Home Blog Page 640

‘ભારતીય નાગરિકોએ લેબનોન છોડવું જોઇએ’, ભારતે યુદ્ધના ભય વચ્ચે એડવાઇઝરી જારી કરી

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ખતરનાક થઇ રહ્યું છે. ત્યારે યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં તણાવમાં સ્પષ્ટપણે વધારો જોવા મળી રહ્યો છે. ભારતના બેરૂત દૂતાવાસે, ભારતીય નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડી દેવાની સલાહ આપી છે. આ સુચના એડવાઈઝરી ફોર્મેટમાં જારી કરવામાં આવી છે, જેમાં વધુમાં જણાવાયું છે કે, ભારતીય નાગરિકોએ, જે લેબનોનમાં હાજર છે, તેમણે જલ્દી જ આ દેશ છોડવાનું મન બનાવવું જોઈએ.

Image

દૂતાવાસે એક ટ્વિટની મદદથી અહીં રહેતા ભારતીઓને સંદેશ આપ્યો છે કે, ‘પ્રદેશમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગળની સૂચના સુધી લેબનોનની મુસાફરી ન કરવા અને ત્યાં રહેલા તમામ નાગરિકોને લેબનોન છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર અટક્યા હોય, તો તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ જલ્દી જ શક્ય હલચલ બંધ કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.’

હમાસ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે લગભગ એક વર્ષ થઈ ગયો છે, પરંતુ હાલની સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. ઇઝરાયેલી સેના હવે હિઝબુલ્લાહને સ્પષ્ટ રૂપે નિશાન બનાવી રહી છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા હુમલાઓમાં, લેબનોનમાં અત્યાર સુધી અંદાજે 600 જેટલા લોકોના મોત થયાં છે, જેમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે. લેબનાના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આ હુમલાને ‘નરસંહાર’ તરીકે ગણાવ્યો છે.

હમલાઓમાં વોકી-ટોકી, રેડિયો, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ, ઇઝરાયેલી સેના હિઝબુલ્લાહના વિવિધ સ્થળોએ વિસ્ફોટક હુમલા કરી રહી હતી. 20 સપ્ટેમ્બરએ બેરૂતમાં એક મોટો હુમલો થયો, જેમાં હિઝબુલ્લાહના રદવાન યુનિટને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી, પાંચ લોકો દાઝયા

સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળ ઉપર સાડીના પટ્ટા પર ટીકી લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મકાનમાં કામ કરતા પાંચ લોકો દાઝી ગયા હતા. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે. મેયર દક્ષેશ માવાણી અને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત લીધી હતી.

પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું સુરતના સીમાડા ખાતે આવેલા વાલમ નગરમાં એક મકાનમાં ત્રીજા મળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી. જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી. જેમાંથી 5 જેટલા લોકો દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું સળગી જવાથી મોત થતાં તેની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી હતી. આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું. જોબ વર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું છે. તેમાં પાંચ લોકોને ઈજા થઈ છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકને હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ પણ વાંચો :-

વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, 4 લોકોના મોત, વીજળી ગુલ, વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાયી

0

વડોદરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગઈ સાંજે ભારે વાવાઝોડું આવ્યું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે એકાએક ચારે બાજુ વાદળો ઘેરાઇ જતાં અંધારું થઇ ગયું હતું અને પ્રચંડ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને રાહદારીઓએ નાસભાગ કરી મૂકી હતી અને તેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. ગઇકાલે સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઇ. 4નાં મોત 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયાં. તો 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી 13 લોકોનાં મોત અને 24 જુલાઇએ વરસેલા 7 ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું હતું.

