Home Blog Page 1430

ફી ના ભરી શકતા બાળકોને આપે છે મફત શિક્ષણ ! સલામ છે વડોદરાના આ સેવાભાવી યુવકને

0

Gives free education to children of Gujarat Guardian

આજનાં ઘોર કળયુગમાં લોકો પોતાના પરિવારજનોની મદદ કરવા માટે પણ તૈયાર હોતા નથી, ત્યારે વડોદરાનો આ યુવક ફી ભરી ન શકતા બાળકોને મફત શિક્ષણ (Education) આપી રહ્યો છે. આજે મોંઘવારી (Inflation)ના જમાનામાં શિક્ષણ પણ ખૂબ મોંઘુ થઇ ગયું છે. વાલીઓને બાળકોની સ્કૂલ ફી અને ટ્યુશન ફી ભરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આવા સમયે વડોદરાનો (Vadodara) એન્જિનિયર (Engineer) નિકુંજ ત્રિવેદી પોતાની સેલેરીની 25 ટકા રકમ ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરે છે અને કારેલીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર સ્ટ્રીટલાઇટના અજવાળે 90થી વધુ બાળકોને મફતમાં શિક્ષણ આપે છે.

5 બાળકોથી શરૂ કરેલ સેવા યજ્ઞ 90 બાળકો સુધી પહોંચ્યો :

નિકુંજ ત્રિવેદી દ્વારા કરવામાં આવતું આ કાર્ય ખરેખર દરેક લોકો માટે પ્રરણારૂપી છે. મળતી માહિતી અનુસાર, નિકુંજ ત્રિવેદીએ 8 મહિના પહેલા શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો હતો. નિકુંજના જણાવ્યા અનુસાર, મેં 8 મહિના પહેલા 5 થી 6 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. જયારે આજે 80 થી 90 જેટલા બાળકો અહી ભણવા માટે આવે છે. અહીં રસ્તા પર આવતા જતા લોકો પુસ્તકો સહિતની મદદ બાળકોને કરે છે.

આ બાળકો ભણશે તો આગામી પેઢી ભણેલી થશે.તે ઉદ્દેશથી કેટલાક હોશિયાર બાળકોને પ્રાઈવેટ સ્કૂલમાં પણ એડમિશન અપાવીને હું ભણાવું છું. તેમની ફી સહિતના ખર્ચ હું આપુ છું. તેમજ તેમના રિઝલ્ટ પણ સારા આવ્યા છે. આ બાળકોના માતા-પિતા મજૂરી કરે છે. પણ આ બાળકોને સારૂ એજ્યુકેશન મળશે તો તેમની આગામી પેઢી પુરેપુરી એજ્યુકેટેડ હશે. આ જરૂરિયાતમંદો બાળકોને સારૂ શિક્ષણ આપીને તેમને આગળ વધારવાનું મારૂ ધ્યેય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું હાલોલના ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરું છે. તેથી હું સવારથી સાંજ સુધી નોકરી કરું છું અને રોજ સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન આસપાસના સ્લમ વિસ્તારના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપુ છું. આ બાળકોને હું સ્ટ્રીટલાઇટના અજવાળે શિક્ષણ આપુ છુ.

5 1 - Trishul News Gujarati education, Engineer, Inflation, vadodara

આ એવા બાળકો છે, જેમનો પરિવાર ટ્યુશન ફીનો ખર્ચ કરી શકતો નથી. હું શરૂઆતમાં NGO સાથે જોડાઈને બાળકોને શિક્ષણ આપતો હતો. પરંતુ કોરોના પછી NGO બંધ થઇ ગઇ, પરંતુ મારે બાળકો માટે કંઇક કરવાની ઈચ્છા હતી. જેથી મેં બાળકોને સુએઝ પમ્પિંગ સ્ટેશનની બહાર બાળકોને ભણાવવાનું શરૂ કર્યું.હાલ 90 જેટલા બલાકોને હું મફત શિક્ષણ આપી રહ્યો છુ.

