પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનમાં ન્યૂ મયનાગુડી સ્ટેશ પર એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડી ખાલી હતી અને કોઇ નુકસાનના સમાચાર નથી. દૂર્ઘટના બાદ ટ્રેનોને વેકલ્પિક માર્ગથી મોકલવામાં આવી હતી. આ દૂર્ઘટનાને કારણે જોકે, રેલ વ્યવહાર પ્રભાવિત થયો નહતો.
અહેવાલ મુજબ આ ઘટનાને કારણે સ્ટેશનની પાણી પુરવઠાની પાઇપલાઇનને પણ નુકસાન થયું હતું. ટ્રેન પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રેકને ફરી રેલ વ્યવહાર માટે ખુલ્લો કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સવારે 6:26 કલાકે અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર ખાલી માલગાડીના 5 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે રેલ્વે માર્ગ પણ ખોરવાયો હતો. ઘટના બાદ ટ્રેનોને વૈકલ્પિક રૂટ પર ડાઈવર્ટ કરવામાં આવી છે. હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું છે. આ 5 લાઇનવાળું સ્ટેશન છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સ્ટેશન પર પણ ટૂંક સમયમાં ટ્રેનોની અવરજવર પુનઃસ્થાપિત કરવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા 15 સપ્ટેમ્બરે ગયામાં એક રેલ દૂર્ઘટના સમાચાર સામે આવ્યા હતા જ્યાં ગયા-કિઉલ રેલવે ટ્રેક પર રઘુનાથપુર ગામ પાસે એક રેલવે એન્જિન પાટા પરથી ઉતરીને ખેતરમાં પહોંચી ગયું હતું. આ દૂર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીજી તરફ રેલ્વેની ચિંતા પાટા પર થતા ષડયંત્રને લઇને પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો :-