Shopkeepers of Surat Textile Market
- સુરતના સારોલીના કુબેરજી માર્કેટના વેપારીએ કાપડના દુકાનદારો અને દલાલો સાથે 3.17 કરોડની છેતરપિંડી આચરી.
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં (Surat Textile Market) ઠગાઇનો સિલસિલો યથાવત રીતે ચાલી રહ્યો છે. શહેરના સારોલીના કુબેરજી માર્કેટના વેપારી સામે 3.17 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 3.17 કરોડની છેતરપિંડી કરીને વેપારી સંજય ખત્રી પલાયન થઇ ગયો છે. વેપારીએ માર્કેટના (Merchant Market) અનેક કાપડના દુકાનદારો તેમજ દલાલો સાથે છેતરપિંડી કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આરોપી વેપારી સામે ક્રાઈમ બ્રાંચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી છેતરપિંડીની (Fraud) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ક્યારેક લોન (Loan)ના નામે છેતરપિંડી તો ક્યારેક લોકોને ભોળવીને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. છેતરપિંડી આચરતા આરોપીઓ લોકો સાથે લાખો રુપિયાની છેતરપિંડી આચરતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક કિસ્સો સારોલી ટેક્સટાઇલ માર્કેટ (Saroli Textile Market) માંથી સામે આવ્યો છે.
કરોડોનું કાપડ લીધું પરંતુ એક પણ રૂપિયો કાપડના વેપારીને ન ચૂકવ્યો :
સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીએ માર્કેટના અનેક કાપડના દુકાનદારો તેમજ દલાલો સાથે રૂ. 3.17 કરોડની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. અહીં, રુદ્રાક્ષ ટેક્સટાઇલના માલિક સંજય ખત્રીએ કરોડોનું કાપડ લીધું હતું. પરંતુ તેનો એક પણ રૂપિયો કાપડના વેપારીને ચૂકવ્યો ન હતો. ઉલટામાં વેપારી સાથે 3.17 કરોડની છેતરપિંડી આચરી હતી.
સંજય ખત્રી વિરુદ્ધ ઇકો સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ :
જો કે, આટલી મોટી રકમની છેતરપિંડી આચરી હોવાના કારણે વેપારીએ રુદ્રાક્ષ ટેક્સટાઇલના માલિક સંજય ખત્રી વિરુદ્ધ ઇકો સેલમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી આ ફરિયાદના આધારે પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને શોધવા માટે પોલીસે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આથી, ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.
ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
Shopkeepers of Surat Textile Market