શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84914 સામે નીચા ગેપમાં બુધવારે 84836 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 25940 પાછલા બંધ સામે આજે 25899 ખુલ્યો હતો. બ્લુ ચીપ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડાઉન હતા.
બીજી તરફ સેન્સેક્સના 30માંથી 11 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક સેન્સેક્સના ટોપ-5 ગુમાવનારા હતા. આ સિવાય ઈન્ફોસિસ, ટીસીએસ, એલએન્ડટી, પાવર ગ્રીડ, સન ફાર્મા અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
જિયોજિત સર્વિસીઝના રીસર્ચ વિભાગના પ્રેસિડેન્ટ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ફેડ દ્વારા વ્યાજ દરોમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે ભારતીય શેરબજારોમાં ઉત્સાહની લહેર વ્યાપી ગઇ હતી, તેના પગલે આજે સેન્સક્સ નિફ્ટીમાં મજબુતાાઇ જોવા મળી હતી. ઇન્પુટ ખર્ચમાં ઘટાડો અને વૈશ્વિક બેન્કો દ્વારા ઘટાડાની વચ્ચે આરબીઆઇના રૂખમાં ફેરફારની આશાથી મૂલ્યાંકનને સમર્થન મળશે. “ભારતનો પીએમઆઇ ડેટા નરમ પડ્યો હોવા છતાં, રોકાણકારોને આશા છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) તરફથી ભંડોળનો પ્રવાહ બજારને ટેકો આપવાનું ચાલુ રાખશે.
એશિયન બજારોમાં, સિઓલ અને શાંઘાઈ લીલા રંગમાં બંધ થયા જ્યારે હોંગકોંગ લાલ નિશાનમાં બંધ થયા. જાપાનમાં સોમવારે રજાના કારણે બજારો બંધ રહ્યા હતા. બપોરના વેપારમાં યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ હતું. શુક્રવારે અમેરિકન બજાર મિશ્રિત નોંધ પર બંધ થયા હતા.
આ પણ વાંચો :-