સમાંથી ગુટખાનું પેકેટ મળ્યું? મંદિરે ગયેલા ભક્તનો મોટો દાવો

તેલંગાણાના ખમ્મમ જિલ્લાની ડોન્ટુ પદ્માવતી નામની મહિલા તિરુપતિ મંદિરમાં ગઈ હતી. ત્યાં દર્શન કરીને પ્રસાદ લીધો હતો. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પ્રસાદ બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે તેમાં ગુટખાનું પેકેટ જોવા મળ્યું હતું. આ ઉપરાંત તે પ્રસાદમાં ગુટખાના કેટલાક નિશાન પણ મળી આવ્યા હતા. હવે આ જ પ્રસાદની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, લોકો અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

જો કે, આ સમયે આ વિવાદ વધુ વધ્યો છે કારણ કે પ્રસાદની ગુણવત્તાને લઈને પહેલેથી જ હોબાળો ચાલી રહ્યો છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એનડીએની બેઠકમાં કહ્યું હતું કે ઉપલબ્ધ તિરુમાલા લાડુ નબળી ગુણવત્તાના છે, તેઓ ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારથી ટીડીપીની સરકાર આવી છે ત્યારથી સમગ્ર પ્રક્રિયાને સાફ કરવામાં આવી છે અને લાડુની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે.

ખરેખર, મંદિર બોર્ડે લાડુમાં વપરાતા ઘીનું પરીક્ષણ કરાવ્યું હતું. તેમના વતી, ઘી ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળા (NDDB CALF Ltd.) માં મોકલવામાં આવ્યું હતું. 9મી જુલાઈની તારીખ હતી જ્યારે ઘીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. તે તપાસનો રિપોર્ટ 16 જુલાઈએ ફરી આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઘીના સેમ્પલ સાચા નથી નીકળ્યા.

આ પણ વાંચો :-

સુરતમાં ડાયમંડ ફેક્ટરીને ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતાં 14 રત્નકલાકાર દાઝ્યા, બેની હાલત ગંભીર

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આજે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જેના લીધે કારખાનામાં કામ કરી રહેલા 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા હતા. જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટનામાં દાઝી ગયેલા તમામ રત્ન કલાકારોને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.સુરતના કતારગામમાં એક ડાયમંડ ફેકટરીની ગેસ લાઈનમાં થયો બ્લાસ્ટ, ૧૪ રત્નકલાકાર ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર – Gujarat Mirror

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ડાયમંડ સાફ કરતી વખતે ગેસ લાઇનમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની ઘટનામાં 14 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અહીં ડાયમંડ ઉપરથી ધૂળને દૂર કરવા માટે અને તેને સાફ કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ થતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું કે, કોલ મળતાં જ કતાર ગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેશફાયરથી બે કારીગર ગંભીર રીતે દાઝ્યા હતાં. બીજા કોઈ ફસાયા નહોતા. કુલ 14ને નાની મોટી ઈજા થઈ હતી. ઘુમાડાને હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઈનમાં લિકેજ થતાં આગ લાગી હોય શકે છે. 6 ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવ્યા હતાં.

આ પણ વાંચો :-

સુરતમાં લેપ્ટોસ્પાયરોસિસના વધું બે નવા કેસ

સુરતમાં લેપ્ટોસ્પાયરોસિસના વધુ બે કેસ નોંધાયા છે. 48 વર્ષીય યુવક જે ભેસ્તાનનો છે, અને 46 વર્ષીય યુવક જે ઉધનાનો રહેવાસી છે. આ બંનેને આ રોગના કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આ રોગના કેસમાં વધારો જોવા મળતો રહ્યો છે. હાલમાં, સુરત શહેરમાં આ રોગના કેસોમાં વધારાના સંકેતો મળ્યા છે, જેના કારણે સ્થાનિક આરોગ્ય તંત્રને ચિંતાનો સામનો કરવો પડ્યો છે. તબીબો અને આરોગ્ય અધિકારીઓ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વધતા કેસોના રોકાણ માટે કામગીરી કરી રહ્યા છે, જેથી વધુ લોકો પર અસર ન થાય.

કોવિડ-19ના ઉછાળામાં સુરતની હોસ્પિટલો અને સ્મશાનગૃહ પર ભારણ આવી ગયું છે | કારવાં

લેપ્ટોસ્પાયરોસિસ એક બેક્ટેરિયલ સંક્રમણ છે, જે માનવ અને પ્રાણી બંનેને અસર કરી શકે છે. આ સમસ્યા લેપ્ટોસ્પાયરા જાતિના બેક્ટેરિયા દ્વારા થાય છે. આનો અસરકારક ઉપચાર ન થાય તો કિડનીનું નુકસાન, લિવર નિષ્ફળતા અને શ્વાસની સમસ્યાઓ થઈ શકે છે. લેપ્ટોસ્પાયરોસિસનો પ્રકોપ અનુક્રમણિકા સંક્રમિત પ્રાણીઓના પેશાબ દ્વારા થાય છે, જે પાણી અથવા માટીમાં મળી શકે છે અને ઘણીવાર ત્યાં પ્રતિકારક રહે છે. આમાં કૂતરાં, છુટક પશુઓ, તથા અન્ય જંગલી પ્રાણીઓનો સમાવેશ થાય છે. સંક્રમણની પ્રક્રિયા તે સમયે થાય છે જ્યારે માનવ શરીર સંક્રમિત પ્રાણીઓના પેશાબ અથવા લારના સંપર્કમાં આવે છે.

