સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ ઇનોવા કાર ધકાડાભેર અથડાતા ભંયકર અકસ્માત થયો છે.આ એક્સિડેન્ટ એટલો ભંયકર હતો કે ઘટનાસ્થળ પર જ કારમાં બેઠેલા 7 લોકોનું કરુણ મોત થયું છે. એક્સિડેન્ટ બાદ કાર સંપૂર્ણપણે ચગદાઇ જતા કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે હિંમતનગર હાઇવે પર કાર એક્સિડન્ટ થયો છે. તમામ મૃતકો અમદાવાદના છે.
મળતી માહિતી મુજબ, હિંમતનગરમાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હોવાના અહેવાલ છે. મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. જેથી પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વાહનમાંથી બહાર કાઢ્યા બાદ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલો અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે. તેમના આગમન પર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
આ પણ વાંચો :-