મેં નાનપણમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી : નિકુંજ ત્રિવેદી

નિકુંજ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, હું પણ આ બાળકો જેવા જ બેકગ્રાઉન્ડમાંથી આવુ છું. મેં પણ નાનપણમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી. મને કોઇ ભણાવવાવાળુ ન હોતું. મારી સ્થિત ખરાબ હતી. પરંતુ, આ બાળકોને મારા જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે હું પ્રયાસ કરી રહ્યો છું. એક મેડમ પણ બાળકોને ભણાવવામાં સપોર્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત ધો-10 અને 12ની વિદ્યાર્થિનીઓ પણ બાળકોને ભણાવવા માટે આવે છે.

ભવિષ્યમાં નિકુંજ સરની જેમ અમે પણ મદદ કરીશું : વિદ્યાર્થી

ફૂટપાથ સ્કૂલમાં ભણવા આવતી ધોરણ 10 ની વિદ્યાર્થિની જણાવ્યું હતું કે, ‘અહીં સર અને મેડમ અમને ખૂબ જ સારું શિક્ષણ આપે છે. જેથી હું તેમનો આભાર માનું છું, અહીં ભણાવતા સર અમારી સ્કૂલ ફી પણ ભરે છે અને હું પણ ભવિષ્યમાં ટીચર બનીશ અને આવા બાળકોની મદદ કરીશ.’

‘નિકુંજ ત્રિવેદી પાસેથી ધોરણ 8થી અભ્યાસ કરતી વિધ્યાર્થીની આજે ધોરણ 12ની પરીક્ષા આપી ચુકી છે તેને જણાવ્યું કે હું પણ મારા સરને અહીં મદદ કરવા આવું છું. સાથે ભવિષ્યમાં પણ આ પ્રકારે મદદ કરી શકું તેવા મારો પ્રયાસ રહેશે.’ આ રીતે નીકુજ ત્રિવેદી જે રીતે અનોખી સમાજ સેવા કરી રહ્યા છે, તેમને સલામ છે. તેમજ આ સમાજના દરેક લોકો માટે પ્રેરણારૂપી કિસ્સો છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Gives free education to children of Gujarat Guardian

Motorola લોન્ચ કર્યો કિલર સ્માર્ટફોન જે ફુલ ચાર્જમાં 2 દિવસ સુધી ચાલે છે, કિંમત 9 હજારથી ઓછી છે; ફીચર્સ જાણો

Motorola launches killer smartphone

  • Motorola એ 9 હજાર રૂપિયાથી ઓછી કિંમતનો ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે પ્રીમિયમ ડિઝાઇન સાથે આવે છે. તેમાં પાવરફુલ 5000mAh બેટરી અને સારો કેમેરા છે. ચાલો જાણીએ Moto E32sની કિંમત અને ફીચર્સ…

મોટોરોલાએ (Motorola) આજે ​​ભારતમાં તેનો નવો બજેટ ફોન Moto E32s લોન્ચ કર્યો છે. કંપની અનુસાર, Moto E32s 90Hz રિફ્રેશ રેટ, 5000mAh બેટરી, Android 12 અને 16MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે 6.5-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. ફોનની કિંમત પણ 9 હજાર રૂપિયાથી ઓછી છે. જો તમારું બજેટ 10 હજાર રૂપિયાથી ઓછું છે તો આ ફોન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ Moto E32sની કિંમત અને ફીચર્સ…

Moto E32s ની ભારતમાં કિંમત :

Moto E32s JioMart, JioMart Digital, Reliance Digital, અને Flipkart પર 60,000+ રિટેલ સ્ટોર્સ પર માત્ર રૂ. 8,999ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે. Motorola India અનુસાર, Moto E32s 6 જૂન 2022 થી ઉપલબ્ધ થશે. બ્રાન્ડે જણાવ્યું હતું કે Moto E32s 3GB + 32GB વેરિઅન્ટ રૂ. 8,999ની વિશેષ પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે અને Moto E32s 4GB + 64GB વેરિઅન્ટ માત્ર રૂ. 9,999માં ઉપલબ્ધ થશે. તે બે રંગ વિકલ્પોમાં આવશે – સ્લેટ ગ્રે અને મિસ્ટી સિલ્વર.