બેક્ટેરિયા જે લેપ્ટોસ્પાયરોસિસનું કારણ બને છે તે ચેપગ્રસ્ત પ્રાણીઓના પેશાબ દ્વારા ફેલાય છે, જે પાણી અથવા જમીનમાં જાય છે અને ત્યાં અઠવાડિયાથી કેટલાક મહિનાઓ સુધી જીવંત રહે છે. આ કારણે અનેક પ્રકારના જંગલી અને પાળેલા પ્રાણીઓ પણ આ બેક્ટેરિયાનો શિકાર બને છે અને ચેપગ્રસ્ત થાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘોડા, ડુક્કર, કૂતરા, ઘેટાં અને ઉંદરો તેમજ અન્ય જંગલી પ્રાણીઓનો સમાવેશ થઈ શકે છે, જે આ ચેપનો શિકાર બને છે. તે જ સમયે, આ ચેપ ચેપગ્રસ્ત પ્રાણીઓના પેશાબ અથવા લાળ સિવાયના શરીરના પ્રવાહીના સંપર્ક દ્વારા લોકોમાં ફેલાય છે.

લેપ્ટોસ્પાયરોસિસના લક્ષણોમાં સામાન્ય રીતે તાવ, ઠંડક, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, વમિટિંગ વગેરે સામેલ છે. કેટલાક લોકોમાં આ લક્ષણો રાહત બાદ પાછા આવી શકે છે, જ્યારે બીજા કેટલાકમાં તે વધુ ગંભીર બની શકે છે.

આ પણ વાંચો :-

‘ભેળસેળ અસ્વીકાર્ય છે’: યોગી આદિત્યનાથે યુપીના રેસ્ટોર, ઢાબા, હોટલની તપાસના આદેશ આપ્યા

0

ઉત્તર પ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે નિર્દેશ જાહેર કર્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ અંગે મુખ્યમંત્રીએ મંગળવારે મહત્વની બેઠક લીધી હતી. આ દરમિયાન તેમણે અનેક સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પદાર્થોમાં માનવ કચરો ભેળવવો ઘૃણાજનક છે. આ બધું સ્વીકારવામાં આવશે નહીં. હવે આવા ઢાબા/રેસ્ટોરાં અને ખાણીપીણીની સંસ્થાઓની સઘન તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સંસ્થાઓમાં કામ કરતા દરેક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન પણ થશે.

Yogi Adityanath says 'overconfidence' hurt BJP's expectations in Lok Sabha polls - India Today

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા અને માનક કાયદામાં જરૂરી સુધારા કરવા સૂચના આપી છે. જે મુજબ ફૂડ સેન્ટરો પર ઓપરેટર, પ્રોપ્રાઈટર, મેનેજર વગેરેનું નામ અને સરનામું દર્શાવવાનું ફરજિયાત રહેશે. હવે દરેક વ્યક્તિએ, તે રસોઇયા હોય કે વેઈટર, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા પડશે.

ખાદ્યપદાર્થોમાં પ્રમુખ દિશા-નિર્દેશો………

  • તાજેતરના દિવસોમાં દેશના વિભિન્ન ભાગોમાં જ્યૂસ, દાળ અને રોટલી જેવી ખાદ્ય વસ્તુઓમાં માનવ કચરો, અખાદ્ય, ગંદી વસ્તુઓની ભેળસેળની ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓ ઘૃણાસ્પદ છે અને સામાન્ય લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. આવા દુષ્ટ પ્રયાસોને ક્યારેય સ્વીકારવામાં નહીં આવશે. ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ ન બને તેના માટે ઠોસ વ્યવસ્થા કરવી જરૂરી છે.
  • ખાણી-પીણીની સંસ્થાઓ જેવી કે ઢાબા-રેસ્ટોરન્ટ વગેરેની તપાસ કરવી જરૂરી છે. રાજ્યવ્યાપી સઘન ઝુંબેશ ચલાવીને આ સંસ્થાઓના સંચાલકો સહિત ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની ચકાસણી કરવામાં આવે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થવી જોઈએ.
  • સંચાલકો, માલિકો, મેનેજરો વગેરેના નામ અને સરનામા ખાવાની સંસ્થાઓ પર સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ. આ સંદર્ભે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં પણ જરૂરી સુધારા કરવા જોઈએ.
  • ઢાબા-હોટલો-રેસ્ટોરન્ટ વગેરે ખાદ્ય સંસ્થાઓમાં CCTVની વ્યવસ્થા કરવામાં આવે. માત્ર ગ્રાહકો માટે બેસવાના સ્થઆન પર જ નહીં પરંતુ સંસ્થાના અન્ય ભાગો પણ CCTVથી કવર હોવા જોઈએ. એ સુનિશ્ચિત થવું જોઈએ કે દરેક સંસ્થાના સંચાલક સીસીટીવી ફીડને સુરક્ષિત રાખશે અને જો જરૂર પડવા પર પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રને ઉપલબ્ધ કરાવશે.
  • ખાદ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા હોવી જોઈએ. એ સુનિશ્ચિત કરવામાં આવે કે, ખાદ્યપદાર્થો બનાવતી વખતે અને પીરસતી વખતે સંબંધિત વ્યક્તિૉ માસ્ક અને ગ્લવ્સનો ફરજિયાત ઉપયોગ કરે, તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન થવી જોઈએ.
  • સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારે ખિલવાડ ન કરી શકાય. આવા પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખાદ્યપદાર્થોને બનાવવા, વેચાણ અથવા અન્ય સંબંધિત ગતિવિધિઓ સાથે સંબંધિત નિયમોને વ્યવહારિકતાનું ધ્યાન રાખી વધુ કડક બનાવવામાં આવે. નિયમોના ભંગ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો :-