સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે. સુરતની એફપીવી કંપનીને પ્રતિવર્ષ 2 હજાર ડ્રોન સપ્લાય કરવાનો 5 વર્ષ સુધીનો ઓર્ડર મળ્યો છે. અગાઉ ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપનીના ડેલિગેટ્સની ટીમે એફપીવી કંપનીની મુલાકાત લીધી હતી.
સુરતના યુવા એન્જિનિયર અર્થ ચૌયરી અને તેની ટીમ દ્વારા કામા કાજી ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે. આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપનીની ટીમ સુરત આવી હતી. ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા હતા. ત્યારે આ કામા કાઝી ડ્રોનની શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાં તે ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આવો જાણીએ.
ઇઝરાયેલી આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ-વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતી હોય છે પરંતુ હવે ઈઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામા-કાઝી નામનું ઘાતક ડ્રોન ઇઝરાયેલની કંપની ખરીદશે.
આ પણ વાંચો :-