Moto E32s

Moto E32s બેટરી :

Moto E32s એ સેગમેન્ટની પ્રથમ Android 12 ઓપરેટિંગ સિસ્ટમ છે જે સરળ વપરાશકર્તા અનુભવ, અદભૂત 16MP AI-સંચાલિત ટ્રિપલ કેમેરા સિસ્ટમ, 15W ચાર્જિંગ ક્ષમતા સાથે વિશાળ 5000mAh બેટરીની ખાતરી આપે છે. કંપનીનો દાવો છે કે એક જ ચાર્જ પર તે 40 કલાક સુધી ચાલે છે અને જો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 2 દિવસ સુધી ચાલશે.

Moto E32s સ્પષ્ટીકરણો :

સ્માર્ટફોન ક્લાસ અગ્રણી સુરક્ષા સુવિધાઓ અને પ્રદર્શન સાથે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને LPDDR4X રેમ સાથે MediaTekનું નવીનતમ ઓક્ટા-કોર Helio G37 પ્રોસેસર ધરાવે છે જે તેના સેગમેન્ટ માટે અસાધારણ કામગીરી પ્રદાન કરે છે. ઉપકરણ 3GB + 32GB અને 4GB + 64GB વેરિયન્ટમાં બે સિમ સ્લોટ અને 1TB સુધીના સમર્પિત માઇક્રોએસડી સ્લોટ સાથે આવે છે. તે સૌથી વધુ ઑપ્ટિમાઇઝ્ડ બ્રોડબેન્ડ અને 4G કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ અને 2X2 MIMO સહિત શ્રેષ્ઠ-ઇન-સેગમેન્ટ કનેક્ટિવિટી સુવિધાઓ સાથે આવે છે.

મોટો E32s કેમેરા :

Moto E32sમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં f/2.2 લેન્સ સાથે 16MP પ્રાથમિક સેન્સર, 2MP મેક્રો શૂટર અને 2MP ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડિયો ચેટ્સ માટે, Moto E32s આગળના ભાગમાં 8MP સેલ્ફી કેમેરા સેન્સર સાથે આવે છે, જે f/2.0 લેન્સ સાથે જોડાયેલ છે. Moto E32s પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.0, GPS/ A-GPS, USB Type-C અને 3.5mm હેડફોન જેકનો સમાવેશ થાય છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Motorola launches killer smartphone

4 જૂન 2022, રાશિફળ: આ રાશિના જાતકો પર અલખધણી રામદેવ પીર વરસાવશે કૃપાવર્ષા, દરેક મનોકામના થશે પૂરી

Gujarat Guardian 4 June RashiFal :

મેષ :
માતૃપશ્ન તરફથી લાભ મળતો જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીય ક્ષેત્રે નવું સાહસ શકય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભ :
દિવસ દરમ્યાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુન :
આર્થિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઈ બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.

કર્ક :
માનસિક ચંચળતા વધે. દિવસ દરમ્યાન પ્રફુલ્લીત રહી શકાય. જીવનસાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.

સિંહ :
માનસિક રીતે ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ, પરિવારના સ્ત્રી વર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદભવે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી-તાવથી સાચવવું.

કન્યા :
દિવસ દર‌મ્યાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય.

તુલા :
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઇ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક :
આદ્યાત્મિકતામાં વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારૂં રહેશે. ટાયર, ટયબુ કલર, કેમીકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.

ધન :
થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઇજાથી સાવધ રહેવું દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકર :
તર્ક શક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યોતિષિ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ. કમર, કરોડરજ્જુ, દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી, ધંધામાં સાવધાની જરૂરી.

કુંભ :
નિર્ણય શક્તિમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શક્યતા છે.

