Wednesday, Mar 19, 2025

સુરતમાં ડાયમંડ ફેક્ટરીને ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતાં 14 રત્નકલાકાર દાઝ્યા, બેની હાલત ગંભીર

2 Min Read

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આજે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જેના લીધે કારખાનામાં કામ કરી રહેલા 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા હતા. જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટનામાં દાઝી ગયેલા તમામ રત્ન કલાકારોને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.સુરતના કતારગામમાં એક ડાયમંડ ફેકટરીની ગેસ લાઈનમાં થયો બ્લાસ્ટ, ૧૪ રત્નકલાકાર ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર – Gujarat Mirror

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ડાયમંડ સાફ કરતી વખતે ગેસ લાઇનમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની ઘટનામાં 14 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અહીં ડાયમંડ ઉપરથી ધૂળને દૂર કરવા માટે અને તેને સાફ કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ થતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું કે, કોલ મળતાં જ કતાર ગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેશફાયરથી બે કારીગર ગંભીર રીતે દાઝ્યા હતાં. બીજા કોઈ ફસાયા નહોતા. કુલ 14ને નાની મોટી ઈજા થઈ હતી. ઘુમાડાને હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઈનમાં લિકેજ થતાં આગ લાગી હોય શકે છે. 6 ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવ્યા હતાં.

આ પણ વાંચો :-

Share This Article