Vadodara Rains Today Photos and Videos: Gujarat City Sees Early Morning Rain With Strong Winds | 📰 LatestLY

વરસાદની સાથે સાથે ભારે પવનના કારણે વૃક્ષો, હોર્ડિંગ ધરાશાયી થયા હતા. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘણા વાહન બંધ પડી જવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખંડેરાવ માર્કેટ, મેઈન રોડ બજાર, માંજલપુર, સયાજીગંજ, કારેલીબાગ રાવપુરા જેવા અનેક વિસ્તારોમાં પાણી જ જોવા મળી રહ્યું છે.વરસાદ બાદ અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઈ છે.

110 કિમીએ પવન ફૂંકાતા શહેરમાં તબાહી વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલાં નવાં વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગ્યે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઊડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખેઆખી કેબિન ઊડીને દૂર ફેંકાઈ ગઇ હતી.

આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયાં છે. જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતા. જ્યારે વાવાઝોડાને કારણે ચાર લોકોના મોત થયા છે. સાંજે 6થી રાતના 8 સુધીમાં 3 ઈંચ વરસાદ પડતાં ચાર દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

આ પણ વાંચો :-

માનહાનિ કેસમાં સંજય રાઉતને 15 દિવસની જેલની સજા અને 25 હજારનો દંડ

0

માનહાનિ કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કદાવર નેતા સંજય રાઉત મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. જેના પર મેટ્રોપોલિટન કોર્ટ મઝગાઉના મેજિસ્ટ્રેટે ચુકાદો આપતાં સંજય રાઉતને દોષિત ઠેરવતાં 15 દિવસ કેદ અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

શિવસેના સત્તા માટે જન્મી નથી, સત્તા શિવસેના માટે જન્મી છે: સંજય રાઉત | Sandesh

ગત વર્ષે ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમની પત્નીએ કોર્ટમાં અપીલ કરીને સંજય રાઉત સામે માનહાનિનો દાવો કર્યો હતો. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં પબ્લિક ટોઈલેટના નિર્માણ અને સારસંભાળ માટે 100 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો તદ્દન ખોટા છે. તે સમયે તેમણે સંજય રાઉત સામે કેસ નોંધવાની માગ કરી હતી અને તેમને આરોપી બનાવ્યા હતા. તેમની સામે આઈપીસીની કલમ 499 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાના વકીલે કહ્યું હતું કે કોર્ટે આદેશ કર્યો છે કે તેમને વળતર રૂપે સંજય રાઉત 25000 રૂપિયા ચૂકવે. ફરિયાદમાં મેધાએ સ્વીકાર્યું હતું કે રાઉત મરાઠી ન્યૂઝપેપર સામનાના એક્ઝિક્યૂટિવ એડિટર છે અને ઉદ્ધવની શિવસેનાના મુખ્ય પ્રવક્તા પણ છે. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે 15 એપ્રિલ 2022ના રોજ તેમની વિરુદ્ધ માનહાનિ કરતાં નિવેદનો છાપવામાં આવ્યા હતા. જે ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા ફેલાવાયા હતા.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો આ જિલ્લામાં રેડ એલર્ટ

0

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા તથા અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ દાહોદ, ,વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી તથા ભાવનગર, ગીરસોમનાથ તેમજ બોટાદ અને દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.

Pune, Kolhapur, Satara on Orange Alert as Madhya Maharashtra Braces for Extremely Heavy Rains | Weather.com

આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના છે. વડોદરામાં પણ ભારે વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાની ગતિ સામે ઝઝૂમતા વૃક્ષનો વીડિયો પણ વાયરલ થયો છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ નવસારી, સુરત, ડાંગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે તાપી, વડોદરા તથા ભરૂચ, અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

26મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ગીર સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ નથી.

27મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ નથી.

આ પણ વાંચો :-

મુંબઈમાં માત્ર 5 કલાકમાં 200 mm વરસાદ, 4 લોકોના મોત, શાળા-કોલેજો બંધ

0

મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારતીય હવામાન વિભાગએ બુધવારે સાંજે મુંબઈ અને તેના પડોશી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ મુજબ અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં બપોરથી વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં 26 સપ્ટેમ્બરે શાળા-કોલેજો બંધ રહેશે. BMC પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઘરમાં જ રહે અને અત્યંત જરૂરી હોય ત્યારે જ બહાર નીકળે.