મીન :
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણ ઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઉભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Gujarat Guardian 4 June RashiFal :

 ફેમસ પોર્નસ્ટારે ચૂંટણીમાં ઝંપલાવ્યું : કહ્યું હું જે કરું છું તે બધા કરે છે, આ પવિત્ર કાર્યમાં…

Famous pornstar jumped into the election

  • બ્રાઝિલની પોર્ન સ્ટાર બિઆન્કા નાલ્ડીએ રાજકારણમાં પ્રવેશવાની યોજના બનાવી છે. તે ક્રિશ્ચિયન લેબર પાર્ટી તરફથી ચૂંટણી લડવા માંગે છે.
બ્રાઝિલમાં (Brazil) આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં બ્રાઝિલની એક પોર્ન સ્ટાર પણ મેદાનમાં ઉતરશે. તે ક્રિશ્ચિયન લેબર પાર્ટી (Christian Labor Party) તરફથી આ ચૂંટણી લડવા માંગે છે. એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી બિઆન્કા નાલ્ડીએ (Bianca Naldi) રાજકારણમાં આવવાની અને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે તેણે કહ્યું છે કે ખ્રિસ્તી મતદારોને તેના જૂના કામથી કોઈ સમસ્યા નહીં થાય.

રિયો ડી જાનેરોથી ચૂંટણી લડવા માંગે છે :

Famous pornstar jumped into the election

લીંબુએ કરાવ્યું મહાભારત , 5 રૂપિયાના લીંબુ લેવા ગયો ગ્રાહક, એવી બબાલ થઇ ગઇ કે દુકાનદારે ગોળી મારી દીધી

0

Lemon made the Mahabharata

  • રાજસ્થાનના ભરતપુરમાં 5 રૂપિયાના લીંબુ ખરીદવાને લઇને દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે દુકાનદારે પોતાના સાથીદારોની સાથે મળીને ગ્રાહકને ગોળી ધરબી દીધી. ગ્રાહકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
ગ્રાહકની ગંભીર સ્થિતિને જોઇને ડૉકટરોએ આરબીએમ હોસ્પિટલ (RBM Hospital) શિફ્ટ કરી દીધો. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઇ છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે દિનેશ જાટવ, પુત્ર રામજીત સાંજે લીંબુ લેવા માટે દુકાનદાર મહેન્દ્ર બચ્ચુના ત્યાં ગયા હતા. જ્યાં તેણે 100 રૂપિયા આપીને 5 રૂપિયાના લીંબુ ખરીદ્યા. ખુલ્લા પૈસા આપવાની વાત પર દિનેશ અને મહેન્દ્રની વચ્ચે રકઝક થઇ અને અપશબ્દો બોલવામાં આવ્યાં. આરોપ છે કે દુકાનદારના સાથીદારોએ રાત્રે 8.30 વાગ્યે દિનેશના ઘરે પહોંચીને ફાયરિંગ (Firing) કરી દીધી. ગોળી દિનેશના કાનને અડીને નિકળી ગઇ.

 

દુકાનદારે ગ્રાહક પર કરાવ્યું ફાયરિંગ :

પીડિત પરિવારનુ કહેવુ છે કે દુકાનદાર મહેન્દ્રનો નાનો પુત્ર ભોલૂ લાઠી સળીયો, ડંડો લઇને ઘરે આવી ગયો. ઘરે આવીને પણ અપશબ્દો બોલવા લાગ્યો. અમે દિનેશને ઘરમાંથી નિકળવા ના દીધો. પછી ધર્મા ઉર્ફે ધર્મેન્દ્ર જાટ પુત્ર જયવીર નામના બદમાશે ઘર પર ચાર ફાયરિંગ કર્યા. તક જોઇને ધર્માએ દિનેશને ગોળી મારી દીધી. ડીઆઈજી સીઓ આશીષ કુમારે જણાવ્યું કે ગુરૂવારે મોડી રાત્રે દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે વિવાદ થયો હતો. એક દુકાનદારે તેના અમુક સાથીદારો સાથે મળીને ગ્રાહક પર ફાયરિંગ કરી દીધી. ઘાયલ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Lemon made the Mahabharata

