વડોદરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગઈ સાંજે ભારે વાવાઝોડું આવ્યું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે એકાએક ચારે બાજુ વાદળો ઘેરાઇ જતાં અંધારું થઇ ગયું હતું અને પ્રચંડ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને રાહદારીઓએ નાસભાગ કરી મૂકી હતી અને તેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. ગઇકાલે સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઇ. 4નાં મોત 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયાં. તો 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી 13 લોકોનાં મોત અને 24 જુલાઇએ વરસેલા 7 ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું હતું.
વરસાદની સાથે સાથે ભારે પવનના કારણે વૃક્ષો, હોર્ડિંગ ધરાશાયી થયા હતા. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘણા વાહન બંધ પડી જવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખંડેરાવ માર્કેટ, મેઈન રોડ બજાર, માંજલપુર, સયાજીગંજ, કારેલીબાગ રાવપુરા જેવા અનેક વિસ્તારોમાં પાણી જ જોવા મળી રહ્યું છે.વરસાદ બાદ અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઈ છે.
110 કિમીએ પવન ફૂંકાતા શહેરમાં તબાહી વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલાં નવાં વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગ્યે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઊડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખેઆખી કેબિન ઊડીને દૂર ફેંકાઈ ગઇ હતી.
આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયાં છે. જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતા. જ્યારે વાવાઝોડાને કારણે ચાર લોકોના મોત થયા છે. સાંજે 6થી રાતના 8 સુધીમાં 3 ઈંચ વરસાદ પડતાં ચાર દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
આ પણ વાંચો :-