મુંબઈમાં મુશળધાર વરસાદ, હવામાન વિભાગે લોકોને ઘરમાં જ રહેવા કરી અપીલ - Gujarati News | Rain in maharashtra heavy rain in mumbai today several parts waterlogged heavier rain predicted later mumbai ma bhare varsad na lidhe anek vistar ma pani bharaya ...

મુંબઈમાં ભારે વરસાદની ચેતવણીને કારણે અહીંથી ઉપડતી ફ્લાઈટ્સ પર પણ અસર પડી છે. ઘણી ફ્લાઈટોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વિસ્તારા, સ્પાઈસ જેટ અને અન્ય એરલાઈન્સની ફ્લાઈટ્સ કેન્સલ અથવા ડાયવર્ટ કરવામાં આવી રહી છે. આ એરલાઈન્સે એક્સ પર માહિતી આપી છે.

વરસાદ અને ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને લોકલ ટ્રેનો અને લાંબા અંતરની ટ્રેનોમાં પણ ઘણી ભીડ જોવા મળી હતી. ઘાટકોપર સ્ટેશન પર ભીડ બેકાબૂ થઇ હતી. એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ પર લોકોની ભીડ છે. વરસાદની ચેતવણી બાદ અહીં જનજીવન પર તેની અસર દેખાવા લાગી છે. આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં મુંબઈ, ગોવા, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 27 સપ્ટેમ્બરના રોજ, વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

શેરબજાર રિકવરી મોડ પર, સેન્સેક્સ-નિફ્ટી સતત પાંચમા દિવસે ઓલટાઈમ હાઈ

0

શેરબજારમાં અવિરત તેજીનો દોર જળવાઈ રહ્યો છે. ધીમા ધોરણે પણ સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી રોજ નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. આજે ફરી સેન્સેક્સ 300 પોઈન્ટના ઉછાળા સાથે 85462.62ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 26000નું લેવલ જાળવતાં 26087.80ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી.

Share Market Updates: Sensex zooms 1000 points, Nifty above 17,150; banking stocks shine - BusinessToday

વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતનો આર્થિક વૃદ્ધિ દર મજબૂત હોવાનો સંકેત તેમજ એશિયન બજારોની તેજીના સથવારે શેરબજાર પોઝિટિવ ટ્રેન્ડ સાથે આગેકૂચ કરી રહ્યા છે. જો કે, એફએન્ડઓ એક્સપાયરીના પગલે માર્કેટ બ્રેડ્થ સાવચેતીની બની છે. સેન્સેક્સ પેકમાં 20 શેર્સ 3.40 ટકા સુધી ઉછાળા સાથે, જ્યારે 10 શેર્સ 1.34 ટકા સુધી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બજારની શરૂઆત ધીમી હોવા છતાં ટૂંક સમયમાં જ વેગ પકડશે. માર્કેટ ઓપનિંગ સમયે લગભગ 1426 કંપનીઓના શેર્સે ગ્રીન માર્ક પર ફાયદા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જ્યારે 840 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય 151 શેર એવા હતા જેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. દરમિયાન SBI લાઈફ ઈન્સ્યોરન્સ, મારુતિ સુઝુકી, શ્રી રામ ફાઈનાન્સ, ટાટા મોટર્સ અને ટેક મહિન્દ્રા શરૂઆતી બજારમાં ચાલતી જોવા મળી હતી.

BSE પર સૌથી વધુ ઉછાળો મેળવનાર ટોપ-10 શેરો વિશે વાત કરીએ તો, લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ ટ્રેન્ટ શેર 3.46 ટકાના વધારા સાથે રૂ. 7873.25 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે મારુતિ સુઝુકીનો શેર રૂ. 13059ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. 2.15 ટકા હતો. આ સિવાય ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સનો શેર પણ લગભગ 1.50 ટકા વધીને રૂ. 975ના આંકડાને સ્પર્શ્યો હતો. આ સિવાય નેસ્લે ઈન્ડિયાનો શેર પણ 1 ટકાથી વધુ વધીને રૂ. 2722 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો :-

૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪/ ગુરુવરના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આર્થિકક્ષેત્રે શુભ ફળ પ્રાપ્‍ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ

દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્‍ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ

જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવરજંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જ‍ળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવ‌ાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહઃ

સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી-ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ

જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ

કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્ર ફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ

આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જ‍ળવાય.

મકરઃ

વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોકટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ

ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ, યશ-પ્રતિષ્‍ઠા વધે. આરોગ્ય જળવાય.

પશ્ચિમ બંગાળમાં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

0

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનમાં ન્યૂ મયનાગુડી સ્ટેશ પર એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડી ખાલી હતી અને કોઇ નુકસાનના સમાચાર નથી. દૂર્ઘટના બાદ ટ્રેનોને વેકલ્પિક માર્ગથી મોકલવામાં આવી હતી. આ દૂર્ઘટનાને કારણે જોકે, રેલ વ્યવહાર પ્રભાવિત થયો નહતો.

અહેવાલ મુજબ આ ઘટનાને કારણે સ્ટેશનની પાણી પુરવઠાની પાઇપલાઇનને પણ નુકસાન થયું હતું. ટ્રેન પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રેકને ફરી રેલ વ્યવહાર માટે ખુલ્લો કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, સવારે 6:26 કલાકે અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર ખાલી માલગાડીના 5 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે રેલ્વે માર્ગ પણ ખોરવાયો હતો. ઘટના બાદ ટ્રેનોને વૈકલ્પિક રૂટ પર ડાઈવર્ટ કરવામાં આવી છે. હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું છે. આ 5 લાઇનવાળું સ્ટેશન છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સ્ટેશન પર પણ ટૂંક સમયમાં ટ્રેનોની અવરજવર પુનઃસ્થાપિત કરવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા 15 સપ્ટેમ્બરે ગયામાં એક રેલ દૂર્ઘટના સમાચાર સામે આવ્યા હતા જ્યાં ગયા-કિઉલ રેલવે ટ્રેક પર રઘુનાથપુર ગામ પાસે એક રેલવે એન્જિન પાટા પરથી ઉતરીને ખેતરમાં પહોંચી ગયું હતું. આ દૂર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીજી તરફ રેલ્વેની ચિંતા પાટા પર થતા ષડયંત્રને લઇને પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

બોટાદમાં પર જૂના પાટાનો ટુકડો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ઘટનાની તપાસ શરૂ

0

ગુજરાતમાં સુરત બાદ વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બોટાદમાં ભાવનગર-ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે. અહીં પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા. જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં પ્રેશર પાઇપને નુકસાન થયું હતું. છેવટે બીજા એન્જિન સાથે ટ્રેન જોડીને ભાવનગર લઈ જવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ તાજેતરમાં સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરાનો પ્રયાસ થયો હતો, ત્યારબાદ ફરી એકવાર બોટાદ નજીક રેલવે ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો પાટો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓખાથી ભાવનગર જઇ રહેલી ટ્રેન લોખંડના પાટા સાથે અથડાઇ હતી. જેના લીધે ટ્રેનનું એન્જિન બંધ થઇ ગયું છે. આ ઘટનાની જાણ થતાં બોટાદ રેલવે પોલીસ પોલીસ તથા રેલવેના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

હાલ બોટાદ પોલીસ, એલસીબી સહિતની ટીમોએ તપાસનો દૌર શરૂ કરી દીધો છે. આ ઘટના કેવી રીતે બની હતી, કોણે કાવતરું રચ્યું છે તે અંગેની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-