આ ક્રિકેટરોએ સામાન્ય ઘરની છોકરીઓ સાથે કરી લીધા લગ્ન, આજે સારી સારી મોડલને પણ ટક્કર મારે છે

0

The marriages of these cricketers

  • ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહર 1 જૂને લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે દિલ્હીમાં રહેતી જયા ભારદ્વાજ નામની યુવતી સાથે લગ્ન કર્યા. જે એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. આવો તમને જણાવીએ એવા ખેલાડી જેમણે કોઈ સેલિબ્રિટી, મૉડલ અથવા અભિનેતા સાથે નહીં પરંતુ સામાન્ય યુવતીને પ્રેમ કર્યો અને તેને પોતાની જીવનસાથી બનાવી.
લગ્ન પહેલા ચાહરની (Chahar) પત્ની જયાની લોકપ્રિયતા એટલુ વધુ ન હતી. પરંતુ જ્યારે ગયા વર્ષે આઈપીએલ દરમ્યાન દીપકે તેને મેદાનમાં પ્રપોઝ કર્યુ ત્યારથી તેમને લોકો ઓળખવા લાગ્યા અને સોશિયલ મીડિયામાં પણ તેના ફૉલોઅર્સ સતત વધતા ગયા. જો કે, દીપક (Deepak) પહેલા એવા ક્રિકેટર નથી, જેણે કોઈ સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા. આની પહેલા પણ ઘણા ખેલાડી સામાન્ય યુવતીઓ સાથે લગ્ન કરી ચૂક્યા છે.

 

એમએસ ધોની :

આ યાદીમાં સૌથી પહેલું નામ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ છે. જેના અફેરની ચર્ચા તો બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ સુધી હતી. પરંતુ તેમને હોટલ મેનેજમેન્ટ (Hotel management) કરેલી ઉત્તરાખંડની યુવતી સાક્ષી સિંહ સાથે પ્રેમ થયો. જેને લગ્ન પહેલા કોઈ ઓળખતુ ન હતુ. પરંતુ લગ્ન બાદ તેની ચાહક સંખ્યા કોઈ સ્ટારથી ઓછી નથી.

દીપક ચાહર  :

ચેન્નઈ સુપર કિંગ્સ અને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહરે કોઈ મૉડલ અથવા અભિનેત્રી સાથે લગ્ન ના કર્યા. પરંતુ કોર્પોરેટ્સ ફર્મમાં કામ કરનારી એક સામાન્ય યુવતી જયા ભારદ્વાજની સાથે સાત ફેરા લીધા. જો કે, જયાના ભાઈ સિદ્ધાર્થ ખૂબ લોકપ્રિય છે અને એમટીવી સ્પિલટ્સવિલા અને બિગ બૉસ જેવા શોનો ભાગ રહી ચૂક્યા છે. પરંતુ જયા હંમેશા લાઈમલાઈટથી દૂર રહી છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

The marriages of these cricketers

આ બિઝનેસ કરાવશે બહોળી કમાણી, આવી રીતે શરૂ કરો કાગળમાંથી કપ-પ્લેટ બનાવવાનો વ્યવસાય

0

This business will make huge profits

  • પેપર કપ મેન્યુફેક્ચરિંગ યુનિટ (Paper Cup Manufacturing Unit) સ્થાપવા માટે સરકાર મુદ્રા યોજના (Mudra scheme) હેઠળ લોન પણ આપી રહી છે. તમે ઓછા પૈસામાં કાગળના કપ બનાવવાનું યુનિટ લગાવી શકો છો અને વધુ રોકાણ કરવું હોય તો મોટું યુનિટ પણ સેટ કરી શકો છો. કાગળના કપ બનાવવા માટે કાચો માલ અને મશીનો સરળતાથી ઉપલબ્ધ છે.

ઓછા ખર્ચે પોતાનો બિઝનેસ (business) શરૂ કરવા અહી જાણકારી આપવામાં આવી છે. આ બિઝનેસ દ્વારા તમે દર મહિને સારી એવી કમાણી કરી શકો છો. પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિના કારણે પેપર કપની માંગ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે તમે કાગળના કપ (Paper cup business) બનાવવાનો વ્યવસાય શરૂ કરી શકો છો. પેપર કપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સરકાર મુદ્રા યોજના (Mudra scheme) હેઠળ લોન પણ આપી રહી છે. તમે ઓછા પૈસામાં કાગળના કપ બનાવવાનું યુનિટ લગાવી શકો છો અને વધુ રોકાણ કરવું હોય તો મોટું યુનિટ પણ સેટ કરી શકો છો. કાગળના કપ બનાવવા માટે કાચો માલ અને મશીનો સરળતાથી ઉપલબ્ધ છે.

કઈ રીતે શરૂ કરવું કામ ?

કાગળના કપ બનાવવા માટે પેપર રીલ, બોટમ રીલ અને મશીનોની જરૂર પડશે. હાલ બજારમાં નાના-મોટા અનેક પ્રકારના મશીનો ઉપલબ્ધ છે. પેપર રીલ અને બોટમ રીલ તમે સરળતાથી ઓનલાઈન કે દિલ્હી, જયપુર જેવા કોઇ મોટા શહેરમાંથી ખરીદી શકો છો. આવા મશીનો પણ આજકાલ ઓનલાઇન જોવા મળે છે. પેપર રીલનો દર 90 રૂપિયા પ્રતિ કિલોથી શરૂ થાય છે. એ જ રીતે બોટમ રીલનો ભાવ પણ 80થી 90 રૂપિયા પ્રતિ કિલો છે. પેપર કપ ફ્રેમિંગ મશીન 5 લાખ રૂપિયામાં આવે છે. તમે લગભગ આઠથી દસ લાખ રૂપિયાનું રોકાણ કરીને દરેક સાઈઝના કપ અને ગ્લાસ બનાવી શકો છો.

60 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો :

સામાન્ય રીતે પેપર કપ બનાવવાની ફેક્ટરી મહિનામાં 15,60,000 કપ તૈયાર કરે છે. જો તમે તેને 30 પૈસા પ્રતિ કપના ભાવે વેચો, તો તમને લગભગ 4,68,000 ની કમાણી થશે. જેમાં 408,964 રૂપિયા તમારો કુલ ખર્ચ હશે. આ રીતે તમે એક મહિનામાં સરળતાથી લગભગ 60 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.

સરકાર કરશે મદદ :

પેપર કપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સરકાર મદદ કરશે. તમે કેન્દ્ર સરકારની મુદ્રા યોજનાનો લાભ લઈને લોન લઈ શકો છો. આ સ્કીમ હેઠળ તમારે કુલ પ્રોજેક્ટ ખર્ચના 25 ટકા જેટલું રોકાણ પોતે કરવાનું રહેશે. જ્યારે મુદ્રા યોજના હેઠળ સરકાર 75 ટકા લોન મળી શકે છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

This business will make huge profits

હાર્દિક ગયો… હવે ભરતસિંહ સોલંકીએ પણ કરી રાજકીય સંન્યાસની જાહેરાત, શું થશે કોંગ્રેસનું ?

0

Bharatsinh Solanki Big News Gujarat Guardian

બે દિવસ અગાઉ વાયરલ થયેલ વિડીયો અંગે આજે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી મોટી જાહેરાત… સક્રિય રાજનીતિમાંથી હું થોડો સમય બ્રેક લેવાનો છું… સામાજિક સંગઠન માટે હું કામ કરતો રહીશ…

ભરતસિંહ સોલંકીએ કથિત વીડિયો અંગે પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરીને મોટા ખુલાસા કર્યા છે. જેમાં તેમણે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, સક્રિય રાજનીતિમાંથી (Active politics) હું થોડો સમય બ્રેક લેવાનો છું. સામાજિક સંગઠન (Social organization) માટે હું કામ કરતો રહીશ. વાયરલ વીડિયો (Viral videos) અંગે ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ કરીને ખુલાસા આપ્યા હતા. જેમાં તેમણે પત્ની પર અનેક આક્ષેપો કર્યા અને સાથે જ વીડિયોમાં દેખાતી યુવતી વિશે પણ ખુલાસા કર્યા હતા.

તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, મેં એવો વિચાર કયો છે કે, સીધા પોલિટિક્સમાંથી (Directly from politics) બ્રેક લેવાનો છું. પરંતુ સામાજિક પ્રક્રિયા કેટલીક જ્ઞાતિ માટેના પ્રવાસ પ્રચાર માટે સમય આપીશ. હાલ કરતા વધુ સમય આપીશ. હું નાના સમય માટે બ્રેક લઈ રહ્યો છું.

ધારાસભ્ય કિરીટ પટેલે (MLA Kirit Patel) ભરતસિંહ સોલંકીના રાજકીય સંન્યાસ વિશે કહ્યુ કે, તેઓ માત્ર થોડો સમય દૂર રહેવાના નથી, પરંતુ આરામ કરવાના છે. તેઓ કાયમ માટે દૂર નહિ થાય. તેઓ કોંગ્રેસ સાથે તો સંકળાયેલા જ છે. તેમણે કોંગ્રેસ પાર્ટી છોડવાની વાત નથી કરી.

વાયરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ ખુલાસો કરતા કહ્યુ કે, આઈસક્રીમ ખાવા માટે હું યુવતીના ઘરે ગયો હતો. જરૂર પડશે તો આ વીડિયો મુદ્દે લીગલ કાર્યવાહી થશે. ભરતસિંહના અંગત જીવનના પ્રશ્નો પૂછતા તેમના ટેકેદારો નારાજ થયા હતા, અને પત્રકાર પરિષદમાં હોબાળો મચાવ્યો હતો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Bharatsinh Solanki Big News Gujarat Guardian

પોલીસ કર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકી એવું કાર્ય કરી બતાવ્યું કે, જીતી લીધા લોકોના દિલ- જુઓ વિડીયો

A policeman risked his life

અવારનવાર આપડે માનવતાંનાં અનેક વિડીયો જોતાં હોઈ છે. ત્યારે પ્રાણીઓ (Animals) કોઈને પોતાના દિલમાં જગ્યા આપે, પછી તેઓ તેમના માટે જાન પણ આપી દયે છે. આવી ઘટનાઓમાં જો કોઈ પ્રાણીનું નામ સૌથી ઉપર આવે છે તો તે કૂતરાનું (Dogs) છે. જે મનુષ્ય સાથે મિત્રતા નિભાવવામાં કોઈ કસર છોડતા નથી. પરંતુ આવું ભાગ્યે જ બને છે જ્યારે પ્રાણીઓની પ્રામાણિકતા (Honesty) માનવતા સાથે ચૂકવવામાં આવે છે. પરંતુ જે રીતે કેટલાક પોલીસકર્મીઓ (Policeman) એક કૂતરાને બચાવવા પ્રયાસ કરે છે તે પ્રશંસનીય છે.

ટ્વીટર પર હંમેશા રમુજી અને રમુજી વિડીયો શેર કરનાર @TheFigenએ આ હૃદયસ્પર્શી વિડીયો શેર કર્યો છે, આ વખતે કોલંબિયાના કેટલાક પોલીસકર્મીઓએ પાણીમાં તણાઈ જતા કૂતરાનો જીવ બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી દીધો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં કોઈપણ માટે બચવું મુશ્કેલ હતું, પરંતુ તેઓએ તેને ત્યાંથી બહાર કાઢ્યો.

પાણીના જોરદાર પ્રવાહમાં વહેતા કૂતરાને બચાવવા પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા :

વીડિયો પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે પાણીએ અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આજુબાજુનો વિસ્તાર ખડકાળ હતો, જેમાંથી કૂતરો પાણીના જોરદાર પ્રવાહમાં વહી રહ્યો હતો. ઘણા પોલીસકર્મીઓ ત્યાં પહેલેથી જ હાજર હતા. કે તરત જ કોઈની નજર ધોધ સાથે દોડતા કૂતરા પર પડી. તેણે બૂમ પાડી, તે જ્યાં હતો ત્યાંથી તેને બચાવવા દોડ્યો. પરંતુ ઘણા પ્રયાસો બાદ પણ કૂતરો હાથમાં આવ્યો ન હતો.

હકીકતમાં, પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેમાં પગ મૂકવો સરળ ન હતો. તેમ છતાં પણ કોઈએ હાર ન માની અને પ્રયત્ન ચાલુ રાખ્યા. કૂતરાને પકડવાની કોશિશ નિષ્ફળ ગઈ તો વર્દીધારી માણસ આગળ દોડ્યો અને નદીના કિનારે પહોંચી ગયો અને કૂતરાને તેમાંથી બહાર કાઢ્યો.

કુતરાને બહાર કાઢ્યા બાદ તેમનામાં કોઈ હલચલ ન જોઈને, તરત જ એક ગણવેશધારી વ્યક્તિએ તેમને તેમના મોં દ્વારા કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાનું શરૂ કર્યું, જેને CPR કહેવામાં આવે છે. અને થોડી જ વારમાં તેના શરીરમાં હલનચલન જોઈને સૌના જીવમાં જીવ આવ્યો.

A policeman risked his life

સુરત ટેક્સટાઇલ માર્કેટના દુકાનદારો અને દલાલો સાથે 3.17 કરોડની છેતરપિંડી, જુઓ કેવી રીતે વેપારીએ છેતર્યા

Shopkeepers of Surat Textile Market

  • સુરતના સારોલીના કુબેરજી માર્કેટના વેપારીએ કાપડના દુકાનદારો અને દલાલો સાથે 3.17 કરોડની છેતરપિંડી આચરી.

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં (Surat Textile Market) ઠગાઇનો સિલસિલો યથાવત રીતે ચાલી રહ્યો છે. શહેરના સારોલીના કુબેરજી માર્કેટના વેપારી સામે 3.17 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 3.17 કરોડની છેતરપિંડી કરીને વેપારી સંજય ખત્રી પલાયન થઇ ગયો છે. વેપારીએ માર્કેટના (Merchant Market) અનેક કાપડના દુકાનદારો તેમજ દલાલો સાથે છેતરપિંડી કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આરોપી વેપારી સામે ક્રાઈમ બ્રાંચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી છેતરપિંડીની (Fraud) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ક્યારેક લોન (Loan)ના નામે છેતરપિંડી તો ક્યારેક લોકોને ભોળવીને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. છેતરપિંડી આચરતા આરોપીઓ લોકો સાથે લાખો રુપિયાની છેતરપિંડી આચરતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક કિસ્સો સારોલી ટેક્સટાઇલ માર્કેટ (Saroli Textile Market) માંથી સામે આવ્યો છે.

કરોડોનું કાપડ લીધું પરંતુ એક પણ રૂપિયો કાપડના વેપારીને ન ચૂકવ્યો :

સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીએ માર્કેટના અનેક કાપડના દુકાનદારો તેમજ દલાલો સાથે રૂ. 3.17 કરોડની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. અહીં, રુદ્રાક્ષ ટેક્સટાઇલના માલિક સંજય ખત્રીએ કરોડોનું કાપડ લીધું હતું. પરંતુ તેનો એક પણ રૂપિયો કાપડના વેપારીને ચૂકવ્યો ન હતો. ઉલટામાં વેપારી સાથે 3.17 કરોડની છેતરપિંડી આચરી હતી.

સંજય ખત્રી વિરુદ્ધ ઇકો સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ :

જો કે, આટલી મોટી રકમની છેતરપિંડી આચરી હોવાના કારણે વેપારીએ રુદ્રાક્ષ ટેક્સટાઇલના માલિક સંજય ખત્રી વિરુદ્ધ ઇકો સેલમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી આ ફરિયાદના આધારે પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને શોધવા માટે પોલીસે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આથી, ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Shopkeepers of Surat Textile Market